Happy Ram Navami Status Gujarati | Ram Navami Gujarati Images | Ram Navami Wishes In Gujarati

        Ram Navami a Major Hindu Festival which is celevration in all states of india. its a birthday of God Shri Ram. its a holiday in most states of india. so i wish all of you a happy Ram Navami with this Beautiful Images. This all Images are In Form of Happy Ram Navami Status in Gujarati and Happy Ram Navami Status Gujarati, Happy Ram Navami Images In Gujarati.

        As Per Tithi Ram Navami Comes Every year on Chaitra Shukla Navami. Its Also a Birthday of Bhagavan Shree Swaminarayan.


        રામ નવમી એક અગત્યનો હિન્‍દુ તહેવાર છે. જે ભારતના મોટા ભાગના વિસ્તારમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે પ્રભુ શ્રી રામનો જન્‍મ અયોધ્યા ખાતે થયો હતો. મોટા ભાગના રાજ્યોયોમાં આ દિવસને જાહેર રજા તરીક જાહેર કરેલ છે. આ પોસ્ટના મારફત હું આપ તથા આપના પરિવારને રામનવમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છુંં, તથા રામનવમીની શુભકામનાઓ આપ પણ આપના મિત્રોને પાઠવી શકો તે માટે રામનવમીની શુભકામનાઓ કે રામનવમીની શુભેચ્છા પાઠવતા તૈયાર ફોટો અપલોડ કરેલ છે. જે આપ ડાઉનલોડ કે શેર કરી શકો છો.


        તીથી મુજબ રામ નવમી દર વર્ષે ચૈત્ર સુદ નોમ ના દિવસે આવે છે. આ દિવસે જ ભગવાન શ્રી સ્વામિનારાયણ નો પણ જન્‍મદિવસ છે. રામજીનો અવતાર માત્ર રાક્ષસોના સંહાર માટે નથી થયો, પરંતુ મનુષ્યોને માનવ બનાવવા માટે થયો છે. પ્રભુશ્રી રામજીએ ધર્મ, આધ્યાત્મિક, સાંસારિક અને નીતિની મર્યાદાની શિસ્ત જાળવી છે અને તેનું પાલન કર્યું છે. આથી જ તો તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે. પ્રભુનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે. અને દરેક મનુષ્યે તેમના જીવનને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.


    પ્રભુશ્રી રામએ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે. પ્રભુશ્રી રામ અયોધ્યાના રાજા શ્રી દશરથ અને માતા કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્‍મ્યા હતા. રાજા શ્રી દશરથની અન્ય બે રાણીઓ માતા સુમિત્રા અને માતા કૈકેયી હતા. માતા સુમિત્રા ના પુત્ર લક્ષ્મણ અને માતા કૈકેયીના પુત્ર ભરત અને શત્રુધ્ન હતા. આમ પ્રભુશ્રી રામને ત્રણ ભાઈઓ હતા. લોકો પ્રભુશ્રી રામને રામચંદ્ર, દશરથનંદન અને કૌશલ્યાનંદન વગેરે નામોથી પણ ઓળખે છે. ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારો પૈકી ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોતમ અને ભગવાન શ્રી રામની મર્યાદા પુરુષોતમ તરીકે ઓળખ થાય છે. 


    ભગવાન શ્રી રામના લગ્ન રાજા જનક(વિદેહના રાજા)ની પુત્રી સીતા સાથે થયા હતા. પ્રભુશ્રી રામની સાવકી માતા કૈકેયીએ તેમના દાસી મંથરાની ઉશ્કેરણીમાં રાજા દશરથ પાસે રામનો વનવાસ અને તેમના પુત્ર ભરતનો રાજ્યાભિષેક માગ્યો હતો. જેના લીધે પ્રભુ શ્રી રામ ૧૪ વર્ષના વનવાસે ગયા અને માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા. અને પ્રભુશ્રી રામના નાના ભાઈ લક્ષ્મણ પણ પોતાના માતા-પિતા સમાન ભાઈ-ભાભીની સેવા કરવા માટે તેમની સાથે વનવાસ ગયા.


