આ પોસ્ટમાં તમને મળશે રાષ્ટ્રીય દૂધ દિવસની શુભકામનાઓ પાઠવતા સ્ટેટસ અને રાષ્ટ્રીય દૂધ દિવસનો ઈતિહાસ. તથા રાષ્ટ્રીય દૂધ દિવસ જેમની યાદમાં ઉજવાય છે એ ડો.વર્ગીસ કુરિયનની ટુંકી માહિતી.

[26 November] National Milk Day in Gujarati | National Milk Day Gujarati Status


ભારતમાં દર વર્ષ ૨૬ નવેમ્બર ના રોજ ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. 
ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનની યાદમાં તેમનો જન્મદિન ૨૬ નવેમ્બર ભારતમાં ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ તરીકે ઉજવાય છે.

Dr.Varghese Kurien Information In Gujarati

ડો. વર્ગીસ કુરિયનનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૧ ના રોજ કેરળના કાલિકટ ખાતે થયો હતો.
ડો. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે. તેમણે ભારતમાં શરૂ કરેલા વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફલડ’ ને કારણે ભારતા ૧૯૯૮ માં અમેરિકાને પાછળ રાખીને વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પન્ન કરતો દેશ બન્યો હતો.

National Milk Day Information in Gujarati 

૧) ભારતમાંપ્રથમ ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ ૨૬ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ ઉજવવામાં આવ્યોહતો.
૨) ભારતમાં ૨૬ નવેમ્બર ના રોજ ‘રાષ્ટ્રીયદૂધ દિવસ’ ઉજવાય છે. જયારે ‘ વિશ્વ દૂધ દિવસ ૧ જૂનના રોજ ઉજવાય છે.