Dikari Shayari Gujarati | Dikari Status in Gujarati

Dikari Shayari In Gujarati | Dikari Status Gujarati
Dikari Shayari In Gujarati | Dikari Status Gujarati


Text of This Gujarati Shayari 

" પરાયા હોકર ભી કભી પરાઈ નહી હોતી,
શાયદ ઈસી લીએ, કભી પિતા સે
હસકર બેટી કી બિદાઈ નહી હોતી. "

Welcome friends, we are here with new Gujarati Dikari Shayari. In this Gujarati Dikari Shayari no water mark or not any text on this Dikari Shayari.Gujarati. you can feel free to download this and also feel free to share or post this on your facebook page and Instagram page. to  Download this click on Download button.

મિત્રો આપનું સ્વાગત છે, અમે હાજર છીએ એક નવા ગુજરાતી સુવિચાર સાથે. આ ગુજરાતી સુવિચારમાં કોઈ વોટરમાર્ક કે કોઈનું નામ લખેલ નથી. તમે આ ગુજરાતી સુવાક્યોને ડાઉનલોડ, ફેસબુક પેજ કે ઈન્‍સ્ટાગ્રામ પેજ પર શેર કે પોસ્ટ કરી શકો છો.આ ગુજરાતી સુવિચાર ને સારી ક્વોલીટીમાં ડાઉનલોડ કરવા માટે ઇમેજ નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

દીકરી એક એવું વ્યક્તિ કે જે ને કાંઈ જોતું જ નથી હંંમેશા આપવામાં, ત્યાગ કરવામાં અને જતું કરવામાં આગળ હોય તેવું એક પરિવારને ખુશખુશાલ બનાવતું વ્યક્તિત્વ એટલે દિકરી. દિકરી વિશે લખો તો ઘણું લખી શકાય પણ આજે આ પોસ્ટમાં અમે લાવ્યા છીએ દીકરી વિશેના ગુજરાતી સ્ટેટસ, દિકરી શાયરી, દીકરી સ્ટેટસ. 

Dikari Status in Gujarati 

દીકરી વિશેની પોસ્ટને લોકો વાર તહેવારે અને પોતાની દિકરીના જન્મદિવસ પર શોધતા હોય છે. પરંતુ ભાષાની વિશાળતાને લીધે લોકો જુદા જુદા શબ્દો દ્વારા શોધતા હોય છે. દિકરી વિશેના વિચારો કે સુવિચારો ને તમે કોઈ પણ નામે સર્ચ કરો પણ એની પાછળની લાગણી તો એક જ હોય છે અને એ લાગણી ભાઈ બહેનનો પ્રેમ, પિતા પુત્રી નો પ્રેમ એટલે કે બાપ દિકરીનો પ્રેમ બીજા શબ્દોમાં કહીએ તો પિતા પુત્રીનો પ્રેમ અને છેલ્લે કહીએ તો માતા પુત્રીનો પ્રેમ એટલે કે મા દિકરીનો પ્રેમ ની જ લાગણી હોય છે. 

જો દિકરીની પરિવારની અંદર મહતાની વાત કરીએ તો આપ સૌએ સાંંભળેલ કે વાંચેલ હશે તેવી આ પંક્તિ યાદ આવી જાય.

આળસ મરડીને ઊઠતી જાગતી,
બા-બાપુજીને રોજ પગે લાગતી.
બા ગાલે કાળું ટપકું કરતી,
કારણ કે એ નમણી લાગતી.
કાલુંધેલું બોલતી ફરતી,
ઝરણાં જેવી રમતી કુદરતી.
તોફાનમસતી ખુબ એ કરતી,
રિસાઈ દાદાની ગોદમાં સંતાતી.
વરસાદ માં એ ખુબજ ના તી,
કોરી થઈ ને ઘરે એ જાતી.
વ્હાલથી બાને બકકા ભરતી,
ખોળામાં બેસીને વાર્તા સાંભળતી.
ઘર આખાને એકતાંતણે બાંધતી,
દિકરા કરતા સવાઈ દીકરી થાતી.


