આ પોસ્ટ માં આપને મળશે જીવન વિશેના ગુજરાતી વાક્યો (Gujarati Quotes on Life). આ ગુજરાતી જીવન વાક્યોને તમે ડાઉનલોડ તથા શેર પણ કરી શકશો. આ વાક્યોને આપણે અંગ્રેજીમાં Gujarati Life Quotes કહી શકીએ છીએ.

Gujarati Quotes on life | Gujarati Life Quotes

    મિત્રો આપનું સ્વાગત છે, અમે હાજર છીએ નવા ગુજરાતી ઈમેજ સાથે. માણસનું જીવન અનેક સંંબંધો, લાગણીઓ, વ્યવહાર, પૈસા અને ગુંચવણનું બનેલ હોય છે. દરેક વ્યક્તિ જીવનની કડવી હકીકત અને જીવનમાં બનેલ ઘટનાઓની યાદો સાથે જીવતો હોય છે. પોતાના જીવનમાં સંબંધનું મહત્વ, પૈસા અને સંબંધ વચ્ચે સપ્રમાણ જીવન જીવવા મથતા માણસોની લાગણીઓ આ પોસ્ટ મારફતે વ્યકત કરવાનો પ્રયત્ન કરેલ છે. 

    માણસ સામાજિક પ્રાણી છે. એટલે માણસને અન્ય માણસો સાથે સંંબધ તો રહેવાના જ અને આ સંંબધમાંથી જ માણસને પ્રેમ, હુંફ, લાગણી અને મિત્રતા મળતા હોય છે અને અમુક વખત દગો કે વિશ્વાસઘાત પણ મળતા હોય છે. પરંતુ જીવન જીવવા માટે હંમેશા આગળ વધવાનું જરૂરી બને છે. અને આવા સમયે પોતાની જાતને મક્કમતાથી રજુ કરવા માટે માનવી પોતાની લાગણી અને વિચારોને ઈમેજ કે વિડીયો મારફતે રજુ કરવા ઈચ્છતા હોય છે. ત્યારે આ ઈમેજ સ્ટેટસ આપને ખુબ ઉપયોગી થશે.

    જીવનમાં પૈસાનું ખુબ મહત્વ છે. એક મધ્યમ વર્ગીય માણસ પોતાના જીવનમાં પૈસા અને લાગણીઓ વચ્ચે સંતુલન સાધવા સતત પ્રયત્ન કરતો હોય છે. આવા સમય ઘણીવાર પોતાની આર્થિક જરૂરીયાતના પગલે તેનું પૈસા તરફી ઝુકાવ વધી જાય છે. જેના પરિણામે જીવનમાં ઘણા સામાજિક પ્રશ્નો સર્જાતા હોય છે.

    આ ગુજરાતી ઈમેજ જીવન વિશે જીવનની કડવી હકીકત અને જીવનમાં સંબંધનું મહત્વ, પૈસા અને સંબંધ વચ્ચે સપ્રમાણ જીવન જીવવા મથતા માણસોની લાગણીઓ આ પોસ્ટ મારફતે વ્યકત કરવાનો પ્રયત્ન કરેલ છે.

    આ ગુજરાતી જીવનના સુવિચારમાં કોઈ વોટરમાર્ક કે કોઈનું નામ લખેલ નથી. તમે આ ગુજરાતી જીવનના સુવાક્યોને ડાઉનલોડ, ફેસબુક પેજ કે ઈન્‍સ્ટાગ્રામ પેજ પર શેર કે પોસ્ટ કરી શકો છો.આ ગુજરાતી જીવન વિશેના સુવિચાર ને સારી ક્વોલીટીમાં ડાઉનલોડ કરવા માટે નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.


Life Status in Gujarati

છોડી દેવું તો સહેલું છે સાહેબ,
નિભાવવું જ અઘરું છે...!!

Life Status in Gujarati
Life Status in Gujarati




તમારી કમજોરી કોઈ દિવસ કોઈને ના કહેતા,
માનવ જાત છે ગમે ત્યારે ફાયદો ઉઠાવશે...!!

Life Status in Gujarati
Life Status in Gujarati




તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ
ક્યારેય પાછા નથી આવતા.

Life Status in Gujarati
Life Status in Gujarati




વિતાવશું તો ઉંમર છે,
પણ,
જીવશું તો જિંદગી છે.

Life Status in Gujarati
Life Status in Gujarati




વરસાદના છાંટા શીખવે છે કે
જિંદગીની સૌથી અદભુત ક્ષણો
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે.

Life Status in Gujarati
Life Status in Gujarati




સૌદર્યનું આયુષ્ય માત્ર જૂવાની સુધી
અને ગુણોનું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.

Life Status in Gujarati
Life Status in Gujarati




ખુશ રહેવા માટે બીજે વલખા મારવાની જરૂર નથી,
આનંદ તો અંતરમાં જ હોય છે...