    વનવાસ દરમિયાન લંકાના રાજા રાવણે માતા સીતાનું અપહરણ કરી તેમને અશોક વાટીકામાં રાખ્યા. રાજા રામ અને લક્ષ્મણ માતા સીતાને શોધવા નીકળ્યા, જ્યાં તેમને રસ્તામાં જટાયુ, હનુમાન, સુગ્રીવ, જાંબવત વગેરેનો સાથ મળ્યો. અને આખરે લંકાના રાજા રાવણને હરાવી પ્રભુશ્રી રામે માતા સીતાને પાછા મેળવ્યા. તો આવા હતા પ્રભુ શ્રી રામ અને તેમનું સંપૂર્ણ જીવન આપણને પ્રેરણા પુરી પાડે છે.  


રામાયણના સાત કાંડ વિશે ટુંકમાં માહિતી

    રામાયણ એ જીવન જીવવાનું ઉત્તમ શિક્ષણ છે. રામયણ આપનને ઉત્તમ અને યોગ્ય જીવન જીવવાની કળા શીખવે છે. તે શીખવે છે કે પતિ-પત્ની વચ્ચેનો સબંધ કેવો હોવો જોઈએ. રામાયણ શીખવે છે કે પિતા-પુત્રનો સબંધ કેવો હોવો જોઈએ. રામાયણ પરિવારના અન્ય સભ્યો સાથેનો આદર્શ વહેવાર, સબંધ કેવો હોવો જોઈએ તે શીખવે છે. આમ, પરિવારની લગભગ બધી જ બાબતોના જવાબ રામાયણમાં જોવા મળે છે અને હાલના સમયમાં પણ આ નિયમો યથાર્થ છે. 


બાળ કાંડ

    રામયણનો પ્રથમ કાંડ બાળ કાંડ છે. આ કાંડમાં ભગવાન શ્રીરામજીની દિનચર્યા વર્ણવેલ છે. તેમાં વર્ણવેલ છે કે ભગવાન શ્રીરામજી "પ્રાત:કાલ ઉઠી કેઉ રધુરાયા માત-પિતા-ગુરુ નાવ હી માતા" એટલે કે ભગવાન શ્રીરામજી સવારના સમયે ઉભા થઈ માતા-પિતા અને ગુરુને વંદન કરતા હતાં. 

    આ બાળ કાંડ એ જીવનની બાળ અવસ્થા કેવી હોવી જોઈએ તે સમજાવતો અને તેને ચરિતાર્થ કરતો કાંડ છે. 


અયોધ્યા કાંડ

        રામાયણનો બીજો કાંડ એટલે અયોધ્યા કાંડ. આ કાંડ યુવા પ્રધાન છે. તેમાં યુવાને પોતાનું જીવન કેવી રીતે જીવવું તેના વિશે દર્શાવેલ છે. ઘણીવાર એવું બને કે પરિવારમાં કેટલીક બાબતો તમને ગમતી ન હોય પરતુ તેને પણ મને કમને તમારે સ્વીકારવી પડે છે. 

            રામાયણમાં તેનું ઉદાહરણ એટલે ભરતજી. ભરતજીને ભગવાન શ્રી રામજી વનમાં જાય તે માન્ય નથી. પણ સમય જોઈને ભરતજીએ ભગવાન શ્રી રામજી વનમાં જાય તે પરિસ્થિતિ સ્વીકારી અને એટલું જ નહીં પરંતું મારા સ્વામી, મારા મોટા ભાઈ કંદ-મૂળ, ફળ ખાતા હોય તો પોતે કેવી રીતે રાજ મહેલના ભોજન જમી શકે તેવા વિચાર સાથે પોતે નંદીગ્રામમાં કુટીર બનાવી રહ્યા. આ બધી બાબતે અયોધ્યા કાંડમાં વર્ણવી છે.


