Tiranga Information, Status, Quotes and Shayari in Gujarati । ત્રિરંગા વિશે માહિતી, સ્ટેટસ, સુવાક્યો અને શાયરી
આ પોસ્ટમાં તમને મળશે ભારતના રાષ્ટ્રધ્વજ વિશેની સંપૂર્ણ માહિતી તથા રાષ્ટ્રધ્વજ વિશેના સ્ટેટસ, રાષ્ટ્રધ્વજ વિશે શાયરી અને રાષ્ટ્રધ્વજ સુવાક્યો. આ તમામ તિરંગા વિશેની વિગતો, તિરંગા શાયરી, તિરંગા સ્ટેટસ ને તમે ડાઉનલોડ તથા શેર પણ કરી શકશો.
Indian Flag Tiranga Information in Gujarati
ભારતનો રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ અને લીલો એમ કુલ ત્રણ રંગ તથા વચ્ચે વાદળી રંગનું અશોકચક્ર ધરાવે છે. દરેક દેશના ધ્વજ જુદા જુદા નામે ઓળખાય છે. જેમકે ઈંગ્લેન્ડનો ધ્વજ યુનિયન જેક તરીકે ઓળખાય છે. એજ રીતે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગા ના નામે ઓળખાય છે. તથા વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા એ ગીત આપણા તિરંગાને સમર્પિત છે.
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
ઝંડા ઉંચા રહે હમારા...
 |
Indian Flag Status Gujarati |
તો ચાલો આપણા રાષ્ટ્રધ્વજની વિશેષતા જાણી લઈએ.
૧. ભારતના રાષ્ટ્રધ્વજમાં લંબાઈ તથા પહોળાઈનો ગુણોતર ૩:૨ છે.
૨. ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા એમ કુલ ત્રણ રંગના સરખા માપના પટ્ટાઓ તથા સફેદ પટ્ટામાં વચ્ચે વાદળી રંગનું ચોવીસ આરા વાળું અશોકચક્ર આવેલ છે.
૩. ભારતના તિરંગામાં રહેલ કેસરી રંગ શક્તિનું પ્રતિક છે. સફેદ રંગ શાંતિનો પ્રતિક છે. જ્યારે લીલો રંગ સમૃદ્ધિનો પ્રતિક છે.
૪. ત્રિરંગાની સફેદ પટ્ટીમાં વચ્ચે આવેલ ૨૪ આરા ધરાવતું ચક્ર છે જે અશોકના સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવેલ છે.
૫. સ્વતંત્રતા પહેલા રાષ્ટ્રધ્વજ બનાવવાના અને ફરકાવવાના અનેક પ્રયત્નો થયા. અને અનેક ડિઝાઈનો બની તથા સ્વતંત્રતા પછીના ભારતનો હાલનો ધ્વજ કઈ રીતે બન્યો તે ચાલો જોઈએ.
૬. વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા... આ ગીત આપણા તીરંગાને સમર્પિત છે જે ગીત શ્યામલાલ ગુપ્ત પાર્ષદ દ્વારા ૧૯ ફેબ્રુઆરી, ૧૯૩૮ ના રોજ રચવામાં આવેલ છે અને આ ગીતને ઈ.સ.૧૯૩૮ ના હરિપુરા(સુરત) ખાતેના કૉંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષશ્રી સુભાષચંદ્ર બોઝએ ઝંડા ગીત કે ધ્વજ ગીત તરીકે સ્વીકૃતિ આપી હતી.
૬. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડીઝાઈન નક્કી કરવા 'ઝંડા સમિતિ' ની રચના કરવામાં આવી. ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા અને સ્વતંત્રતા પછી "પિંગલી વેકૈયા" દ્વારા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન બનાવવામાં આવી હતી.
૭. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ૨૨ જુલાઈ, ૧૯૪૭ ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો.
૮. રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા "ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨" બનાવવામાં આવી છે. જે અનુસાર સામાન્ય નાગરિકો, ખાનગી સંંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી શકે છે, પરંતુ તેનો અનાદર ન થવો જોઈએ.
સર્વોચ્ચ અદાલતના નિર્દેશ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ બંધારણના અનુચ્છેદ-૧૯(આઈ)(એ) અંતર્ગત આવતો મૂળભૂત અધિકાર છે.
Tiranga Status in Gujarati
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
ઝંડા ઉંચા રહે હમારા...
ગલી ગલી મેં નારા હૈ,
હિન્દુસ્તાન હમારા હૈ...
 |
Tiranga Status in Gujarati |
મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ અને
હ્રદયમાં ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.
 |
Tiranga Status in Gujarati |
પુરી દુનિયા કો હમેં દિખાના હૈ,
આજ કા દિન સિર્ફ હમારા હૈ...!
 |
Tiranga Status in Gujarati |
Tiranga Quotes Gujarati
ભારત દેશની આન બાન શાન
તિરંગો
વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે,
તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે.