આ પંકતિના અંતમાં કહ્યા મુજબ દીકરી દીકરા કરતા પણ સવાઈ નીકળે છે. અને તના જવલંત ઉદાહરણો એટલે કલ્પના ચાવડા, મિતાલી રાજે, જુલન ગૌસ્વામી, સાઈના નહેવાલ. આ સિવાય પણ દીકરીની મહતા રજુ કરતી બીજી પંક્તિઓ પણ આપને વાંચવા મળશે પણ તે પહેલા દિકરી વિશેની પોસ્ટ તેમના ડાઉનલોડ બટન સાથે જોઈ લઈએ.

દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહી,
દિકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર.

Daughter Quotes in gujarati language
Daughter quotes in gujarati





દીકરી એટલે એક વાક્યમાં....
" ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન "

Dikari suvichar in gujarati on Parents with daughter image
Dikari suvichar in gujarati





પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ
ભેગુ થાય ને આકાશમાં હેલી ચડે ને
વાદળી બંધાઈ જે આનંદ વરસે
એનું નામ "દીકરી"

Dikari status in gujarati language
Dikari status in gujarati





ઓછામાં ઓછા શબ્દમાં ખુશીનું વર્ણન કરવાની સ્પર્ધા હતી,
અને મેં લખી દીધું "મારી દીકરી"

Dikari status in gujarati language
Dikari status in gujarati





આંસુ અને દિકરી બંને સરખા છે,
આંસુ આવે છે વહી જવા માટે,
તો દિકરી પણ... 
કયાં આવે છે રહી જવા માટે ?

Dikari Shayari in Gujarati Language
Dikari Shayari in Gujarati



Daughter quotes in gujarati


આ ઉપરની દિકરી શાયરી ૦૧ થી ૦૫ આપને જરૂર ગમી હશે. અને આગળ વાત કરું તો દિકરી એટલે શું 

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી


સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી


મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી


બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી


પપ્પાનો તો જીવ છે દિકરી
મમ્મીનો એક હાથ છે દિકરી


ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
પપ્પા-મમ્મી ની ‘કોરલ’ દિકરી

ઉપરની પંકિત આપ સૌએ ક્યાંંક તો વાંચી જ હશે અને એ પંકિતમાં પણ દિકરીના વાણીથી લઈને વર્તન સુધીની વાત કરી છે. તો હવે આગળ દિકરી શાયરી જેવી જ પોસ્ટ ડાઉનલોડ બટન સાથે જોઈ લઈએ.


વહુએ ઘર માં પેહલી વખત પધરામણી કરી,
ત્યારે સસરાએ સાસુ ના કાનમાં ધીરે થી કહ્યું;
 "ધ્યાન થી જો,
ચેહરો બદલી ને દીકરી આવી છે,
બસ આટલું તું સમજી લેજે"

Dikari Suvichar in Gujarati language
Dikari Suvichar in Gujarati





ચાઇનીઝ લાઈટોથી તમે
ઘરમાં પ્રકાશ વધારી શકો ,
તમારું ઘર જગમગ તો ત્યારે જ થાય
જ્યારે   તમારા ઘરમાં "દીકરી" રમતી હોય.

Dikari Suvichar in gujarati language
Dikari Suvichar in gujarati





❛ ચાલને, માણસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
કેવી રીતે જળ પણ અહીં આંસુ બને એ જાણવા,
વહાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ. ❜

Dikari Shayari in Gujarati language
Dikari Shayari in Gujarati





રસ્તા પર એકલી "દીકરી"
મોકો નહિ જવાબદારી છે..!!

Dikari Quotes in gujarati language
Dikari Quotes in gujarati





તમારી નજરની તમને ખબર સાહેબ,
પણ મને તો દરેક સ્ત્રીમાં કોઈની બહેન કે
કોઈની દીકરી જ નજરે પડે છે..!!!

Dikari status in gujarati language
Dikari status in gujarati




દિકરી વિશેના સ્ટેટસ ૦૬ થી ૧૦ આપને ગમ્યા હશે એવી આશા રાખું છું. આગળ વધીએ તો દિકરી જેના ઘરે હોય તે કેટલા નસીબદાર હોય છે તે એક લગભગ તમે સૌએ વાંચેલ જ હશે તેવી પંકિત થી વ્યક્ત કરું છુંં.