અરણ્ય કાંડ

        રામાયણનો ત્રીજો કાંડ એટલે અરણ્ય કાંડ. આ કાંડ ભક્તોતોનું ચરિત્ર છે. જેમાં ભક્તિ તત્વ છે. તેમાં જણાવાયું છે કે ભગવાનને મેળવવા માટે ભક્તિ જ સર્વસ્વ છે. 'સુતિક્ષણજી' એ ભગવાન પાસે માંગ્યું કે, હે પ્રભુ મને અભિમાન આપો પણ કેવું અભિમાન ! તેના જવાબમાં સુતિક્ષણજી કહે છે કે, "હું ભગવાનનો અને ભગવાન મારા બની રહે એવું." આવું ભક્તિતત્વ આ કાંડમાં વર્ણવેલ છે. 

        જ્યારે માતા સિતાજીનું રાવણ દ્વારા અપહરણ કરાય છે. ત્યારે પ્રભુશ્રી રામજી સિતાજીના વિરહમાં કોયલને કહે છે કે, "હે કોયલ ! સિતાનો અવાજ પણ કોયલ તારા જેવો જ હતો." આમ ઉત્તમ પ્રેમનું ચરિતાર્થ ભગવાન દ્વારા આ કાંડમાં જોવા મળે છે. ત્યારબાદ શબરીને નવ પ્રકારની ભક્તિનો પણ પ્રભુએ જ્ઞાનોપદેશ કર્યો હતો.


કિષ્કીન્‍ધા કાંડ

        રામાયણનો ચોથો કાંડ એટલે કિષ્કીન્‍ધા કાંડ. આ કાંડમાં જીવાત્માનો પરમાત્મા સાથેનો સબંધ રચાય પછી જીવ માટે ભગવાન શું કરે છે, તેનું ઉદાહરણ એટલે સુગ્રિવ. પરંતુ જીવનો ઈશ્વર સાથેનો સબંધ જોડાય તે માટે યોગ્ય ગુરુ મળવા જરૂરી છે. અને અહીં સુગ્રિવને ગુરુ તરીકે હનુમાનજી મલ્યા છે. હનુમાનજીએ અહીંયા સખાની સાથે સાથે સુગ્રિવજીના સારા માર્ગદર્શક બનીને ગુરુ તરીકેની ઉત્તમ ભૂમિકા ભજવી છે. 

        આ કાંડમાં પ્રભુ કર્મોનું સ્મરણ કરાવે છે. જ્યારે વાલીને પ્રભુ શ્રી રામજીએ માર્યો ત્યારે વાલી એ કહેલ કે,

"ધર્મ હેતુ અવતર્યું ગોસાઈ,
માર્યું મોહી વ્યાધ કી નાહી !
મૈં બેરી સુગ્રિવ પિયારા,
કારણ કવન નાથ મોંહે મારા."

        ત્યારે પ્રભુએ સમજાવેલ કે, હે વાલી ! તારું કર્મ કેવું હતું ? તે તારા નાના ભાઈની પત્નીને શયનખંડમાં પુરી હતી. આમ, જ્યારે પ્રભુએ વાલીને તેના કર્મોનું સ્મરણ કરાવ્યું ત્યારે વાલીને ખૂબ પસ્તાવો થયો અને વાલીએ એક ખૂબ સરસ કામ કર્યું કે અંગદનો હાથ પ્રભુ શ્રી રામના હાથમાં સોંપ્યો અને કહ્યું કે, 

"હે શ્રી રામ ! અંગદમાં મારા જેટલી જ બુદ્ધિ અને બળ છે, પણ ક્યાંક મારા જેવા ખોટા કામ ન કરે તે માટે તમે તેને માર્ગદર્શન આપજો અને તનું જીવન યથાર્થ બને તેવું કરજો."