Indian Flag Quotes Gujarati
ભારત દેશની આન બાન શાન
તિરંગો
 |
Indian Flag Quotes Gujarati |
છે તિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ,
ભારત ભાગ્ય વિધાતાની આન, બાન, શાન.
 |
Indian Flag Quotes Gujarati |
 |
Indian Flag Quotes Gujarati |
Indian Flag Status Gujarati
વો જિંદગી હી ક્યાં જિસમેં દેશભકિત ના હો,
ઔર વો મોત હી ક્યા જો તિરંગે મેં ના લિપટી હો.
 |
Indian Flag Status Gujarati |
 |
Indian Flag Status Gujarati |
Indian Flag History in Gujarati
૧. સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ સ્વામી વિવેકાનંદજીના શિષ્યા સિસ્ટર નિવેદિતાએ ઈ.સ. ૧૯૦૪ થી ૧૯૦૬ વચ્ચે બનાવેલ હતો. જેમાં પીળો અને લાલ રંગ સામેલ હતો. આ ધ્વજમાં વજ્ર તથા બંગાળી ભાષામાં બંદે માતોરમ લખેલ હતું.
૨. ત્યારબાદ આ ઝંડો બંગાળના ભાગલાના વિરોધ સમયે ઈ.સ.૧૯૦૬ માં બનાવવામાં આવ્યો હતો. આ ધ્વજને કોલકતા ધ્વજ તરીકે ઓળખવામાં આવ્યો.
આ ધ્વજમાં ટોચ પર વાદળી વચ્ચે પીળો અને તળિયે લાલ રંગનો પટ્ટો હતો. જેમાં ટોચના વાદળી પટ્ટામાં જુદા જુદા માપના ૮ તારા બનાવવામાં આવેલ હતા. વચ્ચેના પીળા પટ્ટામાં દેવનાગરી લિપીમાં વંદે માતરમ લખવામાં આવ્યું હતું. તથા નીચેના લાલ પટ્ટામાં એક તરફ સુર્ય અને બીજી બાજુ અડધો ચંદ્ર અને તારો હતા.
૩. કલકત્તા ધ્વજમાં થોડો સુધારો કરીને બંગાળના ભાગલાના વિરોધમાં ૭ ઓગષ્ટ ૧૯૦૬ ના રોજ સચિન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચન્દ્ર કનુગો દાસ દ્વારા ડીઝાઈન કરેલ તિરંગાને સુરેન્દ્રનાથ બેનર્જીએ પારસી બાગાન ચૌક કોલકતા ખાતે ફરકાવ્યો હતો.
આ ધ્વજમાં સૌથી ટોચ પર લીલો, મધ્યમાં પીળો અને તળિયે લાલ રંગના પટ્ટા હતા. જેમાં ટોચના લીલા પટ્ટામાં આઠ અડધા ખીલેલા કમળ, મધ્યના પીળા પટ્ટામાં વંદે માતરમ લખેલ હતું. લાલ પટ્ટામાં એક તરફ અડધો ચંદ્ર અને બીજી બાજુ સુર્ય હતો. આ ધ્વજને શરૂઆતનો રાષ્ટ્રવાદી ધ્વજ તરીકે ઓળખવામાં આવ્યો.
૪. ઈ.સ.૧૯૦૭ માં મેડમ ભીખાઈજી કામા, વિનાયક દામોદર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા એક ધ્વજની ડીઝાઈન તૈયાર કરવામાં આવી. આથી આ ધ્વજને મેડમ ભીખાઈજી કામા ધ્વજ તરીકે પણ ઓળખવામાં આવ્યો. ૨૨ ઓગષ્ટ, ૧૯૦૭ ના દિવસે મેડમ ભીખાઈજી કામાએ જર્મનીમાં આ ધ્વજને ફરકાવ્યો હતો.
ભારત દેશની બહાર વિદેશી ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવવાનો આ પ્રથમ પ્રસંગ હતો. આ સમારોહ પછી આ ધ્વજને બર્લિન કમિટી ફ્લેગ પણ કહેવામાં આવ્યો. આ ધ્વજમાં ટોચ પર લાલ, મધ્યમાં કેસરી અને નીચે લાલ રંગ હતો.
ઈ.સ.૧૯૧૬ માં પિંગલી વૈકેયા નામના લેખક દ્વારા ખાદીના કાપડમાંથી પ્રથમ વખત ધ્વજ બનાવ્યો હતો. મહાત્મા ગાંધીને મળી તેમણે મહાત્મા ગાંધીના અભિપ્રાય મુજબ તેમા એક ચરખો પણ મુકવામાં આવ્યો. આ ધ્વજમાં લાલ અને લીલા બે રંગોના પટ્ટા અને વચ્ચે ચરખો મુકવામાં આવેલ હતો. પરંતું લાલ રંગ હિંદુનું પ્રતિક તથા લીલો રંગ મુસ્લિમનું પ્રતિક છે. અને આ ધ્વજ સાથે દેશ એક થાય નહીં આવા સુચન સાથે ગાંધીજીએ આ ધ્વજનો અસ્વીકાર કર્યો.