જેને દીકરી હોય તે તો બહુ જ નસીબદાર હોય છે,
માં કરતા પણ પિતા ની લાડકી હોય છે,
પિતા નું તો એ સ્વાભિમાન હોય છે,


માં હમેશા ટોકતી હોય છે,
અને પિતા જીદ પૂરી કરતા હોય છે,


નાની હોય ત્યારે થી જ પિતા ની એકજ ઈચ્છા હોય છે,
કે મારે તો જન્મો-જન્મ બસ દીકરી જ જોઈએ છે,


પિતાની આંખોમાં દીકરી ના લગ્નના સપનાઓ હોય છે,
દીકરી માટે સારા છોકરાઓ એ કાયમ ગોતતા જ હોય છે,


દીકરી નું કન્યાદાન! એતો સૌથી મોટું પુણ્ય હોય છે,
આનાથી મોટું દાન આ દુનિયામાં ક્યાય ના હોય છે,


કલેજાના ટુકડા ને પોતાનાથી દુર કરવાનું જે દુ:ખ હોય છે,
એ દુ:ખ તો ફક્ત દીકરીના પિતા જ સમજતા હોય છે,


દુખ ભલે થાય તો પણ પરણાવી તો પડે છે,
પ્રેમ તો ઘણો હોય પણ દુનિયાની રીત નડે છે,
દીકરીની વિદાય એ જ સહુ થી કપરો સમય બને છે,


જેમાં દીકરી નો બાપ કિંકીર્ત્વ્ય્મુઢ બને છે,
ખુશ રેહેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,
ખુશ હસે કે નહિ એની ચિંતા તો આજીવન રહે છે,


એટલે જ કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,
ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી ને જ માંગજો…


દિકરીનું આપણા પરીવારમાં મહત્વ જોયા પછી હવે આગળ વધીએ તો દિકરી શાયરી ડાઉનલોડ કરી શકો એવી પોસ્ટ જોઈ લઈએ.

Dikari status in gujarati language
Dikari status in gujarati





ઈશ્વર એમની સૌથી નજીક હોય છે.  
એમને જ "દીકરી" આપે છે..!

Dikari Suvichar in Gujarati language
Dikari Suvichar in Gujarati





એક બાપ લગ્નમાં.. 
પોતાની દીકરી આપી દે છે ને,
લોકો ટેમ્પામાં જોવે છે.. 
તેના બાપે શું આપ્યું !!!

dikari kataksh status in gujarati language
Dikari Status in gujarati





મમ્મી, શું જમવાનું બનાવ્યું છે..?
થી મમ્મી, શું જમવાનું બનાવવું છે..?
ની વચ્ચે એક દીકરીની
આખી જિંદગી વિતી જાય છે..!!

dikari kataksh quotes in gujarati language
dikari quotes in gujarati





કોઈકની દીકરી સામે એ વિચારીને
મારી નજરો જુકાવી લઉં છું,
કે ભગવાને એક બહેન મને પણ આપી છે..!

Dikari Suvichar in Gujarati
Dikari Suvichar in Gujarati




તો આ દિકરીના સ્ટેટસની અહીંયા પૂર્ણ થાય છે તથા આ દિકરી વિશેની પોસ્ટનો અંત વખતે એક પંક્તિ રજુ કરવા માંગીશ. 

થાકી ગયી છું બધાથી બસ 
એકવાર તો હાથ પકઙી લે ને માં...
રઙવું છે બહું જ મારે તારો
આ હેતભર્યો ખોળો આપી દેને માં...
ખબર છે મને તારે આશ હતી દિકરાની, 
હું એક દિકરો પણ બની જઇશ, 
તું ફક્ત એકવાર પ્રેમથી હાથ ફેરવી દેને માં....


અને જતા જતા માત્ર એટલું જ કહેવા માંગીશ કે 


નાનપણ માં એને પારકી થાપણ કહેવામાં આવે છે...
થોડીક મોટી થાય ત્યારે મર્યાદામાં રહેવાનું કહેવામાં આવે છે..
લગ્ન કરીને સાસરે ગયા પાછી પિતાનું નામ  છોડવાનું આવે છે..
દર્દ એ સહીને પણ બાળકને પિતાનું નામ આપે છે...
સહેલું નથી સાહેબ આ ત્યાગ કરવું...

