આ પોસ્ટમાં આપને મળશે ૨૬ નવેમ્બર ના દિવસે ઉજવાતા બંધારણ દિવસ સ્ટેટસ કે કાયદા દિવસ સ્ટેટસ.

Bandharan Divas Gujarati Status | Kayda Divas Gujarati Status । 26 November Gujarati Status

    ભારત વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ છે. અને આ ભારતીય બંધારણ ભારતની બંધારણ સભા દ્વારા ૨૬ નવેમ્બર,૧૯૪૯ ના રોજ સ્વીકારવામાં આવેલ હતું. જેની યાદમાં બંધારણ દિવસ કે કાયદા દિવસ વર્ષ ૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૬ મી નવેમ્બરે ઉજવાય છે. આ દિવસ સંવિધાન દિવસ તરીકે પણ ઓળખાય છે. 

    ભારતના બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ ૧૦ ઓગષ્ટ, ૧૯૨૮ ના રોજ મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં બનેલી સમિતિ દ્વારા રજુ થયેલ નહેર્ય રિપોર્ટમાં થયો હતો. આથી જ નહેરુ રિપોર્ટ બંધારણની બ્લૂપ્રિન્‍ટ કહેવાય છે.

    ભારતનું બધારણ ભારતની બંધારણ સભા દ્વારા ઘડવામાં આવ્યું છે. તો આ બંધારણ સભાની વિશેષતાઓ જાણી લઈએ.

બંધારણ સભા વિશે જાણવા જેવું

૧. બંધારણ સભાની રચના કેબિનેટ મિશન મુજબ પ્રાંત અને દેશી રજવાડા કે રજવાડાના સમુહો વચ્ચે વસ્તીના આધારે બેઠકોની વહેંચણી અને તે મુજબ દસ લાખની વસ્તીએ ૦૧ બેઠક કે સભ્ય.

૨. બ્રિટીશ શાસિત પ્રાંંતોમાંથી - ૨૯૨, દેશી રજવાડાઓમાંથી - ૯૩ અને કમિશ્નર પ્રાંતમાંથી - ૦૪ આમ કુલ-૩૮૯ સભ્યો. પ્રાંતીય વિધાનસભાઓમાં પ્રત્યેક સમુદાયના સભ્યો દ્વારા પોતાના પ્રતિનિધીઓની ચુંટણી જ્યારે દેશી રજવાડાંઓમાં રાજવીઓની સલાહ મુજબ સભ્યોની પસંદગી કરવામાં આવી.

૩. જુલાઈ-ઓગષ્ટ ૧૯૪૬ દરમિયાન બ્રિટિશ પ્રાંતની ચૂંટણીના પરિણામો મુજબ બંધારણસભાની પક્ષવાર સ્થિતિ કૉંંગ્રેસ-૨૦૮, મુસ્લિમ લીગ-૭૩, યુનિયનિસ્ટ-૧, યુનિયનિસ્ટ મુસ્લિમ-૧, યુનિયનિસ્ટ અનુ.જાતિ-૧, કૃષક પ્રજા પક્ષ-૧, અનુ. જાતિ પરિસંધ-૧, શીખ-૧, કમ્યુનિસ્ટ-૧, અપક્ષ-૮ સભ્યો હતા.

૪. વિભાજન પછી માઉન્‍ટબેટન યોજના મુજબ સભ્યોની સંખ્યા ૨૯૯ થઈ જેમાં બ્રિટીશ શાસિત પ્રાંંતોમાંથી - ૨૨૯, દેશી રજવાડાઓમાંથી - ૭૦ સભ્યો હતા. જે પૈકી

બંધારણસભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત - સયુકત પ્રાંત (૫૫ સભ્યો)
બંધારણસભામાં સૌથી વધુ સભ્યો ધરાવતુ દેશી રજવાડું - મૈસુર (૦૭ સભ્યો)

૫. ૯ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ બધારણસભાની સૌપ્રથમ બેઠક સંસદભવનના કેન્‍દ્રીય કક્ષમાં મળી. જેમાં ડૉ.સચ્ચિદાનંંદ સિન્‍હા બંધારણસભાના અસ્થાયી અધ્યક્ષ બન્યા.