૫. ઈ.સ.૧૯૧૭ માં બાલ ગંગાધર તિલકે હોમ રુલની ચળવળ વખતે એક ધ્વજ બનાવ્યો હતો.
બાલગંંગાધર તિલકની ચળવળ ભારતને પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડની જેમ બ્રિટીશ તાજ હેઠળનું ડોમીનીયન સ્ટેટ (આધિપત્ય હેઠળનું રાજ્ય) બનાવવાની હતી. આથી આ ધ્વજમાં ડાબી તરફની ટોંચે બ્રિટીશ તાજનો ધ્વજ યુનિયન જેક હતો. આ સિવાય તેમાં ૦૫ લાલ અંને ૦૪ લીલા મળીને કુલ ૦૯ પટ્ટા હતા. તથા સપ્તર્ષિ નક્ષત્ર અને અડધો ચંદ્ર તથા તારો હતો. આ ધ્વજ હોમ રૂલ ધવ્જ તરીકે ઓળખાયો હતો.
૬. ઈ.સ.૧૯૨૧ માં મહાત્મા ગાંધીના આગ્રહ પર આ ધ્વજ ડીઝાઈન કરવામાં આવ્યો હતો. ઈ.સ.૧૯૧૬ થી ૧૯૨૧ સુધી લગભગ ૩૦ દેશના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કર્યા પછી આ ધ્વજ બનાવવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી ઈચ્છતા હતા કે દેશની એકતા ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્પષ્ટપણે પ્રતિબિંંબિત થાય.
આ ધ્વજમાં લધુમતીઓનું પ્રતિનિધિત્વ કરતો સફેદ રંગ ટોચ પર, મુસ્લિમ ધર્મ માટે લીલો રંગ અને હિંદુ તથા શીખ ધર્મ ધર્મ માટે લાલ રંગ અને મધ્યમાં વાદળી રંગથી રેંટિયો અંકિત કરવામાં આવ્યો હતો. આ ધ્વજ કૉંગ્રેસ દ્વારા અપનાવવામાં આવેલ ન હોવા છતા ભારતની આઝાદાની ચળવળમાં રાષ્ટ્રવાદનું પ્રતિક બનીને રહ્યો.
ઘણા લોકો ધ્વજમાં સાંપ્રદાયિક અર્થઘટનથી નારાજ થયા જે બાબતને ધ્યાને લઈ આ ધ્વજમાં લાલ રંગને બદલીને ગેરુ રંગ કરવામાં આવ્યો જે રંગ હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે.
૭. ઈ.સ.૧૯૩૧ માં વૈકૈયા પિંગલી દ્વારા આ ધ્વજ બનાવવામાં આવ્યો. જે હાલના તિરંગા સમાન જ હતો. જેમાં ટોચ પર કેસરી, વચ્ચે સફેદ અને તળિયે લીલો રંગ હતો. સફેદ પટ્ટાની મધ્યમાં રેંટિયો હતો.
આ ધ્વજને ૧૯૩૧માં કૉગ્રેસ પાર્ટીની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો. અને ત્યારબાદ તે કૉંગ્રેસનો સતાવાર ધવજ બન્યો હતો.
૮.ઈ.સ. ૧૯૪૭ માં ૨૨ જુલાઈના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ઈ.સ.૧૯૩૧ ના ધ્વજને જ સ્વીકારવામાં આવ્યો પરંતુ તેમાં ચરખાના સ્થાને અશોકચક્રને સ્થાન આપવામાં આવ્યુ.
December 7 Indial Flag Day । ભારતીય ધ્વજ દિવસ
આઝાદી બાદ સૈનિકોના કલ્યાણ માટે સરકારને ભંડોળ એકત્ર કરવાની જરૂરીયાત ઉપસ્થિત થઈ અને આ માટે ૨૮ ઓગષ્ટ, ૧૯૪૯ ના રોજ તે સમયના રક્ષામંત્રીની હાજરીમાં એક બેઠક મળી. જેમાં દર વર્ષે ૭ ડીસેમ્બરને ધ્વજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
આ દિવસ ઉજવવા પાછળનો હેતું લોકોને નાના ઝંડાઓ વેંચીને તેમાંથી જે ભંડોળ એકત્ર થાય તે સૈનિકોના કલ્યાણ અર્થે વાપરવાનો હતો. ભારતમાં સૌપ્રથમ ધ્વજ દિવસની ઉજવણી ૭ ડીસેમ્બર ૧૯૪૯ ના રોજ કરવામાં આવી હતી. ભારતીય સૈનિકો, ભારતીય નૌસેના તથા ભારતીય હવાઈસેના ના બહાદુર જવાનોના સન્માન માટે તથા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંંજલિ આપવા માટે પણ આ દિવસ અગત્યનો છે.
0 Comments
Post a Comment
Thanks For your review.