In this post you will get Navratri Status Gujarati, Navratri Shayari Gujarati and Navratri Wishes in Gujarati with Download option.

Navratri Status gujarati | Navratri wishes in gujarati

    સૌથી પહેલાતો આપ સૌને નવરાત્રીની શુભકામનાઓ. નવરાત્રીનો તહેવાર આમ તો એક હિંદુ તહેવાર છે પણ આ તહેવાર લગભગ તમામ ધર્મના લોકો એમાં પણ ખાસ તો ગુજરાતમાં ખૂબ ધુમ ધામથી ઉજવાય છે. નવરાત્રીનો અર્થ નવ રાતો એવો થાય છે એવી રાતો કે જેમાં શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ નવ દિવસ અને નવ રાત સુધી દેવીના જુદા જુદા નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આસો સુદ એકમથી આ તહેવારની શરૂઆત થઈ અને આસો સુદ નોમ સુધી આ તહેવાર ઉજવાય છે. આસો સુદ દસમના દિવસને દશેરા તરીકે ઉજવાય છે. તો આ ધામધૂમથી ઉજવાતા અને ગુજરાતીઓ માટે ખાસ મહત્વના તહેવારની સામાન્ય જાણકારી, નવરાત્રીની શુભકામનાઓ, નવરાત્રીના દરેક દિવસના સ્ટેટસ અને નવરાત્રીની શાયરી આ પોસ્ટના માધ્યમથી તમને મળશે.

Information About Navratri In Gujarati

વર્ષ દરમિયાન ચાર નવરાત્રીની ઉજવણી થાય છે. જેના નામ અનુક્રમે વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એવા છે. 

૧. વસંત નવરાત્રી : 

આ તહેવાર વસંત ઋતુમાં ઉજવાય છે. અંદાજે માર્ચ-એપ્રિલ માસ વખતે ઉજવાતો આ તહેવારને લોકો ચૈત્ર નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. આ નવદિવસોના ઉત્સવને રામનવરાત્રી એવા નામે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત નવરાત્રી : 

આ તહેવાર અષાઢ સુદ અજવાળિયા દરમિયાન અંદાજે જૂન-જૂલાઈ માસમાં ઉજવાય છે. આ તહેવારને અષાઢ નવરાત્રી, ગાયત્રી નવરાત્રી કે શાકંભરી નવરાત્રી તરીકે પણ ઓળખે છે. 

૩. શરદ નવરાત્રી : 

આ તહેવાર આસો સુદ અજવાળિયા દરમિયાન ઉજવાય છે. તે બીજા નામે એટલે કે મહાનવરાત્રી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ જ મહત્વની નવરાત્રી છે.

૪. પુષ્ય નવરાત્રી : 

આ તહેવાર પોષ સુદ અજવાળિયા દરમિયાન અંદાજે ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં ઉજવાય છે. જે આ તહેવાર બીજા નામ પોષ નવરાત્રી તરીકે ઓળખાય છે.

૫. માધ નવરાત્રી (વૈકલ્પિક) : 

આ તહેવાર મહા સુદ અજવાળિયા દરમિયાન અંદાજે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં ઉજવાય છે. આ નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખાય છે.


    આ તમામ નવરાત્રિઓ પૈકી આસો માસમાં ઉજવાતી શરદ નવરાત્રી અને ચૈત્ર માસમાં ઉજવાતી વસંત નવરાત્રી ખૂબ જ અગત્યના તહેવાર છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે. જે દેવીને શક્તિ એટલે કે ઉર્જાના સ્વરૂપે વ્યક્ત કરે છે. મહાનવરાત્રી ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો બની ગયો છે અને દસમો દિવસ વિજયાદશમીના નામે ઓળખાય છે. આ દસ દિવસ સુધી મહિષાસુર મર્દીની માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

    નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. જે પ્રદેશની પરંપરા આધારિત હોય છે.
આ સ્વરૂપો એટલે દુર્ગા, ભદ્રકાલી, અંબા કે જદદંબા (વિશ્વ માતા), અન્નપૂર્ણા, સર્વ મંગલા, ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલિતા, ભવાની અને મોકામ્બિકા.

