આ પોસ્ટમાં આપને મળશે સ્વામી વિવેકાનંદ નું જીવન અને સંદેશ આપને એક મધ્યમ પ્રકારના નિબંધ કે સ્પીચ સ્વરૂપે મળશે અને સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા સુવાક્યો અને સિધ્ધાંંતો આપને ફોટો સ્વરૂપે મળશે. જેને તમે બીજા નામે કે અંગેજી ભાષામાં Swami Vivekananda Essay in Gujarati તથા Swami Vivekananda quotes in gujarati, Swami Vivekanada Suvichar in Gujarati તરીકે સર્ચ કરી શકો છો.

Swami Vivekananda essay, Quotes, suvichar in gujarati | સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ

    સ્વામી વિવેકાનંદ એ સંત રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. સ્વામી વિવેકાનંદને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણાય છે. સ્વામી વિવેકાનંદજીને પરસ્પરઈ આસ્થા ઉભી કરવાનો તથા ૧૯ મી સદીમાં હિન્‍દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય જાય છે. અમેરિકામાં તેમના ભાઈઓ તથા બહેનોના સંબોધનથી સ્વામીજી વધુ જાણીતા બન્યા હતા. આ ભાષણ દ્વારા સ્વામીજીએ ૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મનું પ્રતિનીધીત્વ કર્યુ હતું. આધુનિક ભારતમાં હિન્‍દુ ધર્મના પુનરોદ્ધારમાં સ્વામીજીને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે.


Swami Vivekananda essay in gujarati


    સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ, સોમવારે કલકતા ખાતે થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્‍દ્રનાથ હતું. 

    પિતા વિશ્વનાથ દત્ત કલકતા હાઈકોર્ટમાં એટર્ની હતા અને તેમની ગણના ઉદાર વ્યક્તિ તરીકેની તથા સામાજિક અને ધાર્મિક બાબતોમાં પ્રગતીશીલ વ્યક્તિ તરીકે થતી હતી. અને માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા અને વારાણસીના વિરેશ્વર (શિવ)ને પુત્ર પ્રાપ્તિ માટે આરાધના કરતા હતા. એવું કહેવાય છે કે તેમને સ્વપ્ન આવ્યું હતું, જેમાં ભગવાન શિવએ તેમના પુત્ર તરીકે જન્મ લેશે તેમ કહ્યું હતું.

    સ્વામીજીના જીવનમાં પિતાએ બૌધ્ધિક રીતે અને માતાએ ધાર્મિક સ્વભાવથી સ્વામીજીની વિચારસરણી પર અસર પાડી હતી. સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે 
"મારા જ્ઞાનના વિકાસ માટે હું મારી માતાનો ઋણી છું." 
    યુવાનીના તબક્કા દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાન સાથે પરિચયમાં આવ્યા હતા. અને તેઓ કોઈ પણ વાત બૌધ્ધિક પુરાવા કે વ્યવહારિક ચકાસણી વગર માનતા નહીં. જ્યારે તેમના મનનો બીજો ભાગ ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાશક્તિ તરફ આકર્ષાતો હતો. યુવાન અવસ્થાએ તેઓએ જ્ઞાતિ અને ધર્મ આધારિત ભેદભાવો અને ધાર્મિક પાખંડો સામે અવાજ ઉઠાવ્યો હતો.

    સ્વામીજીએ તેમનો શરૂઆતનો અભ્યાસ ઘરે જ કર્યો હતો. ઈ.સ.૧૮૭૧ માં આઠ વર્ષની વયે તેઓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં જોડાયા હતા. અને ઈ.સ.૧૮૭૭ સુધી કે જ્યારે તેમના પરિવારને રાયપુર રહેવા જવું પડ્યું ત્યાં સુધી તેઓએ આ સંસ્થામાં જ અભ્યાસ કર્યો હતો. તેમને જુદા જુદા વિષયો જેવા કે તત્વજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, સાહિત્ય અને અન્‍ય વિષયો માં વિદ્વતા ધરાવતા હતા. તેઓ શાસ્ત્રીય સંગીતમાં ગાયકી અને વાદ્ય બન્નેના જણકાર હતા. સ્વામીજીએ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભગવદગીતા અને પુરાણોમાં ઉંડો રસ દાખવ્યો હતો. 

