આ પોસ્ટમાં તમને નવરાત્રી શાયરી ઈમેજ સ્વરૂપે ગુજરાતીમાં મળશે. કે જે ડાઉનલોડ પણ થઈ શકશે.
Navratri Shayari Gujarati | Navratri Gujarati Shayari
કોઈ પણ તહેવાર હોય અને તેના વિશેની શાયરી શાયરી ન બને તેવું તો ભાગ્યે જ બનતું હોય છે, તેમાં પણ આ નવરાત્રિનો તહેવાર, જોશની સાથે સાથે હોંસનો તહેવાર, યુવાન હેયાઓનો તહેવાર એટલે આ તહેવારની શાયરીઓ તો હોવાની જ અને આ શાયરીને ફોટો સ્વરૂપે આપની સમક્ષ લાવવાનો એક પ્રયત્ન કરેલ છે.
નવરાત્રીના વિષય પર શાયરી તો ઘણી જોવા મળશે પરંતુ આ શાયરીમાં કોઈ પણ ખરાબ અર્થ કે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ નથી. આ શાયરીઓ મોટા ભાગની નવરાત્રીને અનુલક્ષીને એટલે કે યુવાન હૈયાઓને અનુલક્ષીને હોય પ્રેમ નો વિષય લેવામાં આવેલ છે. આપ પણ આવી કોઈ શાયરી અમારા સુધી પહોંચાડવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરીને અથવા તો કોન્ટેક પેજ પરથી મોકલાવી શકો છો.
Navratri Shayari Gujarati
આ શાયરીઓ તમે વ્હોત્સએપ સ્ટેટસ કે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ અપલોડ કરી સકશો. આ શાયરી આપ પરિવારના સભ્યો સાથે પણ શેર કરી શકશો. બીજા શબ્દોમાં કહીએ તો શાયરી મિત્ર, પરિવાર કે સ્વજનો સાથે શેર કરી શકાય તેવા આશયથી જ બનાવેલ છે.
ફરી ગયો હતો હું, ગરબાની એ રાતમાં,
શોધી હતી તને, ઘોંઘાટભર્યા એકાંતમાં...
Navratri shayari gujarati |
Navratri shayari gujarati |
Navratri shayari gujarati |
Navratri shayari gujarati |
શબ્દો ઓછા પડયા
જ્યારે એ યાદ આવ્યા,
શબ્દો શોધવા પડયા
જ્યારે એ સામે આવ્યા.
શબ્દો ઓછા પડયા
જ્યારે એ પહેલી વાર દેખાણા,
શબ્દો શોધવા પડયા
જ્યારે એ સામે મળવા આવ્યા.
એક ગરબો તો રમ મારી સાથે ગાંડી,
તારા દિલમાં વૃંદાવન ઉભું ના કરું તો કહેજે મને !!
તારે ગરબા રમવાની ક્યાં જરૂર છે,
24 કલાક મારા દિલમાં તો રમે છે !!
તારી આંખોના કામણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રપોઝ(પ્રસ્તાવ) પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા.
તારી આંખો ના પાંપણ એકાએક(અચાનક) એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ(પ્રપોઝ) પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા.
ચોઘડીયા પણ ત્યારે સરમાય છે
જ્યારે તારો બહાર નીકળવા નો સમય થાય છે.
બહુ સુંદર લાગશે આજે મારી નખરાળી,
એક તો નટખટ અને ઉપરથી ચણીયાચોળી !!
નવે નવ દિવસ તું મારી સાથે ગરબા રમતી હોય,
એથી ય વધારે તો મારે બીજું શું જોઈએ મારી ઢીંગલી !!
હું સુર(તાલ) ઢોળું ને તું વીણી લે, તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને તું ઝીલી લે, તો પ્રીત(પ્રેમ) કહેવાય.
બધા ને નવરાત્રી માં પોત પોતાના પાર્ટનર મળી જશે...,
ખબર નઈ મારૂ વાવાઝોડું ક્યાં ડમરી ઉડાડતું હશે......
આપને આ નવરાત્રીની પોસ્ટ કેવી લાગી તે કોમેન્ટમાં જણાવશો તથા આપની નવરાત્રીને લગત શાયરી, ફોટો અમને મોકલવા માટે પણ કોમેન્ટ કરી શકશો. આ નવરાત્રીની શાયરીને તમે ડાઉનલોડ, શેર અને રીપોસ્ટ કરી શકશો.
આ સિવાયની નવરાત્રીને લગત પોસ્ટ માટે નીચેના વિકલ્પો છે.
2 Comments
Test
ReplyDeleteસુરેશ ભાઈ
ReplyDeletePost a Comment
Thanks For your review.