    ગુજરાતમાં નવરાત્રિના તહેવારનું ખુબ જ મહત્વ છે. અહીંયા શેરી ગરબા થી લઈને પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજન થાય છે. આ સિવાય પણ જુના સમયથી ચાલી આવતી અર્વાચીન ગરબીઓનું તો મહત્વ જ અલગ છે. પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ, દર્શકો તથા કલાકારો ડી.જે.ની સાથે ગરબાના તાલે ઝુમી ઉઠતા હોય છે પરંતું ખરુ મહત્વ તો શેરી ગરબા કે ગામમાં થતા ગરબાનું જ છે. નવરાત્રીના ૧૦-૧૨ દિવસ અગાઉ જ શરૂ થઈ જતું આ આયોજન નવરાત્રીના ૪-૫ દિવસ પછી સુધી ચાલે છે. જેમાં માતાજીનું સ્થાપન, ગરબે રમવાના સ્ટેજ, રોશની, તોરણ, આ બધું અગાઉથી જ ગોઠવાવા માંડે છે. અને આ નવરાત્રીમાં લોકો ગરબે ઘુમતી બાળાઓને ભેટ, ઉપહાર આપે છે. આઠમાં દિવસે મોટા ભાગના ગામોમાં હવન થાય છે. ત્યારબાદ પૂનમ સુધી ઘણા વિસ્તારોમાં ગરબે રમવાની પરંપરા હોય છે. અને ત્યારબાદ આ રોશનીથી લઈને સ્ટેજ સુધીની બધી ગોઠવણો સંકેલી અને આગલા વર્ષ માટે સાચવી રાખવામાં આવે છે. આવા કામો મોટા ભાગે સેવાભાવી વ્યક્તિઓ ભેગા મળી કરતા હોય છે. જેને લીધે જ જુની ગરબી પરંપરા હજુ ચાલી રહી છે.

    તો આપ સૌને તથા આપના પરિવારને નવરાત્રીની શુભેચ્છા પાઠવીએ છીએ તથા આપ પણ આપના પરિવાર તથા મિત્રોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી શકો તે માટે અહીંયા નવરાત્રીની શુભકામનાઓ ગુજરાતીમાં અપલોડ કરેલ છે. જેને તમે ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકશો.

Navratri Wishes in Gujarati

નવરાત્રીની શુભેચ્છા પાઠવવા માટેના આ ફોટોગ્રાફ અને લખાણ આપને ખૂબ ઉપયોગી થશે. તો ચાલો જોઈએ આ નવરાત્રીની શુભકામનાઓ. મોટા ભાગે આપને નવરાત્રીની શુભેચ્છા વાળા ઈમેજ કે સ્ટેટસ નામ કે લોગો  સાથે મળતા હોય છે. જેને અપલોડ કરવામાં આપણને સંકોચ થતો હોય છે અને આ માટે જ ગુજરાતના દિલમાં વસતા ઉત્સવનાની શુભકામના પાઠવતા ઈમેજ કોઈ પણ વોટરમાર્ક કે નામ વગર આપ ડાઉનલોડ કરી સકશો.

Navratri Shubhechha in gujarati 


શુભ નવરાત્રી
માં દુર્ગા, તમને એની નવ ભુજાઓ વડે
શક્તિ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ,
સફળતા, નિશ્ચિતતા અને સમૃદ્ધિ અર્પણ કરે
તેમજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના

Navratri wishes in gujarati
Navratri wishes in gujarati



Navratri wishes in gujarati
Navratri wishes in gujarati



Navratri Shubhechha in gujarati
Navratri Shubhechha in gujarati


Navratri Shubhechha in gujarati
Navratri Shubhechha in gujarati


Navratri Wishes in Gujarati with Images


આજથી પ્રારંભ થતી નવરાત્રીની
આપને તથા આપના પરિવારને
મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ
અને સંપતિ અર્પે એ જ મા ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...

Navratri Wishes in Gujarati with Images
Navratri Wishes in Gujarati with Images

Download



Navratri Status Gujarati

નવરાત્રીના તમામ દિવસોમાં તમે તમારા વ્હોત્સએપ સ્ટેટસ કે ઈન્‍સ્ટાગ્રામ સ્ટોરીમાં રાખી શકો તે માટે નવા નવા સ્ટેટસ ઈમેજીસ આપને ચોક્કસ ગમશે. આ તમામ સ્ટેટસ નવરાત્રીના પહેલા દિવસથી શરૂ કરીને નવમાં દિવસ સુધીના તમામ દિવસો માટે અલગ અલગ ગરબાના શબ્દો સાથે બનાવેલ છે. આ સ્ટેટસને તમે કોઈ પણ સંકોચ વગર શેર, ડાઉનલોડ અને રીપોસ્ટ કરી શકશો.