    ઈ.સ.૧૮૭૯ માં તેમનો પરિવાર કલકત્તા પાછો ફર્યો અને તેમણે તે સમયે પ્રેસીડેન્‍સી કોલેજની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ શ્રેણીના માર્ક મેળવ્યા હતા. તેઓ આટલા માર્ક મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી હતા. ઈ.સ.૧૯૮૧ માં તેઓએ જનરલ એસેમ્બલીસ ઈન્‍સ્ટીટ્યુશનમાં એડમીશન મેળવ્યું જે કોલેજ હાલમાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજ નામે ઓળખાય છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન ઈ.સ.૧૯૮૪ માં પૂર્ણ કર્યું. 

    બહ્મોસમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપૂજાને નકારતો અને સામાજિક તથા આર્થિક સુધારાને સમર્પિત હતો. સ્વામીજીની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બહ્મો સમાજે કર્યું હતું. સ્વામીજી બ્રહ્મોસમાજના આગેવાનો જેવા કે દેવેન્‍દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેનને મળ્યા તેમની સાથે ઈશ્વરના અસ્તિત્વ વિશે પ્રશ્નોત્તરી કરી પરંતુ તેમને સંતોષકારક જવાબો મળ્યા ન હતા.

    રામકૃષ્ણ પરમહંસ સાથે સ્વામીજીની પહેલી મુલાકાત ઈ.સ. ૧૮૮૧ માં થઈ હતી. રામકૃષ્ણ પરમહંસના માર્ગદર્શનના પાંચ વર્ષના લીધે સ્વામીજી એક બેચેન, મુંઝાયેલા અને અધીર યુવાનમાંથી એક પરિપક્વ યુવાન બન્યા કે જે ઈશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતા. 

    સતત પ્રવાસો, સળંગ વકતવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ તેમના સ્વાસ્થયનો ભોગ લીધો અને ૦૪ જુલાઈ, ૧૯૦૨ ના રોજ ધ્યાનાવસ્થામાં જ સ્વામીજીનું અવસાન થયું. જેને આપણે મહાસમાધી પણ કહી શકીએ છીએ. નરેન્‍દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદ પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા જે આ મુજબ હતું.
" તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો, તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો. પરમ શાંત બનો, પરંંતુ જ્યાં જરૂર જોય ત્યાં તમારા હૈયાને કઠણ બનાવી દો. " 

    આ તો વાત હતી સ્વામીજીના જીવનની પરંતું આ સિવાય પણ સ્વામીજીના અનેક સુત્રો કે સુવાક્યો છે. જે જીવનમાં ઉતારવા જેવા છે. 

Swami Vivekananda Gujarati Suvichar

ઉઠો, જાગો અને
ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
- સ્વામી વિવેકાનંદ

swami vivekananda gujarati suvichar
swami vivekananda gujarati suvichar



પોતાની જાતને નિર્બળ માનવી
એ સૌથી મોટું પાપ છે.
- સ્વામી વિવેકાનંદ

swami vivekananda gujarati suvichar
swami vivekananda gujarati suvichar
Download



Swami Vivekananda Quotes in Gujarati


જ્ઞાન એ પહેલેથી જ પ્રવર્તમાન છે.
મનુષ્ય માત્ર તેને શોધે છે.
સ્વામી વિવેકાનંદ

swami vivekananda quotes in gujarati
swami vivekananda quotes in gujarati




પ્રકૃતિના અસ્તિત્વનું એકમાત્ર કારણ
આત્માનું શિક્ષણ છે.

swami vivekananda quotes in gujarati
swami vivekananda quotes in gujarati




જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો,
ત્યાં સુધી ભગવાન પણ
તમારા વિશ્વાસ નહીં કરી શકે.

swami vivekananda quotes in gujarati
swami vivekananda quotes in gujarati
Download