આ પોસ્ટમાં આપને મળશે ગુજરાતીમાં શીતળા સાતમની શુભકામના પાઠવતા સ્ટેટસ તથા શીતળા સાતમની વ્રત કથા. Shitala satam wishes in gujarati ને તમે ડાઉનલોડ તથા શેર પણ કરી શકશો.

Shitala Satam Gujarati Wishes | Sheetala Satam ni varta gujarati

જય શીતળામાં, આપણે સૌ શીતળામાતાનો તહેવાર શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ આમ બે વખત જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે ઉજવીએ છીએ.

Shitala Satam Gujarati Wishes

જય શીતળા માતા
શીતળા સાતમના પવિત્ર તહેવારે
મા ભગવતી શીતળા તમને બધાને સ્વસ્થ રાખે
તેમજ અપાર સુખ અને સમૃદ્ધિ આપે
એવી શુભકામના સાથે તમને બધાને
શીતળા સાતમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


આ હતા શીતળા સાતમની શુભકામના પાઠવતા સ્ટેટસ હવે જોઈએ શીતળા સાતમના વ્રતની વ્રતકથા.

Sheetala Satam ni varta Gujarati

કંચનપુર નામના નગરમાં સયુંકત કુટુંબમાં સાસું – દેરાણી – જેઠાણી બધા સાથે રહેતા હતા. બંને વહુઓને ધરે દેવ જેવા એક – એક દિકરા હતા. પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી. જયારે નાની વહુ ભોળી, સ્નેહાળ અને બોલકી હતી.

શ્રાવણમાસ આવ્યો અને રાંધણ છઠ્ઠનો દિવસ આવ્યો.
સાસુએ નાનીવહુને રસોઈ કરવા બેસાડી, વહુને રાંધતા-રાંધતા મોડું થઈ ગયું, રાતના બાર વાગી ગયા.
ધોડિયામાં સુતેલો દિકરો જાગી રડવા લાગ્યો. આથી નાની વહુ કામ છોડીને દિકરાને લઈને જરા સુતી પણ થાકના કારણે તે સુતાની સાથે જ ઊંધી ગઈ. અને ચુલો સળગતો હતો.

મધરાત્રે શીતળામાં ફરવા નીકળ્યા ફરતાં-ફરતાં તેઓ નાની વહુના ધરે પહોંચીયા ત્યાં પણ શીતળામાં ચુલામાં આળોટવા લાગ્યા.
શીતળામાંને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાય લાગી, તેઓનું શરીર દાઝી ગયું, આથી તેમણે ક્રોધમાંને ક્રોધમાં નાની વહુને શ્રાપ આપ્યો : “જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો!”

નાની વહુએ સવાર ઉઠી ને જોયું તો તેનો ચુલો સળગતો હતો અને પડખામાં સુતેલો પોતાનો દિકરો બળીને રાખ થઈ ગયો હતો.
નાની વહુ ચોધાર આસુંઓએ રડવા લાગી.તેને એ જાણ તો થઈ ગઈ કે તેની ઉપર જરૂર શીતળામાંનો કોપાયમાન થયા છે. અને તે તેના દોષમાં આવી છે. અને માતાએ શ્રાપ આપ્યો છે. એ રડતી- રડતી સાસુમાંપાસે પહોંચી અને બધી વાત કરી. સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુ ને આશ્વાસન આપતા કહ્યું : “ વહુ શાંત થાવ, શાંતિ રાખો “શીતળામાં પાસે જઈને તારા દિકરાનું જીવન માંગજે, માં તો પરમ દયાળુ છે. તેની પાસે જઈ આજીજી કરજે. માં જરૂર તારા પર કૃપા કરશે.”

નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા, છોકરાને ટોપલામાં નાખી શીતળામાંની શોધમાં નીકળી પડી. જંગલ, વગડા ખુંદતી જાય છે. અને માંનુ રટણ કરતી જાય છે.

રસ્તામાં બે તલાવડી આવી. આ તલાવડીના પાણી ભળી જતાં હતાં બંને છલાછલ ભરેલી હતી, પાણી નિર્મળ હતું છતાં, તેનું પાણી કોઈ મનુષ્ય કે પક્ષી, પ્રાણી પીતા ના હતા અને પીવે તો તરત મૃત્યુ પામતા હતા.
નાની વહુને જોઇ તલાવડી બોલી, “બહેન! તું કયાં જાય છે?”
નાની વહુ બોલી: “હું શીતળામાં પાસે જાઊં છું શ્રાપનું નિવારણ કરવા તેમના કોપથી મારો દિકરો મૃત્યુ પામ્યો છે.”
એટલે તલાવડી બોલી બહેન અમે એવા ક્યાં પાપ કર્યા છે. કે અમારું કોઇ પાણી પીતું નથી અને પીવે છે. તો મૃત્યુ પામે છે. અમારા પાપનું નિવારણ પુછતી આવજે.
નાની વહુ હંકારમાં માથું હલાવી આગળ ચાલી.

નાની વહુને આગળ જતાં બે આખલા મળ્યાં તેની ડોકે ધંટીના પડ બાંધેલા હતા. અને તે બંને લડયાં જ કરતાં હતાં.
વહુને જોઈ આખલા બોલયાં : “બહેન ! તું ક્યાં જાય છે? ” નાની વહુ એ કહ્યું “ હું શીતળામાંના શ્રાપનું નિવારણ કરવા જાઊં છું”
આખલા એ કહ્યું,:” બહેન અમે એવા ક્યાંપાપ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરી એ છીએ. અમારા પાપનું નિવારણ પુછતી આવજે.”
નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી.

