હોળી - ધુળેટીની શુભેચ્છાઓ । Happy Holi in Gujarati | Happy Dhuleti in Gujarati
Holi and Dhuleti are Really Important Festival in india. so we bring some images for in gujarati of Happy Dhuleti,Happy Holi.
હોળી અને ધુળેટીએ ભારતના અગત્યના તહેવારમાં સમાવેશ થાય છે. આ તહેવારને રંગોનો તહેવાર (Holi Festival Of Colours) તરીકે પણ ઓળખાય છે. અને આ રંગોના તહેવારને ઉજવવા માટે અમે લાવ્યા છીએ હેપ્પી હોળી કે હેપી હોળી જેવી પ્રાથમિક શુભકામના થી લઈને હોળી અને ધુળેટીના તહેવારના પહેલા દિવસ હોળીની શુભેચ્છા અને બીજા દિવસ ધુળેટીની શુભેચ્છા, હેપ્પી ધુળેટી, હેપી ધુળેટી. જેવી શુભકામના પાઠવતા સ્ટેટસ.
તમે આ તમામ ફોટોને ડાઉનલોડ કરી શકો છો શેર કરી શકો છો અને કોઈ પણ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી શકો છો. જ્યારે આ ફોટોને લોકો ગુજરાતીના બદલે અંગ્રેજી કે ગુજલીસમાં સર્ચ કરે ત્યારે ધુળેટી માટે Dhuleti Wishes in Gujarati, અને હોળી માટે Happy Holi
In Gujarati જેવા જુદા જુદા નામે સર્ચ કરવામાં આવે છે.
રંગોનો તહેવાર છે “ધુળેટી”
રાજી રાજી થઈ ઉજવી લેજો...
અમે થોડાક દૂર છીએ તમારાથી,
થોડુંક ગુલાલ અમારા તરફથી
પણ લગાવી લેજો ...
ગાલને તારા સ્પર્શવા,
હથેળીઓ શોધતી હતી ટાણું ..!
ને બસ ... સામે જ આવી ગયું
હોળીનું બહાનું...
લાગણીથી લગાવેલ કલરના લિસોટા,
આત્મા સુધી પહોંચતા હોય છે.
મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે.
હું કદાચ તમારો “ફેવરીટ” કલર ન બની શકું,
પણ એવી “આશા” છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું...
જરૂરી નથી કે,
ગાલ પર કલર હોય તો જ,
હોળી રમ્યા કહેવાય,
કોઈ ખાસના લીધે પણ,
જીવન રંગીનમય બની જતું હોય છે,
કાયમ માટે,
રંગાઈને બેઠા છીએ પહેલાથી
તહેવારની શું જરૂર છે ?
વરસો પહેલા રંગાયા હતા એ ગાલ,
હવે બીજી વાર શું જરૂર છે ?
હજી ભીનાશ એવી ને એવી જ છે
આ ટેરવા પર અને દિલ પર
તું આવે તો રમી નાખીએ હોળી,
બાકી બીજા રંગે રંગાવાની મને શું જરૂર છે ?
તારો રંગ પણ એવો
જે પાણીમાં ભળે એના જેવો...
રંગી દે તારા લાલ-ગુલાબી-
લીલા-પીળા “રંગમાં”;
પછી ભલે રંગ મારો
ના રહે પહેલા જેવો.
મને ગમશે તારા રંગે
રંગાવું ઉમંગથી,
પછી ભલે ને કોઈ પણ “રંગ”
હોય આ “હોળી”નો...
તારી સોબતનો રંગ એવો લાગ્યો...
જાણે કેસુડાનો રંગ પણ ઝાંખો લાગ્યો...
ખીલી એવી વસંત આજ ગીરનાં વગડામાં...
ખાસ હોળી રમવાને મારો “કેસરી” જાગ્યો....
ફિક્કા પડી ગયેલા સંબંધોમાં
રંગરોગાન કરવાનો અવસર !!
એટલે, હોળી ......
હોળીની હાર્દિક શુભકામનાઓ
કાચી લાગણી 👐 થી બંધાયેલો સંબંધ 🤝,
હંમેશા દિલ પર 💗 પાક્કો રંગ 🌈 છોડતો જાય છે.
રંગ 🎨
લગાવે એનાથી નહિ પણ ,
રંગ બદલે 🌈 એનાથી સાચવીને રહેજો..!!
હું ભરી આવું રંગની મુઠ્ઠી 🌈, તું લઈ આવજે કોરુ મન 👐,
કેસુડાના ફુલની સાખે 🏵️, વગડો બનશે વૃંદાવન..🌱
છે તારા ગાલનો, એવો ગુલાલ
ક્યાં મળશે ?
ને એના સ્પર્શમાં છે એવું વ્હાલ ક્યાં મળશે ?
