આ પોસ્ટમાં આપને મળશે જલારામ બાપાના સ્ટેટસ જેને તમે ડાઉનલોડ તથા શેર કરી શકશો.
Jalaram Bapa Status | Jalaram Jayanti
જલારામ બાપાનું મુખ્ય સ્મારક રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વિરપુર ખાતે આવેલ છે. આ સ્મારક એટલે તે જ ધર કે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવતી વસ્તુઓ અને તેઓ પૂજા કરતા તે રામ-સીતા અને લક્ષમણની મૂર્તિઓ રાખવામાં આવેલ છે. અહીં સ્વયં પ્રભુ દ્વારા આપવામાં આવેલ ઝોળી અને દંડ પણ સચવાયેલ છે. આ સ્મારકને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવેલ છે.
જલારામ બાપા માટે ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાંં લગભગ બધી જ જ્ઞાતિઓ આસ્થા ધરાવે છે અને તેના કારણે જ તેમના સ્થાનક વિરપુર ખાતે લગભગ દરરોજ ભક્તોનો ઘસારો રહે છે. જલારામ બાપાના મંદિર વિરપુર ખાતે કાયમી નિ:શુલ્ક અન્નક્ષેત્ર ચાલે છે અને એટલે જ જલારામ બાપા માટે કહેવાય છે કે,
" ભુખ્યો ઉઠાડે એ આલારામ,
અને જમાડીને સુવરાવે તે જલારામ "
|
Jalaram Bapa Status |
|
Jalaram Bapa Status |
જલારામ બાપાના સ્ટેટસ જોતા પહેલા જલારામ બાપા વિશે થોડું જાણી લઈએ.
Jalaram Bapa in Gujarati
સંતશ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ ની કારતક માસની સાતમના દિવસે લોહાણા સમાજના ઠક્કર પરિવારમાં થયો હતો. ઈ.સ. મુજબ જલારામ બાપાની જન્મ તારીખ ૧૪ નવેમ્બર ૧૭૯૯ હતી. તેમના પિતાનું નામ શ્રી પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું.
નાનપણથી જ જલારામ બાપા ભગવાન રામના ભક્ત હતા. નાનપણમાં જ્યારે પણ તેઓ કોઈ સાધુ-સંતને જુએ કે તેમનો હાથ પકડી તેમને ધરે જમવા તેડી લાવે અને તેઓ હંમેશા યાત્રાળુઓ,સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. જલારામ બાપાના માતૃશ્રી પણ ધાર્મિક મહીલા હતા અને આ કારણેથી જ તેમનામાં નાનપણથી ભગવાન ભક્તિના બીજ રોપાયા હતા.
૧૬ વર્ષની ઉંંમરે જલારામ બાપાના લગ્ન આટકોટ ના વતની પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં હતાં. જલારામ બાપા સંસારી જીવનથી દુર રહી સમાજની સેવા કરવા ઈચ્છતા હતાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે રહી સંસારની પ્રવૃતિઓથી દુર રહી ગરીબો અને જરૂરીયાત મંદોની સેવા કાર્યમાં જલારામ બાપા સાથે જોડાય ગયા.
૧૮ વર્ષની ઉંમરે જલારામ બાપા ગુજરાતના ફતેહપુર એટલે કે હાલના જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામના ભોજલરામ બાપાને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ તેમને રામનામનો મંત્ર આપી ગુરૂ માળા પહેરાવી અને પ્રભુ શ્રી રામનું નામ આપ્યું. ગુરૂના આશીર્વાદથી જ જલારામ બાપાએ વિરપુર ખાતે સાધુ-સંતો અને જરૂરિયાત મંદોને વર્ષના બારે માસ અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપતા સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રતનું કાર્ય જલારામ બાપાએ શરૂઆતમાં માતા વિરબાઈના સહયોગથી અને ત્યારબાદ જલારામ બાપાએ એકલા હાથે સંભાળ્યું, આજે પણ વિરપુરના એ સદાવ્રતમાં કોઈ પણ દાન લીધા વગર જમાડવામાં આવે છે.
૨૦ વર્ષની વયે જલારામ બાપાએ અયોધ્યા, કાશી અને બદ્રીનાથની તીર્થયાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે તેમના પત્ની વિરબાઈ પણ તેમની સાથે જોડાયા હતા. આમ તેમના પત્ની વિરબાઈએ પણ તેમની સેવાકીય અને ધાર્મિક પ્રવૃતિઓનું અનુસરણ કરવામાં ખૂબ રુચિ બતાવી હતી.
એક સમયે હરજી નામના દરજી તેમના પિતાના પેટના દર્દના ઈલાજની પ્રાર્થના માટે આવ્યા. અને જલારામ બાપાએ તેમના માટે પ્રભુશ્રી રામ પાસે પાર્થના કરી અને તેમનું દર્દ સમી ગયું અને હરજીભાઈ જલારામ બાપાના ચરણે પડી ગયાં અને તેમને બાપા તરીકે સંબોધ્યા ત્યારથી સંત જલારામ જલારામ બાપા તરીકે ઓળખાવા લાગ્યાં.આ ઘટના પછી જલારામ બાપા પાસે લોકો તેમની વ્યાધીઓ અને અન્ય દુ:ખોના નિવારણ માટે આવવા લાગ્યાં, જલારામબાપા પ્રભુશ્રી રામ પાસે પ્રાથના કરતા અને તેમના દુ:ખ દુર થઈ જતા.