પહેલુ નોરતું

પ્રથમ નોરતાના દિવસે માતાનું શૈલપુત્રી સ્વરૂપની પુજા-અર્ચના કરવામાં આવે છે. તથા પહેલા નોરતાનો રંગ લાલ છે.


બીજુ નોરતું

બીજા નોરતાના દિવસે માતાનું બ્રહમચારીણી સ્વરૂપ પૂજાય છે. તથા નોરતાના બીજા દિવસનો કલર શાહી બલ્યુ છે.

ત્રીજુ નોરતું

નવરાત્રીના ત્રીજા દિવસે માતાનું ચંદ્રઘટા સ્વરૂપની પૂજા-અર્ચના થાય છે. ત્રીજા નોરતાનો રંગ પીળો છે.


ચોથું નોરતું

નવરાત્રીના ચોથા દિવસે માતાની કુષ્મુંડા સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તથા ચોથા નોરતાનો રંગ લીલો છે.

પાંચમું નોરતું

નવરાત્રીના પાંચમા દિવસે માતાનું સ્કંદમાતા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. તથા પાંચમા નોરતાનો રંગ ગ્રે છે.

છઠ્ઠું નોરતું

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાનું કાત્યાયની સ્વરૂપ પૂજાય છે. તથા છઠ્ઠા નોરતાનો રંગ કેસરી છે.

સાતમું નોરતું

નવરાત્રીના સાતમા દિવસે માતાનું કાલરાત્રી સ્વરૂપની પૂજા થાય છે. સાતમા નોરતાનો રંગ સફેદ છે.

આઠમું નોરતું

આઠમા નોરતાના દિવસે માતાના મહાગૌરી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. તથા નવરાત્રીના આઠમા દિવસનો રંગ ગુલાબી છે.

નવમું નોરતું

નવરાત્રીના નવમાં દિવસે માતાનું સિધ્ધિદાત્રી સ્વરૂપ પૂજાય છે. તથા નવમા નોરતાનો રંગ આકાશી વાદળી છે.

Navratri Status Gujarati

જ્યારે આપણે નવરાત્રીની વાત કરીએ અને ગરબાની વાત ના કરીએ તો વાત અધુરી જ રહી જાય. તો અમે પણ આપના માટે લાવ્યા છીએ ગુજરાતી ગરબા સાથેના સ્ટેટસ ઈમેજ.

ગરબો ગબર ગોખથી આવ્યો...
ગમ્મર ધૂમતો રે...
ગરબો ચાચર ચોકથી આવ્યો...
 ગમ્મર ઘૂમતો રે...

Navratri Status Gujarati
Navratri Status Gujarati



હે રંગલો,
જામ્યો કાલંદરીને ધાટ, છોગાળા તારા,
હો રે છબીલા તારા, હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ...

Navratri Status Gujarati
Navratri Status Gujarati



Garba Status Gujarati
Garba Status Gujarati



Navratri Status Gujarati
Navratri Status Gujarati


આવી નવલી નવરાત
હવે સખીઓ સંગાથ
લઈ હરખને હાથ,
જામશે રંગીલો રાસ...

Navratri Status Gujarati
Navratri Status Gujarati



Garba Status Gujarati
Garba Status Gujarati



છેલાજી રે...
મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોલા મોંઘા લાવજો...

Navratri Status Gujarati
Navratri Status Gujarati



Navratri Status Gujarati
Navratri Status Gujarati



Garba Status Gujarati
Garba Status Gujarati



Garba Status Gujarati
Garba Status Gujarati



અમે મૈયારાં રે...
ગોકુળ ગામના
મારે મહી વેંચવા ને જાવાં
મૈયારાં રે... ગોકુળ ગામનાં

Navratri Status Gujarati
Navratri Status Gujarati



Garba Status Gujarati
Garba Status Gujarati



આસમાની રંગની...
ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે,
માની ચૂંદડી લહેરાય...

Navratri Status Gujarati
Navratri Status Gujarati



Garba Status Gujarati
Garba Status Gujarati



Navratri Status Gujarati
Navratri Status Gujarati



આ તમામ નવરાત્રી સ્ટેટસ, નવરાત્રી શાયરી, નવરાત્રીની શુભેચ્છા, ગરબા સ્ટેટસ તમે ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકશો. તથા આપના મંતવ્યો, સુચનો કે આપના અભિપ્રાયો કોમેન્‍ટમાં આપવા વિનંતી છે.