૬. ૧૧ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ ડૉ.રાજેન્‍દ્ર પ્રસાદ બંધારણસભાના સૌપ્રથમ ચુંટાયેલા અધ્યક્ષ બન્યા અને ઉપાધ્યક્ષ એચ.સી.મુખર્જી બન્યા. 
બંધારણસભાના સૌપ્રથમ અધ્યક્ષ - ડૉ.સચ્ચિદાનંંદ સિન્‍હા
બંધારણસભાના સૌપ્રથમ ચુંટાયેલા અધ્યક્ષ - ડૉ.રાજેન્‍દ્ર પ્રસાદ

૭. ૧૩ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણસભામાં ઐતિહાસિક " ઉદ્દેશ્ય પ્રસ્તાવ " રજૂ થયો. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર - બંધારણસભાના સલાહકાર - સર બેનીગાલ નરસિંહ રાવ (સર બી.એન.રાવ)
બંધારણસભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજુ કરનાર - જવાહરલાલ નહેરુ
ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર - સર બેનીગાલ નરસિંહ રાવ 

બધારણસભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ૨૨ જાન્યુઆરી, ૧૯૪૭ ના રોજ થયો, જે આગળ જતાં બંધારણની પ્રસ્તાવના(આમુખ) બની.

૮. ૨૯ ઓગષ્ટ, ૧૯૪૭ ના રોજ ડો.ભીમરાવ આંંબેડકરની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના. જેના દ્વારા બધારણનું પ્રારૂપ રજૂ કરવામાં આવ્યું. પ્રારૂપ સમિતિ ખરડા સમિતિ તથા મુસદ્દા સમિતિ તરીકે પણ ઓળખાય છે. બંધારણના પ્રારૂપને ફેબ્રુઆરી ૧૯૪૮ માં બધારણસભા આગળ રજુ કરવામાં આવ્યું. આ સમિતિમાં કુલ ૭ સભ્યો હતા.

૯. બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન ૧૭ ઓક્ટોબર,૧૯૪૯ ના રોજ, બીજું વાંચન ૧૬ નવેમ્બર, ૧૯૪૯ અને ત્રીજું વાંચન ૨૬ નવેમ્બર, ૧૯૪૯ મા રોજ પૂરું કર્યું હતું. ભારતની બધારણસભાના ૨૯૯ માંંથી ૨૮૪ સભ્યો ૨૬ નવેમ્બર ૧૯૪૯ સુધી ઉપસ્થિત રહ્યાં, જેમણે બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા. અને ભારતનું બધારણ બંધારણસભા દ્વારા ૨૬ નવેમ્બર,૧૯૪૯ના રોજ સ્વીકારવામાં આવ્યું.

૧૦. બંધારણની પ્રસ્તાવના સૌથી છેલ્લે ૨૨ જાન્યુઆરી, ૧૯૪૭ ના રોજ સ્વીકારવામાં આવી. 

૧૧. બંધારણ સભાના મુખ્ય બે કાર્યો હતા. (અ) બંધારણનું નિર્માણ (બ) દેશ માટે સામાન્ય કાયદાઓનું ઘડતર. જ્યારે બંધારણ સભા બંધારણના નિર્માણ માટે મળતી હતી ત્યારે તેના અધ્યક્ષ ડો.રાજેન્‍દ્ર પ્રસાદ રહેતા. અને જ્યારે બંધારણ સભા દેશ માટે સામાન્ય કાયદાઓનું ઘડતર કરવા માટે મળતી ત્યારે એક ધારાકીય સંસ્થા અથવા તો સંસદ તરીકેની તેની ભૂમિકા રહેતી હતી. આ દરમિયાન તેના અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકર રહેતા હતા.

૧૨. એક ધારાકીય અથવા તો સંસદ તરીકે બંધારણ સભા સૌપ્રથમ વખત ૧૭ નવેમ્બર,૧૯૪૭ ના રોજ મળી હતી અને આ બેઠકમાં જ શ્રી ગણેશ વાસુદેવ માવળંકર સ્પીકર(અધ્યક્ષ) તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની હતી.

૧૩. બધારણસભાએ કુલ ૧૧ અધિવેશન(સત્રો) યોજીને ૧૬૬ બેઠકો કરી હતી. 
ભારતની બધારણસભાને બધારણ બનાવતાં ૨ વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસ લાગ્યા. ૬૦ દેશોના બધારણનો અભ્યાસ કર્યો. ૬૪ લાખ રૂપિયાનો ખર્ચ થયો.