Life Status in Gujarati
Life Status in Gujarati




જ્યાં સુધી લોકો પોતાના હક માટે લડશે નહીં ને
ત્યાં સુધી ભોગવવા તૈયાર રહેજો.

Life Status in Gujarati
Life Status in Gujarati




ઈચ્છાઓ પેટ્રોલની જેમ મોંધી થતી જાય છે..
અને ઉંમર આવકની જેમ ઘટતી જાય છે..!!

Life Status in Gujarati
Life Status in Gujarati




પૈસા અને જવાબદારીને બાદ કરતાં જે વધે
એનું નામ "જીવન".

Life Status in Gujarati
Life Status in Gujarati




Gujarati Quotes on Life

ભલે અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય,
પણ
હીરાના આભૂષણો પહેર્યા પછી,
દરેક વ્યક્તિ અરીસો શોધે છે.

Editorial Photography of : Hetal_Khandhla

Gujarati Quotes on Life Written on Gujarati lady hetal khandhala's image.
Gujarati Quotes on Life




માન્યું મંઝિલ મોકળી નથી મારી...
પણ મારગ મેં મન મૂકીને માણ્યો...

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




ભેગું એટલું જ કરવું જેટલું સંભાળી શકો,
મરણ પથારીએ નસીહતની જગ્યાએ
વસીયતની ચિંતા થાય તો જીવન વ્યર્થ છે..!!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે,
જ્યાં, અમૃત અને વિષ બન્ને એક સાથે રહે છે.
કોનો ઉપયોગ કરવો,
એ વ્યક્તિમાત્રના હાથમાં છે...!!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




ડીલીટ જેટલું જલ્દી થાય છે
તેટલું જલ્દી ડાઉનલોડ નથી થતું,
કારણ... સર્જનમાં સમય લાગે વિસર્જનમાં નહિ,
પછી તે કૃતિ હોય કે સંબંધ.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




હજારો પ્રશ્ન છે
જીંદગીમાં પણ...
જવાબ એક જ છે થઈ જશે.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




હજારો સપના અને આશાની
એક સાથે હત્યા એટલે સમાધાન...!!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




વિદ્યા વિનયથી શોભે છે,
વાણી રણકારથી શોભે છે,
માણસ સંસ્કારથી શોભે છે,
પણ જીવન તો
એકબીજા સાથે હળીમળીને રહેવાથી શોભે છે.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર  સાચો સમય બતાવે છે.
માટે કોઈ માણસને નકામો ન ગણવો.
કારણકે માણસ નહિં
માણસનો સમય ખરાબ હોય છે.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




સારા જરૂર બનવું
પણ,
સાબિત કરવાની મહેનત ન કરવી...

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life




વહેલું મોડું સમજાવાનું નક્કી છે
ત્યાં જાવું છે, જ્યાં જાવાનું નક્કી છે.
યાર ! ઉદાસી-ઉત્સવ નાખો ચૂલામાં
થઈને રહેશે જે થાવાનું નક્કી છે.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



પરિસ્થિતિ તમને સાચવી લે
તો તે તમારું નસીબ છે...
પણ પરિસ્થિતિને તમે સાચવી લો...
તો તે તમારી સમજણ છે...

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



દરેક સંબંધ કોઈને કોઈ દરવાજા ખોલી જાય છે,
કાં તો હ્વદય ના, કાં તો આંખો ના.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



મનુષ્ય બોલવાનું તો ૩ વર્ષની ઉંંમરથી શીખે છે,
પરંતુ ક્યારે, ક્યાં અને કેવું બોલવું જોઈએ,
એ શીખવામાં જીવન આખું વીતી જાય છે.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



જિંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ.
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



જીવનમાં બધુ સરળતાથી મળી જશે
એવા વહેમ તો રાખવા જ નહીં,
કારણ કે સુખ મેળવવા માટે
દુ:ખ તો કાયદેસર વેઠવું પડે છે.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



જીંદગીની ગાડી પણ અજીબ છે સાહેબ,
રફતારથી ચાલો તો અવરોધો આવે,
અને ધીમા ચાલો તો પાછળ રહી જાવ.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



સ્વાર્થી વ્યક્તિની ઓળખ તેની નજીક
આવ્યા પછી અને નિ:સ્વાર્થ વ્યક્તિની
ઓળખ તેને ગુમાવ્યા પછી થાય છે.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



કોઈને તમારી નથી પડી સાહેબ,
બધા રૂપ અને પૈસા જોઈને વાત કરે છે...!!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



જિંદગી જીવવું આસાન નથી
સંઘર્ષ વિના કોઈ મહાન નથી હોતું,
જ્યાં સુધી હથોડો વાગે નહિ
ત્યાં સુધી તો પથ્થર પણ
ભગવાન નથી બનતો !

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life



આ સિવાયના ગુજરાતી પોસ્ટ ડાઉનલોડ કરવા માટે