કોઈના બાપની દીકરી ને પરણીને લાવો તો ખુશ રાખજો.




દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં,
દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર.

Dikari Shayari In Gujarati
Dikari Shayari In Gujarati




પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ
ભેગું થાય ને આકાશમાં હેલી ચડે ને
વાદળી બધાઈ એ આનંંદ વરસે
એનું નામ " દીકરી "

Dikari Shayari In Gujarati
Dikari Shayari In Gujarati




વહુએ ધરમાં પહેલી વખત પધરામણી કરી,
ત્યારે સસરાએ સાસુના કાનમાં ધીરે થી કહ્યું;
" ધ્યાનથી જો,
ચહેરો બદલીને દીકરી આવી છે,
બસ આટલું તું સમજી લેજે "
Dikari Status Gujarati
Dikari Status Gujarati





Dikari Status Gujarati
Dikari Status Gujarati



રસ્તા પર એકલી " દીકરી "
મોકો નહિ જવાબદારી છે...!!
Gujarati Dikri Vishe Shayari
Gujarati Dikri Vishe Shayari




Gujarati Dikri Vishe Shayari
Gujarati Dikri Vishe Shayari




Gujarati Dikri Vishe Shayari
Gujarati Dikri Vishe Shayari




પિતા અને પુત્રીનો એક કમાલનો સબંધ છે.
પિતાને પુત્રી નું કંઇ લેવું જ નથી
અને પુત્રીને પિતા માટે બધુંજ આપી દેવું છે.



સુષ્ટિના સર્જનહારે આ સંબંધમાં
ખોબો ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે.
ગયા સાત ભવમાં જેણે પુણ્ય કર્યા હોય
એનેજ આ ભવમાં દીકરી મળે છે.





એક પિતાએ શું મસ્ત વાત કહી છે.
સુખ માં બધાનો સાથ જોઇએ
બાકી દુ:ખ માં તો મારી દીકરી જ કાફી છે.




તમારી દીકરીને એટલી આત્મનિર્ભર બનાવો 
કે જેથી કોઇ ધમકી આપતા પહેલા સો વાર વિચાર કરે.




દીકરી એટલે માત્ર ધરમાં જ નહી,
હોઠ,હૈયે અને શ્વાસમાં સતત વસેલી વસંત



કોઇ એ પૂછયું એક “દિકરી’ ના જીવન નો મુશ્કેલ ભાગ ક્યો ?
‘દિકરી’એ રડતા રડતા માત્ર એટલું જ કીધું કે લગ્ન પછી
પોતાના ધરમાં જ મહેમાન બની આવવુ તે...




ભાઇ માટે માંગેલી બહેનની દુઆ
કયારેય અધૂરી રહેતી નથી.




દિકરી ની જીદ સામે હારી જવાનો
આનંદ જ કંઇક ઓર છે.
જરા ધ્યાનથી જોશો તો ખબર
પડશે...
જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ 
તમારું જ પ્રતિબિંબ છે.





દીકરો બાપની મિલકતમાં ભાગ માંગે
પણ દીકરીતો એક રુપિયો પણ લીધા વિના
બન્ને હાથથી ભીંતમાં થાપા કરીને કહે કે
આજથી આ બધુંજ તમારું
લ્યો મેં દશેય આંગળીએ સહી કરી દીધી
આનું નામ "દીકરી"





"દીકરી"
માનવ ઇતિહાસનો 
આજ સુધીનો સૌથી 
સર્વોતમ શબ્દ





બધું જ પામીને છોડવા માટે અને
બધું જ છોડીને પામવા માટે જે 
જન્મી છે તેનું નામ દિકરી





દુનિયા નો નિયમ છે,
સૌથી વ્હાલી વસ્તુને કયારેક તો છોડવી જ પડે
એટલે તો
હિમાલયને નદીથી અને એક પિતાને દીકરી
થી અલગ થવું પડે છે.





દીકરો એટલે સુખડનો ટુકડો,
દીકરી એટલે કસ્તુરી.
બન્ને ને બરાબર સાચવી શકો તો
તે બન્ને જાતે ઘસાઈને સુવાસ ફેલાવે.