ઈ.સ.૧૮૨૨માં જમાલ નામના મુસ્લિમ વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો. દાકતરો-હકીમોએ તેના સાજા થવાની આશા મુકી દીધી હતી. તે સમયે હરજી પાસેથી વાત મળતા જમાલે પ્રાથના કરી કે જો તેમનો પુત્ર સાજો થશે તો જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. અને તેમનો પુત્ર સાજો થઈ ગયા બાદ જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા પહોંચ્યા અને કહ્યું " જલા સો અલ્લાહ! જીસકો ન દે અલ્લા, ઉસકો દે જલા." આમ જલારામ બાપાના અનુયાયીઓ હિંદુ અને મુસ્લિમ બન્ને કોમના બન્યા હતા.
વિક્રમ સંવત ૧૯૩૫ ના કારતક વદ નોમને સોમવારે વીરબાઈ માએ દેહ ત્યાગ કર્યો. બાપાએ ત્યારબાદ આ જગ્યામાં સાત દિવસ સુધી અખંડ રામધુન કરી અને ત્યારબાદ વિક્રમ સંવત ૧૯૩૭ ના મહા વદ દશમ અને બુધવારે બાપાએ ભજન કરતાં કરતાં એકયાશીમાં વર્ષે દેહત્યાગ કર્યો. જલારામ બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતા. અને જમનાબાઈના દીકરાના દીકરા હરીરામને બાપાએ પોતાના વારસ નીમ્યાં હતા. હરીરામે જલારામબાપાની પાછળ મોટો મેળો કરેલો અને એ મેળામાં એક અજાણ્યા સાધુએ આવી ભંડારધરમાં જઈ એક લાડુનો ભુકો કરી તેણે ચારે દિશાએ વેર્યો અને અખૂટ ! અખૂટ ભંડાર બોલતા ચાલ્યા ગયાં. આજે પણ બાપાનો ભંડાર અખૂટ છે, અહીંયા ભક્તો પાસેથી કોઈ દાન લેવામાં આવતું નથી.
પૂજ્ય જલારામ બાપાનો સંદેશ હતો.
" પંછી પાની પીને સે ઘટે ન સરિતા નીર,
ધર્મ કરે ધન ન ઘટે સહાય કરે રધુવીર. "
Jalaram Bapa Status
વાહ જલારામ બાપા
તમારી લાગેલી લાગણી પણ બેહદ છે
જ્યાં જલારામ દેખાય
ત્યાં જ બે હાથ જોડી માથું નમી જાય છે.
|
Jalaram Bapa Status |
|
Jalaram Bapa Status |
ભલે કળીયુગનો કાળો કેર હોય,
પણ જેના મુખમાં
સદાય જલારામનું નામ હોય,
તેને તો લીલા લહેર જ હોય.
|
Jalaram Bapa Status |
|
Jalaram Bapa Status |
Jalaram Bapa Quotes
યાર ભી જલારામ હૈ...
દોસ્તી ભી જલારામ હૈ...
નામ ભી જલારામ હૈ...
મેરી તો દુનિયા હી જલારામ હૈ...
જય જલારામ
|
Jalaram Bapa Quotes |
મે તમારું નામ લઈ
બધાં કામ કરીયા છે જલારામ બાપા
અને લોકો કહે છે કે
છોકરો નસીબ વાળો છે...
|
Jalaram Bapa Quotes |
|
Jalaram Bapa Quotes |
નથી ગણીને આપ્યું
નથી જોખીને આપ્યું
જલારામે જેને પણ આપ્યું છે
ખોબે ખોબે આપ્યું છે...
|
Jalaram Bapa Quotes |
|
Jalaram Bapa Quotes |
પિતા પ્રધાન બાપાના કુળદીપક કહેવાયા,
માતા નામે રાજબાઈ મા ના લાડકવાયા,
બાળપણેથી ભક્તિ પામ્યા,
રામ નામના મળ્યા રખવાળા...!!
|
Jalaram Bapa Status |
|
Jalaram Bapa Status |
|
Jalaram Bapa Status |
|
Jalaram Bapa Status |
|
Jalaram Bapa Status |
મે તમારું નામ લઈ બધા કામ કર્યા છે
જલારામ બાપા
અને લોકો કહે છે કે,
છોકરો નસીબવાળો છે...!!
|
Jalaram Bapa Status |
હસતું મુખડું જોઈને સૌ હરખાતા
ભાવા ધરી ચરણે નમે મનમાં સૌ મલકતા
વિરપુરની કઢી ખીચડી ખાઈ સૌ ધરાતા
જય જલારામ બાપા
|
Jalaram Bapa Status |
Jalaram Jayanti
જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે એટલે કે દિવાળી પછી સાતમા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વિરપુર ખાતે મોટો મેળો ભરાય છે. જલારામબાપાના ભક્તો અને ભક્ત સમુહો પ્રસાદ સ્વરૂપે ભોજન ખવડાવે છે. આ દિવસે વિરપુર ખાતે તથા જલારામ બાપાના અન્ય મંદિરો પર બાપાના દર્શન માટે ભક્તોની ભીડ જામે છે. આ સિવાય વિરપુર ખાતે બાપાના મંદિરે મોટી સખ્યામાં ભક્તો પ્રસાદી સ્વરૂપે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા આવે છે.
0 Comments
Post a Comment
Thanks For your review.