        આ પ્રસંંગ અને આ કાંડ પરથી આપણને સમજાય છે કે, આપણી બુદ્ધિ, આપણું બળ અને આપણી સંપતિ ને જો આપણે ભગવાનને સોંપીએ તો તે બધુ આપણા માટે ભગવાનનો પ્રસાદી બની જાય અને આ પ્રસાદ દ્વારા જીવનમાં ઉન્નતિ થાય.


સુંદર કાંડ

        રામાયણનો પાંચમો કાંડ એટલે સુંદર કાંડ. જીવનમાં જ્યારે ઉન્નતિ થાય ત્યારે જીવન સુંદર બને છે. સુંદર કાંડની કથા પણ ખૂબ જ સુંદર છે. પ્રભુ પાસે માંગવા જેવી કોઈ ચીજ હોય તો તે ભક્તિ છે અને આ ભક્તિ હનુમાનજી મહારાજે પ્રભુ પાસે માંગી છે. સુંદર કાંડ આપણને શીખવે છે કે ભક્તિ જીવન કિંંમતી છે અને આપણા જીવનને આપણે સુખમય જીવી લઈએ.


લંકા કાંડ અથવા યુદ્ધ કાંડ

        રામાયણનો છઠ્ઠો કાંડ એટલે લંકા કાંડ અથવા તો યુદ્ધ કાંડ. વાલ્મિકી રામાયણમાં લંકા કાંડ ને યુદ્ધ કાંડ તરીકે વર્ણવ્યો છે.  લંકા કાંડ એટલે કે યુદ્ધ કાંડના કેન્‍દ્રમાં ભક્તિ છે. રાવણ કહે છે કે,

" જાનકી હરણ મેં જાણી જોઈને કીધું,
મેં મરણ માંગીને લીધું.
એ જ છે આનંદ પુરણકારી
પણ મને મારવાને મનુષ્યદેહ ધારી"

    અને આવી જ વાત લંકા કાંડમાં પણ વર્ણવી છે. લંકા કાંડમાં રાવણના ધર્મપત્ની મંદોદરી કહે છે કે,

" પદ પાતાળ શીષ અજધામા."

    એટલે કે ભગવાન શ્રી રામજીના પગ પાતાળમાં છે ને મસ્તક બ્રહ્મલોકમાં છે.


ઉત્તર કાંડ

    રામાયણનો સાતમો કાંડ એટલે ઉત્તરકાંડ એટલે જીવનની ઉત્તરા અવસ્થા. એટલે જેનું મૃત્યુ સુધરે તે વ્યક્તિ મહાન જીવન જીવ્યા તેમ ગણાય. આમ, જેનું મૃત્યુ સુધર્યું તે આત્માનો પરમાત્મા સાથે સધાય છે તેવું આ ઉત્તર કાંડમાં વર્ણવેલ છે. આ કાંડમાં કાગભુષંડીજી અને ગરૂડજીના સંંવાદમાં કાગભુષંડીજી કહે છે કે, 

"દરિદ્રતા સમાન કોઈ દુ:ખ નથી તથા સત્સંગ અને સંતના મિલન જેવો કોઈ ઉત્તમ સુખ નથી."


    આમ, રામાયણના સાત કાંડ એ ભક્તિના સાત પગથીયા સમાન છે. રામનવમી કે રામાયણ નો એ જ સંદેશ છે કે, ધરને ધર બનાવીએ અને પરિવારના સદસ્યોને આપણે ભગવાન મય જોઈએ. તો આવા પ્રભુશ્રી રામની જન્‍મ જયંતિ પર ઉજવાતા તહેવાર રામનવમીની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ આપ સૌ ડાઉનલોડ કરી શકશો.

Happy Ram Navami Wishes in Gujarati

આપને તથા આપના પરિવારને રામ નવમી ની હાર્દિક શુભેચ્છાઓ

Ram Navami Wishes In Gujarati
Happy Ram Navami Wishes In Gujarati


આદર્શ પુત્ર,
આદર્શ પતિ,
આદર્શ ભાઈ,
આદર્શ મિત્ર,
આદર્શ રાજા
કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે "પ્રભુ શ્રી રામ"

Ram Navami Wishes In Gujarati
Happy Ram Navami Wishes In Gujarati




Ram Navami Wishes In Gujarati
Happy Ram Navami Wishes In Gujarati



રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ ....