૧૪. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણ પર બંધારણસભાના સભ્યો દ્વારા ફરી વાર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ દિવસે બંધારણ સભા દ્વ્રારા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

૧૫. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી બંધારણનો અમલ શરૂ થયો. અને આ દિવસને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. (૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ ને કૉંંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેની યાદમાં ૨૬ જાન્યુઆરીથી બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો.)

૧૬. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી બધારણનો અમલ શરૂ થયો પરંતુ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ થી નાગરિકતા, ચુંટણી, કામચલાઉ સરકાર અને સંસદ, કટોકટીને લગતી જોગવાઈઓ વગેરે બધારણીય કાયદાઓ લાગુ કરી દેવામાં આવ્યા હતા. આથી ૨૬ નવેમ્બરને કાયદા દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

૧૭. બંધારણસભાની કામચલાઉ સંસદ તરીકેની સૌપ્રથમ બેઠક ૧૭ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ મળી જેના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરને બનાવવામાં આવ્યા. આ કામચલાઉ સંસદને ૧૭ એપ્રિલ, ૧૯૫૨ ના રોજ સમાપ્ત કરી દેવામાં આવી. અને પ્રથમ ચુંટાયેલી સંસદ બન્ને ગૃહોની સાથે મે,૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.

૧૮. બંધારણસભા દ્વારા મુહર(છાપ) તરીકે હાથીના પ્રતિકને સ્વીકારવામાં આવ્યું.

બંધારણસભાના સલાહકાર - સર બી.એન.રાવ
બંધારણસભાના સચિવ - એચ.વી.આર.આયંગર
બંધારણસભાના મુખ્ય પ્રારૂપકાર - એલ.એન.મુખરજી

ભારતના બંધારણની વિશેષતા

૧. વિશ્વના તમામ દેશોમાં સૌથી લાંંબુ લેખિત બંધારણ
૨. સંસદીય પ્રભુતા તથા ન્યાયિક સર્વોચ્ચાતાનું સમન્‍વય
૩. સંસદીય શાસનપ્રણાલી
૪. નમ્યતા-અનમ્યતાનું મિશ્રણ
૫. વિશ્વના પ્રમુખ બંધારણોનો પ્રભાવ
૬. જનતાની સંપ્રભુતા
૭. ગણરાજ્ય/ગણતંત્ર
૮. એકિકતા તરફ ઉન્મુખ પરિસંઘપ્રણાલી (સંઘાત્મક રાજ્યવ્યવસ્થા)
૯. પંથ નિરપેક્ષ / બિનસાંપ્રદાયિકતા
૧૦. મૂળભૂત અધિકાર
૧૧. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
૧૨. સાર્વભૌમ વ્યસ્ક મતાધિકાર
૧૩. સ્વતંત્ર ન્યાયપાલિકા
૧૪. એકલ નાગરિકતા
૧૫. સમાજવાદી
૧૬. કટોકટીની જોગવાઈઓ
૧૭. ભારતીય બંધારણના ભાગ-૨૦ ના અનુચ્છેદ-૩૬૮ અનુસાર ભારતના બંધારણમાં સુધારો થઈ શકે છે.

બંધારણ દિવસ ગુજરાતી સ્ટેટસ

બધારણ દિવસે આપણે સૌ સ્ટેટસમાં મુકી શકીએ તેવા ઈમેજ નીચે અપલોડ કરેલ છે. જેના વિશે આપના સુચનો આપવા વિનંતી.

ભારતનું બંધારણ ઘડનાર બંધારણસભાના
તમામ સભ્યો પ્રત્યે આદર સહ વંદન
બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Bandharan Divas Gujarati Status
Bandharan Divas Gujarati Status
Download



ભારત વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ ધરાવે છે,
જેનો અમને ગર્વ છે.
બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Bandharan Divas Gujarati Status
Bandharan Divas Gujarati Status
Download



ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને રહેલ
ભારતનું બંધારણ તૈયાર થયાનો દિવસ એટલે
બંધારણ દિવસ

Bandharan Divas Gujarati Status
Bandharan Divas Gujarati Status
Download

દેશભક્તિને લગત અન્ય સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે

Indian Flag Gujarati Status

Republic Day Gujarati Status