વર્ષોથી અધુરો રહેલો એક સળગતો પ્રશ્ન
મા-બાપનું ધર દીકરીનું પિયર કહેવાય
અને પતિનું ઘર એનું સાસરુ કહેવાય
દીકરી આખી ઉંમર શોધે
મારું ખુદનું ધર કયું કહેવાય ??





સ્ત્રીના ઘણા રૂપ છે,
પણ જે રૂપમાં સૌથી વધારે
આઝાદ અને પ્રસન્ન રહે છે,
તો એ છે દીકરી,




બધાં ઘરમાં એક દીકરી હોવી બહું જરૂરી છે સાહેબ,
કેમ કે એ માણસને ખબર તો પડે કે
પોતાની દીકરી રડે છે ને તો કેટલી તકલીફ થાય છે.
બીજાની દીકરીને દુ:ખ આપતા પહેલા
તમે વિચાર કરશો.
એ પણ કોઈકની દીકરી છે.






હજારો ફુલડાઓની સુગંધ 
પણ ઝાંખી પડે મારી ઢીંગલી,
આંગણે મારા તું રમતી હોય ને તો 
ખુદ આંગણું પણ મધમધતું અત્તર થઈ જાય.




દીકરી શૈશવમાં સપના જોયેલી પરી,
સદેહે અવતરી થઈ દીકરી.




દીકરી જુઈની નાજુક કળી,
પ્રભુજીને ચડાવેલાં ફુલોની અવેજીમાં મળી.





દીકરી દાદાની આંખો પર 
કૂણાં કૂણાં હાથ દાબે
જાણે પોપચાં પર પવન મૂક્યો
ફૂલોની છાબે શીતળ, સુગંધીત, 
તાજગી ભરી લહેરખી 
મીંચાયેલી આંખોથી પણ ઓળખી.





સ્વર્ગની એક-એક દેવીની ઝલકમાં દીકરી છે,
સુખડ – ચંદન ને કુમ-કુમના તિલકમાં દીકરી છે.
ધરનાં સૌ માટે જાદુની છડી છે દીકરી,
ઘરનાં સૌ માટે સ્વર્ગને ધરમાં લાવનાર છે દીકરી,
ઉપવનમાં ખીલેલું ગુલાબ છે દીકરી,
રણમાં તરસ છીપાવતું પાણી છે દીકરી,
સુર્યનું પહેલું કોમળ કિરણ છે દીકરી,
ચંદ્રની શીતળ ચાંદની છે દીકરી,
સંગીતનો પહેલો સૂર છે દીકરી
બીજીતો શું ઉપમા આપું,
કાળજાને ઠંડક દેતું અમૃત છે દીકરી...



આમ, તો દિકરીનું મહત્વ આપણા જીવનમાં કાયમી રહેવાનું છે અને આપણે આ ભાગદોડ ભરી જીંદગીમાં દીકરીને કાયમી યાદ ન કરી શકીયે કે તેના પ્રત્યે લાગણી વ્યકત ન કરી શકીએ તેવું બને. પરંતુ તે માટે અમે બનાવ્યા છે Daughter Status in Gujarati. કે જે વ્હોત્સએપ સ્ટેટસની સાઈઝના હોવાથી સરળતાથી અપલોડ કરી શકાય. આ દિકરી વિશેના વ્હોત્સએપ સ્ટેટસ તમે ડાઉનલોડ તથા શેર કરી શકશો.

Daughter Status in Gujarati

એ એનાં બાપની એક જ દીકરી હતી...
અને સાસરા વાળા કહે છે,
" તારા બાપે આપ્યું છે જ શુ !"

Daughter Status in Gujarati



એક દિકરીને એના પપ્પાના આંગણામાં
પગ મૂકતા જે ખુશી મળે છે,
એવી ખુશી તો એને આખી દુનિયામાં
કોઈ ના આપી શકે.

Daughter Status in Gujarati




"સાસરીયે" વાસણ ધસતી "દીકરી" ના
હાથ "ક્ષણીક" થંભી ગયા...
"આણામાં" આવેલ તપેલી પર
"પિતા" નું "નામ" જોઈને...

Daughter Status in Gujarati




એક બાપ લગ્નમાં...
પોતાની દિકરી આપી દે છે ને,
લોકો ટેમ્પામાં જોવે છે..
તેના બાપે શું આપ્યું !!!

Daughter Status in Gujarati
Download