In this post you can find Makr sankranti wishes in gujarati and happy makar sankranti in gujarati language. you are able to download this all Makar sankranti wishes in gujarati.
[Download] Makar sankranti wishes in gujarati | Happy Makar sankranti in gujarati
અંગ્રેજી મહિના પ્રમાણે ઉજવાતો હિંદુ તહેવાર કે જે દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસે સુર્ય ઉતર તરફ પ્રયાણ કરે છે આથી આ દિવસને ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે સુર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. અને સુર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાતર કરે છે તેને સંક્રાંતિ કહે છે આથી જ આ દિવસે સુર્ય મકર રાશિમાં સ્થાનાંતર કરતો હોય આ દિવસને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે.
મકરસંક્રાંતિનો આ તહેવાર બધા રાજ્યોમાં જુદા જુદા નામથી જેમકે પંજાબ અને હરિયાણામાં લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ જ્યારે ગુજરાતમાં તેને ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે.
સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા જ કમૂર્તા પૂર્ણ થાય છે અને લગ્નના માંગલિક કાર્યોનો શુભ આરંભ થાય છે. મહાભારતકાળમાં ભીષ્મ એ પણ મકરસંક્રાંતિના દિવસે જ દેહ છોડ્યો હતો. આથી મકરસંક્રાંતિના દિવસને "ભીષ્મદેહોત્સર્ગ" પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.
Makar Sankranti in Gujarati
ઉતરાયણના દિવસે દાન કરવાનો અનેરો મહિમા છે. આ દિવસે લોકો ગરીબ માણસોને વસ્ત્ર, અન્ન, ધન અને ભોજનનું દાન કરે છે. આ દિવસે પશુ પક્ષીઓ તેમાં પણ ખાસ કરીને ગાયને યાદ કરવામાં આવે છે. ગાયને ધઉં અને બાજરીની ધુધરી બનાવી ખવડાવવામાં આવે છે. તલના લાડુમાં સિક્કા મુકી ગરીબોમાં વહેંચી ગુપ્તદાન પણ કરવામાં આવે છે. આ દિવસે લોકો નાના બાળકોને બિસ્કીટ, ચોકલેટ, સાકર, શેરડી, તલની ચિક્કી, શીંગની ચિક્કી, મમરાના લાડુ વહેંંચે છે. ઉતરાયણનો દિવસ આનંદની સાથે સાથે પુણ્યનું ભાથું બાંધી લેવાનો પણ અવસર છે.
Makar sankranti wishes in gujarati
હોય દોર હાથમાં ને દોસ્ત સાથમાં...
તો તરત ઉડી પતંગ નભને લઈલે બાથમાં...!!
Makar sankranti wishes in gujarati |
તનમાં મસ્તી, મનમાં ઉમંગ,
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકાશમાં ભરી દઈએ પ્રેમનો રંગ...!!
Makar sankranti wishes in gujarati |
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે.
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે...!!
Makar sankranti wishes in gujarati |
પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે,
દોસ્તો વિના ઉતરાયણમાં ધરની અગાશી ના શોભે...!!
Makar sankranti wishes in gujarati |
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દીલ,
જીંદગીમાં આવે ખુશીઓની બહાર,
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર...!!
Makar sankranti wishes in gujarati |
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ,
મકાઈની રોટલી, સરસવનો સાગ,
દિલની ખુશી, મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર
Makar sankranti wishes in gujarati |
આશાના આકાશમાં વિશ્વાસની દોરી વધે,
આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે.
તેવી હાર્દિક શુભકામના...
Makar sankranti wishes in gujarati |
તનમાં મસ્તી મનમાં ઉમંગ,
ચાલો બધા એક સંગ,
આજે ઉડાવીશું પતંગ,
ઉછાળીશું હવામાં સંક્રાંતિના રંગ,
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા
Makar sankranti wishes in gujarati |
Happy Makar Sankranti wishes in gujarati
ઉતરાયણમાં જેમ સુર્ય ઉતરમાં ગતિ કરે
તેમ આપની તથા આપના કામ કાજમાં
ઉતરોતર વધારો થાય,
દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી
ભગવાન પાસે પ્રાર્થના સાથે
મારા અને મારા પરિવાર તરફથી
તમને અને તમારા પરિવારને ઉતરાયણ-
મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ.
Makar sankranti wishes in gujarati |
Happy Makar Sankranti in Gujarati
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ
કિન્ના તમે બાંધજો પતંગ હું ચગાવીશ...
Happy Makarsankranti in gujarati |
ઉતરાયણ છે સાચવજો,
કોઈ તમારી લાગણીઓ
ચગાવી ન જાય તે જોજો...!!
Happy Makarsankranti in gujarati |
તનમાં મસ્તી, મનમાં ઉમંગ,
ચાલો બધા એક સંગ, આજે ઉડાવીશું પતંગ
ઉછાળીશું હવામાં સંક્રાંતિના રંગ...
Happy Makarsankranti in gujarati |
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરીથી અલગ થવાનું પતંગે ને ક્યાં ગમે છે.
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે...