તું રંગ લઈને ઉભી છે, હું ગાલ
કોરા લઈ,
પ્રસંગ આજે મળ્યો જે એ કાલ ક્યાં મળશે ?
ઝૂલે છે કેસુડે એ તારું મારું સગપણ છે,
પ્રણયનો આવો જ રંગીન ફાલ ક્યાં મળશે ?
જરૂરી નથી કે,
ગાલ પર કલર હોય તો જ હોલી રમ્યા કહેવાય,
કોઈ ખાસના લીધે પણ,
જીવન રંગીન-મય બની જતું હોય છે,.... કાયમ માટે.
પર્ણ ઓછા ને ફૂલ જાજા,
જુઓને લચી પડ્યો આ કેસુડો...
આંખોથી જોવાય, પણ આંખમાં
ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો...
રંગે રાતો, ને મદમાતો,
એના રંગે રંગી જાય, આ કેસુડો...
ડાળેથી તોડ્યું, જરા એક
ફૂલ,
હદયે વસી જાય, આ કેસુડો...
હોળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ
હુ તારો ખજુર 👨 ન તુ મારી ધાણી 👩
હેપી ધુળેટી મારી રાણી ❤
️
આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું
મને ભેટે,
મારા માટે તો એ જ હોળી અને એ જ ધૂળેટી
!!
Happy Holi
લાલ,લીલા કે ગમે તે રંગથી હોળી રમો;
શરત છે બસ એટલી કે ઢંગથી હોળી રમો!
આ ઉદાસી રંગવાની જો ઈચ્છા થઇ જાય તો;
ભાન ભૂલી ભીતરી અડબંગથી હોળી રમો!
આપનું જીવન હર્ષોલ્લાસ નાં રંગોથી
કલરફૂલ બને એવી શુભેચ્છા
હોળીની શુભકામનાઓ..
પ્રેમના રંગો જગતમાં છાંટવા,
દ્વેષ, ઈર્ષ્યા હોલિકામાં બાળવા..
સર્વ ઘટનાઓ દુઃખોની ભૂલવી,
યાદ ખુશીઓના પ્રસંગો રાખવા..
હોળી છે ભાઈ હોળી છે
ભીતર મનમાં ચાર રસ્તા જેવી જ હોળી છે
સૌ ના ચેહરે ધુળેટીના નકલી રંગોની
રંગોળી....
હોળી છે ભાઈ હોળી છે
રમે છે એક બીજા સાથે સૌ રંગ બદલી
ધુળેટી....
હોળી છે ભાઈ હોળી છે
છે દેવોની કે દાનવોની ચેહરે થી ક્યાં
પરખાય જ છે....
હોળી છે ભાઈ હોળી છે...
રંગો થી રંગાય નહિ ને પાણી થી ભીંજાઈ
નહિ કેટલીયે સુકાયેલી સંવેદના....
હોળી છે ભાઈ હોળી છે
અંતર મનને ભીંજવી જતી પાણી ને રંગ વગર
એ ધોધમાર લાગણી....
હોળી છે ભાઈ હોળી છે...
લાગણી ભીના રહો એવી હોળીના તહેવારે
તમામ મિત્રો ને શુભેચ્છા…
ટેરવાં ટળવળે
કરવા લીસોટા ગાલ પર,
સખી..આજ હોળી છે, નહિ છોડુ કાલ પર.
કરવા
દે ને લીસોટા
ગાલ પર..!!
હોળીના આ પર્વની આપને તથા આપના
પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ
આ હોળીની જ્વાળામાં આપના સર્વ દુ:ખો,
સમસ્યાઓ અને
મુશ્કેલીઓ બળીને ખાખ થઈ જાય અને આપનું
જીવન
આનંદ અને ખુશીથી ધુળેટીના રંગોની જેમ ખીલી
ઊઠે એવી પ્રભુને પ્રાર્થના...
Happy Dhuleti
આપ સૌને ધુળેટીના પર્વની હાર્દિક
શુભેચ્છાઓ
ભગવાન તમારા જીવનમાં હંમેશા ખુશીઓના
રંગ ભરી દે તેવી પ્રાર્થના...
Holi Wishes in Gujarati
અનિષ્ટ પર ઈષ્ટની જીતની યાદમાં ઉજવાતા તહેવાર
હુતાસણી હોલિકા દહનની
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...
Holi Wishes in Gujarati |
Holi Status in Gujarati
હોલિકા દહન
તમારા જીવનમાંથી
બધી નકારાત્મકતા દૂર કરી
સકારાત્મકતા અને
જીવનની વધુ સારી સમજણ લાવે
તેવી શુભકામના.
Holi Status in Gujarati |
0 Comments
Post a Comment
Thanks For your review.