નવરાત્રી છઠ્ઠો દિવસ | Sixth Day of Navratri in Gujarati
નવરાત્રીના છઠ્ઠા દિવસે એટલે કે છઠ્ઠા નોરતે મા નું કાત્યાયની સ્વરૂપ પૂજાય છે. મા ના કાત્યાયની સ્વરૂપની છઠ્ઠા નોરતે સાધના-આરાધના કરવાથી રિધ્ધિ - સિધ્ધિ પ્રાપ્ત થાય છે. સર્વ મંગલમય કરનારા માના કાત્યાયની સ્વરૂપે દેવો, ઋષિઓ, મહર્ષિઓના કાર્યો કરવા અવતરણ કર્યું છે.
અસુરોના આંતક અને અત્યાચારથી ત્રાહિમામ બ્રહ્મા, વિષ્ણું અને મહેશે આ અસુરોનો વધ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરી એક મહાશક્તિનું અવતરણ કરાવ્યું અને તેની સાથે સાથે અન્ય અસુરોનો નાશ કરવા દરેક દેવોના અંશમાંથી અવતરીત એવી મહાશક્તિ એટલે મા કાત્યાયની.
આ દેવીની આરાધના સર્વ પ્રથમ મહર્ષિ કાત્યાયએ કરી હતી અને આ મા મહર્ષિ કાત્યાયની પુત્રી હોવાથી તેઓ કાત્યાયની નામે ઓળખાયા.
Sixth Day of Navratri Status Gujarati
છઠ્ઠા નોરતાની આપને શુભકામનાઓ...
ગરબો, આવ્યો રે રમતો રમતો,
માં નો ગરબો આવ્યો રે રમતો,
અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો રે આજ માનો ગરબો...
Sixth Day of Navratri Status Gujarati |
Navratri Gujarati Status |
છઠ્ઠા નોરતાના સ્ટેટસ
છઠ્ઠા નોરતાની આપને શુભકામનાઓ...
માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર, તું તો સુતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા કોડિયાં મેલાવ...
0 Comments
Post a Comment
Thanks For your review.