આ પોસ્ટમાં આપને મળશે ભોજા ભગત એટલે કે સંતશ્રી ભોજલરામ ના વિશે માહિતી, સંતશ્રી ભોજલરામના વિચારો તેમની જન્મજયંતિ અને પુણ્યતિથીના સ્ટેટસ.

Bhoja Bhagat | Bhojalaram 

    ભોજા ભગત એટલે કે સંતશ્રી ભોજલરામનો જન્‍મ ૦૭ મે, ૧૭૮૫ (વૈશાખી પૂર્ણિમા ના રોજ) હાલના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામે થયો હતો. તેમનું પૂરું નામ ભોજલરામ કરસનદાસ સાવલિયા હતું. અને માતાનું નામ ગંગાબાઈ હતું. તેમની મૂળ અટક સાવલિયા અને જ્ઞાતિએ લેઉવા કણબી હતા.

    તેમનું વખણાતું સાહિત્ય ચાબખા છે. તેમને સાહિત્ય જગતમાં ચાબખાના પિતા એવું બિરુદ મળેલ છે. મરાઠી સાહિત્યકાર અનંત ફંડીએ ઓગણીસમી સદીમાં "ફટકા" લખ્યા હતા. ભોજા પૂર્વે રણછોડે "સાટકા" અને "ત્રાજણા" લખ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈ ભોજાએ " ચાબખા " પદ સ્વરૂપે આપ્યા છે.
 
        ચાબખા દ્રારા તે સમયમાં ફેલાયેલી બદીઓ, કુરિવાજો,અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા વગેરેને ઉધાડા પાડ્યાં છે. તેમણે આપેલા ચાબખા સાહિત્ય પ્રકારથી જન માનસને સાચી દિશા મળે છે. મુખ્યત્વે કટાક્ષમય ભાષામાં ચાબખા જોવા મળે છે. ભોજા ભગતને ઘણા લોકો ગુજરાતના કબીર તરીકે પણ ઓળખાવે છે. 

        ભોજાભગત ભક્તિ માર્ગી કવિની સાથે સાથે એક જ્ઞાનમાર્ગી કવિ હતા. તેમના અનેક શિષ્યો હતા. જેમાંના એક શિષ્ય એટલે વિરપુરના ખ્યાતનામ સંત શ્રીજલારામ બાપા (જીવણરામ) બાપા હતા, 
        
    અમરેલી જિલ્લાના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર આવેલ ફતેહપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમનું મૂળ નામ ભોજલરામ હોવાથી હાલમાં તેનું નામ ભોજલધામ રાખવામાં આવ્યું છે.

        તેઓ નિરક્ષર સાહિત્યકાર હતા. જેથી તેઓ જેમ ચાબ્ખા બોલતા જતા તેમ તેનો એક વિદ્વાન શિષ્ય જીવણરામ લખી લેતો. આજે પણ તેમની હસ્તપ્રતો સચવાઈ રહી છે. ગાંધીજીને પ્રિય એવું " કાચબા કાચબીનું પદ " અને "પ્રાણિયા ભજી લેને કિરતાર" પણ ભોજા ભગતે લખેલું છે. આ સિવાય તેમનું "હાલો કીડી બાઈની જાનમાં" ભજન ખૂબ જ પ્રખ્યાત છે.

    ભોજા ભગતે તેમનો દેહ ત્યાગ તેમના શિષ્ય જલારામના સાનિધ્યમાં ઈ.સ.૧૮૫૦ માં વિરપુર મુકામે કર્યો હતો. 

Bhojalram Jayanti


Bhojalram Jayanti



Bhojalram Jayanti