થોડે આગળ જતાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે ડોશીમાંના વાળ ખુલ્લા છે અને બે હાથે ખંજવાળે છે.
નાની વહુને જોઈ બોલ્યા :”બહેન! તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે. ટોપલામાં શું ભરીને જાય છે”
નાની વહુ તેની પાસે ગઈ અને સધળી વાત કરી. પણ ડોશીમાં એ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહ્યું : “બહેન! મારું માંથુ જોઈ આપને કયારની જુઓ હેરાન કરે છે.”
વહુ તો દયાળુ હતી. તેને ઉતાવળ તો હતી. પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જૂઓ વીણવા બેઠી! થોડીવાર થઈ અને ડોશીમાંને માંથાની ખંજવાળ મટી ગઈ.
ડોશીમાં એ તેને આશીર્વાદ આપતા કહ્યું : “જેવું મારું માથું ઠર્યું, એવું તારું પેટ ઠરજો ! ”

ચમત્કાર થયો ડોશીમાંના ખોઅળામાં રહેલો છોકરો હસવા-રમવાં લાગ્યો. વહુને પણ ધણું જ અચરચ થયું તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં, શીતળામાતા જ છે. તે તુંરત તેમના પગમાં પડી ગઈ અને કાલાવાળા કરવા લાગી.
પછી વહુએ તલાવડી ઓના શ્રાપનું નિવારણ પૂછયું શીતળામાં એ કહ્યું.” દિકરી ! પુર્વ જન્મમાં તે બંને શોક્યો હતી અને રોજ ઝગડયા કરતી હતી.કોઈને પણ કઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેળસેળ કરીને આપે. છાસમાં પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું તેમનું પાણી પીજે. એટલે તેમનો શ્રાપ દુર થઈ જશે.

એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પુછ્યું શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું : “દિકરી ! ગયા જન્મમાં એ બન્ને દેરાણી-જેઠાણી હતા. બન્ને સ્ત્રીઓ ઈર્ષાળું હતી તે કોઈનેય દળવા-ખાંડવા દેતી ન હતી. આથી આ બન્ને આ જન્‍મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે. તું જઈને તેની ડોકેથી ઘંટીના પડ છોડી દેજે. તેમનું પાપ દુર થઈ જશે.”

નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈ પાછી ફરી. તેને પહેલા આખલા મળ્યા વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ છોડી તેમને પાપ મુક્ત કર્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા.

આગળ જતાં વહુ તલાવળી પાસે પહોંચી અને શીતળામાના કહ્યાં પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવળીમાંથી પાણી પીધું આથી તેના શ્રાપનું નિવારણ થયું અને બધા તેનું પાણી પીવા લાગ્યા.

વહુ ખુશ થઈને પોતાના હસતાં રમતાં છોકરાને લઈને ઘરે આવી પહોંચી, જીવતા છોકરાને જોઈને સાસુમાં ખુશ થઈ ગયા, પણ જેઠણી ઈર્ષ્યાથી બળવા લાગી.

સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો.
રાંધણ છઠ્ઠનો દિવસ આવ્યો, જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થાય. તે પણ રાત્રે ચુલો સળગતો રાખી સુઈ ગઈ.

મધરાત થતા શીતળામાં ફરતાં ફરતાં જેઠાણીના ધરે આવી પહોંચ્યા અને ચુલામાં આળોટ્યા, આથી એમનું શરીર દાઝી ગયું. 
માએ કોધ્રયમાન થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો ! બીજા દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો.

આ બનાવથી જેઠાણી દુ:ખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નિકળી.

રસ્તામાં જતાં તેને પણ તલાવળીએ નાની વહુને પુછ્યું હતું તેમ પુછ્યું, પરંતુ જેઠાણીએ મોં બગાડતા કહ્યું : “તમારે શી પંચાત છે? જોતી નથી મારો દિકરો મરી ગયો છે, તે હું શીતળામાં પાસે જાઉ છું.” તલાવળીઓએ કહ્યું : ‘બેન અમારું પણ કામ કરતી આવજે ને !’
જેઠાણીએ ધડ દઈને ‘ના’ કહી ત્યાંથી આગળ ચાલતી થઈ ગઈ. 

        આગળ જતાં પેલા બે આખલા મળ્યા. તેને પણ જેઠાણીને કામ કરવા કહ્યું. પરંતુ જેઠાણીએ તેને પણ ના સંભળાવી દીધી.
આગળ બોરડીના ઝાડ નીચે ડોશી સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા. તેણે પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું. આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું હું કાંઈ તારા જેવી નવરી નથી. તે તારું માથું જોવા બેસું ? જોતી નથી મારો દિકરો મરી ગયો છે તે ?

આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ, ક્યાંય શીતળામાં ન મળ્યાં ! જંગલમાં સવાર-સાંજ ભટકી પણ શીતળામાં ન મળ્યા.આથી રડતી-કકડતી છોકરાને મરેલો લઈ ઘરે પાછી ફરી.
“ હે શીતળા મા ! જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. ”
જય શીતળા મા