Ram Navami Wishes In Gujarati
Happy Ram Navami Wishes In Gujarati



શ્રી રામ, જય રામ, જય જય રામ ....

Ram Navami Wishes In Gujarati
Happy Ram Navami Wishes In Gujarati





Ram Navami Gujarati Status

શ્રી રામ જય રામ જય જય રામ,
રધુપતિ રાઘવ રાજારામ
પતિત પાવન સીતારામ....

Ram Navami Gujarati Status
Ram Navami Gujarati Status



કેમ રે કહીએ ચંદ્ર આ વાતડી,
તુજથી ભલી છે રે તારી ચાંદની,
તમે છો રૂડા રૂડા મારા રામજી,
પણ એથીય રૂડા તમારા નામજી,
તમથી ભલી ચરણ રજ રામજી.
રામનવમીના પવિત્ર તહેવારની
આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

Ram Navami Gujarati Status
Ram Navami Gujarati Status



આદર્શ પુત્ર, આદર્શ બંધુ, લોકોત્તર શત્રુ,
ધર્મનિષ્ઠ, લોકોત્તર રાજા, કર્તવ્યનિષ્ઠ,
સ્વાર્થત્યાગની પરાકાષ્ઠા
માનવજાત માટે આદર્શ એવા
પ્રભુ શ્રીરામની જન્મજયંંતીની શુભેચ્છા...
રામને ફક્ત નમસ્કાર કરીને નહિ પણ તેના
ગુણો જીવનમાં ઉતારીએ તો જ ખરી
રામનવમી

Ram Navami Gujarati Status
Ram Navami Gujarati Status



ભેગા કરીશું બોર તો એ કામ આવશે...
ક્યારેક તો મારી ઝુપડી એ પણ
મારો રામ આવશે...!!
રામનવમીના પાવનપર્વની
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...

Ram Navami Gujarati Status
Ram Navami Gujarati Status




Ram Navami Status Video Download





    રામાયણમાંથી અને પ્રભુ શ્રી રામના જન્‍મમાંથી આપા સૌને જીવનમાં ઉતારવા જેવી વાતો નીચે મુજબ છે. 
૧. સહનશક્તિ, ક્ષમા, ત્યાગવૃતિ, નિષ્કામભાવના, શુદ્ધપ્રેમવાળું સાત્વિક જીવન જીવવું.
૨. રામનામનું સતત સ્મરણ
૩. જીવનમાં ઉદારતા રાખવી અને દિન દુ:ખીયાને મદદ કરવી.
૪. ઈન્‍દ્રિયોરૂપી ધોડાને કાબૂમાં રાખીશું તો પ્રભુકૃપા પામીશું.
૫. કામ ને સંયમ-વિવેકથી કાબૂમાં રાખવો પડે.
૬. ઈર્ષા, સ્વાર્થ, અભિમાન, વેરવૃતિનો ત્યાગ કરવો જોઈએ.
૭. પ્રભુમય રહી, સદગુણોથી મોટાભાઈ "રામ" બને અને નાનાભાઈ "ભરત" બને તો ધર શાંતિ અને આનદથી છલકાય જાય.
૮. ધર બાધક બનતું નથી. બધાં પ્રત્યેની વધુ પડતી આસક્તિ બાધક બને છે. આસક્તિનો અતિરેક ન થવો જોઈએ.

 you can also call this Happy Ram Navami Images Gujarati or Ram Navami Gujarati Images. for more Ram Navami Images Gujarati and Ram Navami Wishes in Gujarati just search Ram Navami Gujarati Wishes in google. So You are feel free to Download, Share, Repost this all Ram Navami Images.