Poshi Poonam Gujarati Status | Poshi Poonam Gujarati Wishes

આ પોસ્ટના માધ્યમથી અમે લાવ્યા છીએ પોષી પૂનમ કે પોચી પૂનમ ના સ્ટેટસ,પોસ્ટ અને શાયરી. જેને તમે બીજા શબ્દોમાં Pochi Poonam Gujarati Status, Poshi Poonam In Gujarati. તરીકે પણ સર્ચ કરતાં હોવ છો. આ તમામ સ્ટેટસને આપ શેર, રીપોસ્ટ કે ડાઉનલોડ કરી શકો છો.

પોસી પોસી પુનમડીને અગાસીએ રાંધ્યા અન્ન,
ભાઈની બેની રમે કે જમે ?

Poshi poonam wishes
Poshi Poonam Wishes



પોષી પૂનમનું શું છે મહત્વ

    હિન્‍દુ ધર્મમાં પૂનમની તીથી ખુબ અગત્યની છે. અને પોષ મહિનામાં આવતી પૂનમ એટલે કે પોષ સુદ પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે. પોષી પૂનમના દિવસે લોકમાતા ગંગા સ્નાનનું આગવું મહત્વ છે અને આથી જ આ તહેવારનું મહત્વ પણ ગંગા કિનારે આવેલા હરિદ્વાર અને કાશીપ્રયાગરાજમાં વધારે છે. 
    
    હિન્‍દુ ધર્મની માન્યતા અનુસાર પોષ માસને સુર્યદેવનો માસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મહિનામાં સુર્યદેવની આરાધના કે પૂજાથી માનવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી જ પોષ સુદ પૂર્ણિમા એટલે કે પોષી પૂનમના દિવસે નદીઓમાં સ્નાન કરવાનું અને સુર્ય દેવની આરાધના કરવાનું મહત્વ છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બન્નેની આરાધના થાય છે. સૂર્ય અને ચંદ્રમાંનો અદ્‌ભૂત સંગમ પોષી પૂનમના દિવસે થાય છે.

પોષી પૂનમની ઉજવણી

    પોષી પૂનમનો તહેવાર ભાઈ બહેન અનોખી રીતે ઉજવે છે. આ દિવસે બહેન આખો દિવસ ઉપવાસ કરે છે. આ દિવસે થાપેલા છાણાથી (ગાય કે અન્ય પ્રાણીઓના છાણ કે પોદળા ભેગા કરી ચોક્કસ માપના છાણા બન્ને હાથ વડે બનાવવામાં આવતા જેને થાયેલા છાણા કહેવાય છે.) રાંધતા નથી અને અડાયા (ગાય કે અન્ય પ્રાણીઓના પોદળા જે તે હાલતમાં જ સુકાયને છાણું બની જાય તેને અડાયા કહેવાય છે.) ગામને પાદર કે ગામના ચરિયાણમાંથી બહેનો વીણી લાવતા.

    આ દિવસે બહેન પાણી પણ જાતે જ ભરવા જાય છે અને જતા જતા બહેન ગીતો ગાય છે,

પોષ મહિનાની પૂનમે રે
અગાસીએ રાંધ્યાં અન્ન, વા'લા !
જમશે માની દીકરી રે
પીરસે બેનીનો વીર, વા'લા !
Poshi Poonam Shayari
Poshi Poonam Shayari




પોષ મહીનાની પૂનમડી અગાશીએ રાંધી ખીર વ્હાલા,
જમશે માની દીકરીને પીરશે બેનીનો વિર વ્હાલા.

Poshi Poonam Status
Poshi Poonam Status


    સાંજે બહેનો નાહી ધોહીને તૈયાર થઈને અગાસી કે ખુલ્લા આભ નીચે ચુલો મંડાય છે. જો અગાસીની સગવડ હોય ત્યાં અગાસીએ બાકી ફળીયામાં જ ચુલો મંડાય છે. અને પહોંચ હોય તે ધરે ચુરમુ અને પહોંચ ન હોય ત્યાં ચોખા રંધાય છે.

    હોંશે હોંશે બહેન રાંધે છે અને સોળે કળાએ ખીલેલ ચંદ્રમા બહેનના રાંધણામાં જાણે અમી વરસાવે એવી અનુભુતિ થાય છે. આ દિવસે બહેનએ રાંધેલ ચોખા પણ ભાઈને મન બત્રીસ ભોજન કરતા પણ વિશેષ હોય છે.

    બીજું રંધાય છે ઘંઉ ની ચાનકી. ચાનકી ની વચ્ચે એક કાણું પાડી ચાંદા સામે રાખી તેમાંથી ચાંદાને જોઈને બહેન બોલે છે. 

ચાંદા ! તારી ચાનકી,
મારું ચુરમું !
ભાઈ જમ્યો !
બેન ભૂખી !

એવી પૂનમના તેજના તરબોળ બહેન ભાઈ પાસે જમવાની રજા માંગે છે.

પોષી પોષી પૂનમડી
અગાસીએ રાંધ્યા અન્ન;
ભાઈની બેની જમે કે રમે ?

Poshi Poonam Quotes
Poshi Poonam Quotes
Download

ભાઈ સરળ હોય તો કહે કે જમ્ય બેન જમ્ય (જમી લે બેન જમી લે) અને જો ભાઈ બહેનને થોડીવાર હેરાન કરવા માંગતો હોય તો કેહેશે કે રમ્ય બેન રમ્ય. ત્યારે થોડીવારે બહેન ફરી પુછશે.

પોષી પોષી પૂનમડી ને પોષા બેનના વરત
ભાઈની બેની રમે કે જમે ?

Poshi Poonam Suvichar
Poshi Poonam Suvichar

    ભાઈની હા ન પડે ત્યાં સુધી બહેન જમતી નથી. અને ઘણાં ભાઈઓ હશે જે બહેનોને થોડી વધારે વાર સુધી ટળવળાવતા હશે કે અણસમજણમાં બહેનને રમ્ય રમ્ય કહેતા હશે. ને બહેન ભુખી સુઈ પણ ગઈ હશે. પણ બહેનના વ્હાલ તો ભાઈ માટે ક્યારેય ઓછા થતા જ નથી. આમ, ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે પોષી પૂનમ આ રીતે પ્રેમભાવથી ઉજવાય છે.


    

પોષી પૂનમ કે પોશી પૂનમ

પોષી પૂનમને ધણા લોકો જોડણી ભૂલના કારણે પોશી પૂનમ પણ કહે છે. અને પૂનમ ને લોકો જોડણી ભૂલના કારણે પુનમ લખતા હોય છે. જેથી ખોટી રીતે પોશી પૂનમ, પોષી પુનમ કે પોશી પુનમ લખવામાં આવે છે.

આ સિવાયના અન્‍ય તહેવારની શુભકામનાઓ ડાઉનલોડ કરવા માટે