આ પોસ્ટમાં આપને મળશે આપણી માતૃભાષા ગુજરાતીની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ અને ઈમેજીસ.
[21 February] Mother Language day Gujarati Wishes | Matrubhasha divas Gujarati Images
માતૃભાષા એટલે કે વ્યક્તિની મૂળ ભાષા કે જન્મથી શીખેલી ભાષા. આપણે સૌ ગુજરાતીઓમાં(ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા વ્યક્તિઓ) મોટાભાગે આપણી માતૃભાષા ગુજરાતી જ હોય છે. અને આવી આપણી વ્હાલી ગુજરાતી ભાષામાં માતૃભાષા દિવસની શુભકામના પાઠવતા સ્ટેટસ આ પોસ્ટના માધ્યમથી આપની સમક્ષ રજુ કરેલ છે. અને આ રજુ કરતા પહેલા ગુજરાતી હોવાનું ગર્વ અનુભવ થાય એવી વિનોદ જોષીની એક પંક્તિ રજુ કરીશ.
હું એવો ગુજરાતી જેની
હું ગુજરાતી એજ વિચારે
ગજ ગજ ફુલે છાતી.
 |
Matrubhasha Divas Gujarati Wishes |
 |
Matrubhasha Divas Gujarati Wishes |
આ સિવાય પણ તમને ગુજરાતી ભાષાની માતૃભાષાની મહાનતા વ્યક્ત કરતી પંક્તિઓ સ્ટેટસ સ્વરૂપે જોવા મળશે. જેને તમે અંગેજી ભાષામાં Mother Language day Gujarati Wishes અને મેસેજ વાળી અંગેજીમાં Matrubhasha Divas Gujarati Images પણ કહી શકો.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે જાગૃતિ લાવવા અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે
૨૧ ફેબ્રુઆરી એ ઉજવવા યુનેસ્કો દ્વારા ૧૭ નવેમ્બર,૧૯૯૯ થી જાહેર કરેલ છે. અને ત્યારબાદ દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દિવસ ૨૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. જેને યુનાઈટેસ નેસન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ નં.
૫૬/૨૬૨ થી માન્યતા આપવામાં આવી. માતૃભાષા દિવસની ઉજવણીએ વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણની પહેલનો એક ભાગ છે.
૨૧ ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવા પાછળનું કારણ
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી માટે ૨૧ ફેબ્રુઆરી જ શા માટે ? આવો સવાલ થવો સ્વાભાવિક છે. તો તેનું કારણ છે કે ઈ.સ.૧૯૪૭માં ભારતથી અલગ થયેલ પાકિસ્તાનના બે ભાગ પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) અને પશ્વિમ પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન) હતા. જેમાં પાકિસ્તાન દેશ દ્વારા બંગાળી ભાષીઓની બહુમતી હોવા છતા પણ ઈ.સ.૧૯૪૮માં પાકિસ્તાનની એક માત્ર રાષ્ટ્રીય ભાષા તરીકે ઉર્દુ ભાષાને જાહેર કરેલ. ઈ.સ.૧૯૪૮ વખતે પૂર્વ પાકિસ્તાનમાં (હાલના બાંગ્લાદેશમાં) પશ્વિમી પાકિસ્તાનની તુલનાએ વસ્તી વધારે હતી અને મોટા ભાગના પૂર્વ પાકિસ્તાનના લોકોની માતૃભાષા બંગાળી હતી. પૂર્વ પાકિસ્તાનના લોકો દ્વારા ઉર્દુ ઉપરાંત બંગાળી ભાષાને પણ રાષ્ટ્રીયભાષા જાહેર કરવાની માંગ કરી. બંગાળીને પણ રાષ્ટ્રીયભાષા જાહેર કરવાની પ્રથમ માંગ પૂર્વ પાકિસ્તાન તરફથી ધીરેન્દ્રનાથ દત્ત દ્વારા પાકિસ્તાનની બંધારણ સભામાં ૨૩ ફેબ્રુઆરી, ૧૯૪૮ ના રોજ કરી.
વિરોધને દાબી દેવા માટે સરકારે કોઈ પણ પ્રકારની જાહેરસભા અને રેલીઓ કરવા પર પ્રતિબંધ મુક્યો પરંતુ ઢાંકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરેલ રેલી પર ૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૮ ના રોજ પોલીસે ગોળીબાર કર્યો. જેમાં અબદુસ સલામ, અબુલ બરકત, રફીકઉદ્દીન અહેમત, અબ્દુલ જબ્બર અને શફીઉર રહેમાન મૃત્યુ પામ્યા અને સેંકડો લોકો ઘાયલ થયા. ઈતિહાસમાં આ એક દુર્લભ ઘટના હતી કે જ્યાં લોકોએ તેમની માતૃભાષા માટે શહીદી વહોરી હતી. જેમની યાદમાં ત્યાં શહીદ મીનાર બંંધાવવામાં આવેલ છે.
આ ભાષાપ્રેમી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કો દ્વારા આતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાનો નિર્ણય લેવાયો.
Matrubhasha divas Gujarati Wishes
આપણે ગુજરાતી ભાષા માટે આવો કોઈ સંધર્ષ કરવો પડેલ નથી. જે આપણા નસીબ છે. તો સાથે સાથે આપણે ગુજરાતી ભાષાની સુંદર રચનાઓ કવિના નામ સાથે જોઈએ.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
- અરદેશર ફરામજી ખબરદાર
 |
Matrubhasha Divas Gujarati Wishes |
 |
Matrubhasha Divas Gujarati Wishes |
 |
Matrubhasha Divas Gujarati Wishes |
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
- અરદેશર ફરામજી ખબરદાર
 |
Matrubhasha Divas Gujarati Wishes |
 |
Matrubhasha Divas Gujarati Wishes |
 |
Matrubhasha Divas Gujarati Wishes |
Matrubhasha divas Gujarati Images
આ જે, વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોઈ ગુજરાતી નથી.
- ખલીલ ધનતેજસ્વી
 |
Matrubhasha Divas Gujarati Images |
 |
Matrubhasha Divas Gujarati Images |
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
- ઉમાશંકર જોશી
 |
Matrubhasha Divas Gujarati Images |
 |
Matrubhasha Divas Gujarati Images |
રૂડી રઢિયાળી મદમાતી,
ભાષામાં એક ભાષા
મળતાં મળતાં
મળી ગઈ ગુજરાતી.
- ફિલીપ ક્લાર્ક
 |
Matrubhasha Divas Gujarati Images |
 |
Matrubhasha Divas Gujarati Images |
આ ગરવી ગુણવંતી ગુજરાતી ભાષા
જે સર્વદા મધુર મૃદુને મિષ્ટભાષા.
- જયંત જી. ગાંધી (કુસુમાયુધ)
 |
Matrubhasha Divas Gujarati Images |
 |
Matrubhasha Divas Gujarati Images |
આ સિવાયની સુવિચાર, શાયરી અને સ્ટેટસના પોસ્ટ વાંચવા માટે અમારી સાઈટની મુલાકાત લેતા રહેવા વિનંંતી.
0 Comments
Post a Comment
Thanks For your review.