આ પોસ્ટમાં આપને મળશે મહાશિવરાત્રીના સ્ટેટસ એટલે કે મહાશિવરાત્રીની શુભેચ્છા કે મહાશિવરાત્રીની શુભકામના.

Mahashivratri Status Gujarati | Maha Shivratri Gujarati Wishes

    આપણા શાસ્ત્રોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ થયેલ જોવા મળે છે. જેમાં ૧.કાળરાત્રિ (કાળી ચૌદસ) ૨.મોહરાત્રિ (જન્માષ્ટમી) ૩.મહારાત્રિ (મહાશિવરાત્રી). શિવરાત્રી એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. આમ તો દરેક સોમવાર ભગવાન શિવ એટલે કે દેવાધિદેવ મહાદેવનો આરાધનાનો દિવસ ગણાય છે. અને દર મહિનામાં (વદ ચૌદસના દિવસને) માસિક શિવરાત્રી ઉજવાય છે. પરંતુ વર્ષમાં શિવરાત્રિનો મુખ્ય તહેવાર કે જે વ્યાપક રૂપથી દેશભરમાં ઉજવાય છે જે વર્ષમાં ૦૨ વખત એટલે કે એક મહા માસમાં અને બીજો શ્રાવણ માસમાં આવે છે.

    મહા માસમાં ઉજવાતો શિવરાત્રીનો તહેવાર મહાશિવરાત્રી કહેવાય છે. મહા માસની કૃષ્ણપક્ષની ચૌદસ ના દિવસે ઉજવાતા આ તહેવાર પર શ્રધ્ધાળુઓ કાવડથી ગંગાજળ લઈ આવે છે અને ભગવાન શિવને સ્નાન કરાવે છે.

    જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહાવદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે. જેને આપણે ઉજવીએ છીએ.

મહાશિવરાત્રીની કથા

મહાશિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ સંંકળાયેલી છે.

સમુદ્રમંથન

સમુદ્ર મંથન વખતે નિકળેલ હળાહળનું શું કરવું તે પ્રશ્ન વખતે ભગવાન વિષ્ણું એ શિવજીનો સંપર્ક કરવા કહ્યું અને જ્યારે દેવોએ શિવજીનો સંપર્ક કર્યો ત્યારે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ધટના સાથે શિવરાત્રીને જોડવામાં આવે છે.

પ્રલય

સંસારના પ્રલયનો ભય તોળાય રહ્યો હતો તેવા વખતે પાર્વતીજીએ ભગવાન શિવજીની પૂજા કરી અને તેમણે જીવમાત્રનું રક્ષણ કરવા માટે પ્રાથના કરેલ. ત્યારે ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે,
"જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પુજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે."

ભગવાન શિવની પ્રિય રાત્રી

સૃષ્ટિ સર્જનનું કાર્ય પૂર્ણ થયા બાદ એક વખત દેવી પાર્વતીએ ભગવાન શિવને પુછ્યું કે તેમનો પ્રિય દિવસ ક્યો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ. ત્યારબાદ ભગવાન શિવની આ પસદની જાણ અન્ય દેવતાઓ તથા મનુષ્યને પણ થઈ.

ભગવાન શિવની આરામની રાત્રિ

એક અન્ય કથા મુજબ શિવરાત્રી એ સમય છે કે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર(ત્રણ કલાકના ગાળા) માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. 

ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ

મહાશિવરાત્રીના દિવસે નિરાકાર ગણાતા શિવજીએ આકર ધારણ કરી, જીવને મેળવી પૃથ્વી પર પ્પધરામણી કરી હોવાની માન્યતા છે. અને એટલે જ તો શિવરાત્રીએ જીવ અને શિવના મિલનનું પ્રતિક ગણાવાયું છે. આ દિવસે જ દ્વાપરયુગનો પ્રારંભ થયો હોવાનું અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ આ દિવસે જ પ્રગટ થયું હોવાની માન્યતા છે.

    મહા વદ ચૌદસના દિવસે આવતું આ મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે સાથે સાથે સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે. તો આ મહાદેવની સ્તુતીના તહેવારની શુભેચ્છા આપતા સ્ટેટસ પણ આપને જરૂર ગમશે.

Mahashivratri Status Gujarati


મહા શિવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ.
દેવાધીદેવ મહાદેવ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે,
એવી ભોળીયાનાથને પ્રાર્થના

Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati




Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati



હર હર મહાદેવ
ઓમ નમ: શિવાય
જય મહાદેવ
જય મહાકાલ
જય શિવ શક્તિ
સત્યમ શિવમ સુંદરમ
જય ભોલેનાથ
જય સદાશિવ
જય શિવ શંકર
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ
નમો નમ: નમ: નમ:
ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર.
મહા શિવરાત્રીની ખુબ ખુબ શેભેચ્છાઓ.

Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati




Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati



ઓમ નમ: શિવાય
મહાશિવરાત્રી પર્વની આપને તથા
આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ

Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati




ભોળા શંભુ આવે આપને દ્વાર,
સંગ લઈ પૂર્ણ પરિવાર,
કરે આપ પર ખુશીઓની બૌછાર,
આવે આપના જીવનમાં બહાર.
મહાશિવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati



Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati



Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati




દેવાધિદેવ મહાદેવ, જેના પર આ સૃષ્ટિ ચાલે છે,
કે જે સૌના પિતા છે, એ મહાદેવ ને સત સત નમન !
મહાશિવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

Mahashivratri Status Gujarati
Mahashivratri Status Gujarati



Mahashivratri Gujarati Wishes


જીવ અને શિવના મિલનના પ્રતીક સમા તહેવાર
મહા શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Mahashivratri Gujarati Wishes
Mahashivratri Gujarati Wishes





Mahashivratri Gujarati Wishes
Mahashivratri Gujarati Wishes




માનવને શિવ બનવાની પ્રેરણા તથા
સકલ સૃષ્ટિને શિવત્વનો સંદેશ આપતા તહેવાર
મહા શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Mahashivratri Gujarati Wishes
Mahashivratri Gujarati Wishes





Mahashivratri Gujarati Wishes
Mahashivratri Gujarati Wishes




અદ્દભુત છે તેમની માયા, અમરનાથમાં કર્યો છે વાસ,
નીલા રંગની છે તેમની છાયા, મારાં મનમાં તેમનો છે નિવાસ.

Mahashivratri Gujarati Wishes
Mahashivratri Gujarati Wishes




Mahashivratri Gujarati Wishes
Mahashivratri Gujarati Wishes




Mahashivratri Gujarati Wishes
Mahashivratri Gujarati Wishes







આ સિવાયના મહાદેવના સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે

Mahadev Gujarati Status


હવે પછી આવનાર તહેવારના સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે

Holi and Dhuleti Wishes in Gujarati