Happy Makarsankranti in gujarati |
ઉતરાયણ છે સાચવજો,
કોઈ તમારી લાગણીઓ
ચગાવી ન જાય તે જોજો...!!
Happy Makarsankranti in gujarati |
Makar Sankranti Gujarati Wishes
આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે
આપની સફળતાનો પતંગ
સદા નવા મુકામ પ્રાપ્ત કરે
તેવી મકરસંક્રાંતિની હાર્દિકશુભકામનાઓ
સાથે શુભ મકરસંક્રાંતિ.
સુખ, શાંતિ તથા સમૃધ્દિની
મંગલકામનાઓ સાથે આપ સૌને
ભગવાન સૂર્યનારાયણની
આરાધનાના પાવનપર્વ
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ
Uttrayan Status Gujarati
ઉતરાયણનો યાદગાર અનુભવ
" ખૂબ ઊંચાઈએ પહોંચીને સ્થિર થયેલી પતંગને,
કાપનારા અને લૂંટનારા આસપાસના જ હતા. "
Uttrayan Status Gujarati |
ફકત કહેવા ખાતર ઉતરાયણ બે દિવસની છે.
બાકી સિસ્ટમ તો બધાં આખુ વર્ષ ફોલો કરે જ છે.
" તું મારી કાપ અને હું તારી કાપુ "
Uttrayan Status Gujarati |
એક કાગળ તેના નસીબથી આસમાને ઉડે છે
પણ પતંગ તેની "કાબિલિયત" થી.
એટલે કે નસીબ સાથ આપે કે ના આપે
પણ "કાબિલિયત" જરૂર સાથ આપે છે.
હેપ્પી ઉતરાયણ
Uttrayan Status Gujarati |
છે એક સરખી જ સામ્યતા
પતંગ અને જીંદગીની.
ઉંચાઈ પર હોય ત્યાં સુધી જ
વાહ વાહ થાય છે.
ઉત્તરાયણની શુભકામના
Uttrayan Status Gujarati |
લોકોને તમારી કમજોરીનો ઉલ્લેખ ક્યારેય ન કરતા.
કારણકે લોકો કપાયેલી પતંગને
ખૂબ જ બેદર્દીથી લુંટતા હોય છે.
Uttrayan Status Gujarati |
Makar Sankranti Images in Gujarati
સુખની દોરીથી દુ:ખનો
પતંગ કાપવો છે...
આશાની દોરીથી નિરાશાનો
પતંગ કાપવો છે...
દઈ ઢીલ પ્રેમની નફરતનો
પતંગ કાપવો છે...
દોસ્તીનો પતંગ ચગાવી હવે
દુશ્મનીનો પતંગ કાપવો છે...
ઉમેરી તલ શિંગની મીઠાશ
કડવાશનો પતંગ કાપવો છે...
રહીને ઊભા, ખુલ્લા આકાશ નીચે
વેરઝેરનો પતંગ કાપવો છે...
Quotes by Jaykishan Dani
Makar Sankranti Quotes in Gujarati
ફીરકી લેનાર અને પકડનારા
તો ઘણા મલી જશે,
પરંતુ એવાનો સંગાથ રાખવો
જે દોરીમાં પડેલી ગુંચને
પણ ઉકેલી આપે.
કાપશે કોઈ ને ' કાય પો છે' ની રાડ પાડશે કોઈ,
કોઈક નજરે પતંગ હશે ને કોઈક નજરે કટીપતંગ.
Makar Sankranti Message in gujarati
પતંગના ત્રણ અક્ષર એટલે,
પ - પવિત્ર બનો,
તં - તંદુરસ્ત રહો,
ગ - ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન રહો.
Happy Uttrayan Quotes in Gujarati
ફળ, ફૂલ, પાંદડા નથી તો પણ પ્રસંગ છે,
જે વૃક્ષ પર કપાઈને આવ્યો પતંગ છે.
Quotes by Bhavin Gopani
Makar Sankranti Gujarati Status
શીખી જો જવાય
સામા પવને સ્થિર થવાની કળા,
ઉંચાઈ આપોઆપ આંબે
જીવનરૂપી પતંગ આ...!
- Quotes by Dimpi
ભૂરા આકાશે જાણે
રંગેબેરંગી ભીડ,
કાચા સૂતર અને
પતંગ કાગળના;
આંબવું હતું આભ અને
ઉડવું જ હતું મસ્ત ગગને,
ન જાણે કોણે ઉમેરી
એમાં "ધાર" તેજ ?
ઉડવાની જે હતી
મજા સંગ સંગ
સ્પર્ધા જ બની ગઈ
"કાપવાની" તંગ તંગ...!!
Quotes by Dimpi
આ સંસાર રૂપી ખુલ્લા મેદાનમાં
અંહકાર રુપી દોર વડે
સ્વાર્થ રુપી પતંગોને ચગાવતા
હે માનવ,
કોઈ ગરીબ માનવ રૂપી
પક્ષીની જીવતર રુપી પાંખ
આ અંહકારના દોરમાં કાપી ન નાંખતા.
મકરસંક્રાંતિ તથા ઉતરાયણની બીજી ઈમેજ માટે નીચેની પોસ્ટ જુઓ.
0 Comments
Post a Comment
Thanks For your review.