Ganpati bappa gujarati status | ગણપતિ બાપા સ્ટેટસ । ગણેશજી સ્ટેટસ

આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે જેને બીજા એટલે કે ગણેશ ચોથના નામે ઓળખવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્‍મદિવસ તરીકે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ ચાલે છે. આ તહેવાર આમતો પૂરા ભારત ભરમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ખાસ આ તહેવારનું મહત્વ છે. પુરાણો મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હોવાનું કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને નવ દિવસ સુધી ભગવાનની આરતી અને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ દસમાં દિવસે ધૂમધામથી ભગવાનની પ્રતિમાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. આમ તો ભગવાન ગણેશજીને ગણેશચતુર્થી સિવાય પણ આપણે યાદ કરતા હોઈએ છીએ અને એટલે જ આ પોસ્ટમાં આપને ઘણા સુંદર ગણપતિ બાપા સ્ટેટસ જોવા મળશે પરંતુ આ પહેલા ભગવાન ગણેશજી વિશે થોડુ જાણી લઈએ.

ગણેશજીનું મહત્વ 

    શંંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે, જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા સમયે ગણેશજીની પૂજા કરશે તેમના કામમાં કોઈ વિઘ્ન નઈ આવે. આ આશીર્વાદને લીધે જ ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. 
વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,
નિર્વિધન્મ કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા.
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


    આ સિવાય વાત કરવામાં આવે ગણેશજીના અંગોની તો તેમનું મોટુ માથું આપણેને વધારેમાં વધારે શીખવા, સારા વિચારો કરવાની પ્રેરણા આપે છે. ગણેશજીનું મોટું માથુ એટલે જ્ઞાનથી ભરપૂર. ગણેશજીની આંખો દિશાહીન થયા વગર એકાગ્રતા જાળવી આપણી આંખને માત્રને માત્ર લક્ષ્ય પર કેન્‍દ્રિત કરવાનું સુચવે છે. ગણેશજીના મોટા કાન સૌનું સાંભળો અને પોતાની બુદ્ધિથી કામ લેવાનું સુચવે છે. ગણેશજીની સુંઢ આજુબાજુના વાતાવરણને સુંધી (જાણી) પરિસ્થિતિનો અંદાજ મેળવી લેવાનું તથા મોટું પેટ સારુ ખરાબ બધું પચાવી જવાનું સુચવે છે.

ગણેશજીનું મહાભારતની રચનામાં મહત્વ

    મહર્ષિ વેદવ્યાસે મહાભારત રચના કરી છે તેનું આલેખન ગણેશજીએ કર્યું હોવાનું કહેવાય છે. એવી લોકવાયકા પણ છે કે, ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તુટી ગયો હતો અને એ તુટેલા દાંત વડે જ ભગવાન ગણેશજીએ મહાભારતનો ગ્રથ લખ્યો છે.મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી જ તેમણે જ્યારે મહાભારત ગ્રંથની રચના કરવાનું નક્કી કર્યું ત્યારે બ્રહ્માજીએ ત્વરિત લેખન માટે ગણેશજી પાસે લખાવવાનું સુચન કર્યું. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણેશજી લખતા ગયા. વિશેષતા એ છે કે ગણેશજીની શરત હતી કે તેમની કલમ થોભવી ન જોઈએ અને સામે વેદવ્યાસજીની શરત એ હતી કે ગણેશજી વિચાર્યા વગર લખશે નહી. આમ, મહર્ષિ વેદવ્યાસને શ્વાસ લેવાનો સમય મળે તે માટે મહાભારતમાં થોડા થોડા અતરે મહર્ષિ દ્વારા અધરા શ્ર્લોક મુકેલા છે. આમ, આ મહાભારત લખવાના કારણે ગણેશજીને આપણે પૃથ્વી પરના પહેલા સ્ટેનોગ્રાફર ગણી શકાય.

ગણેશજીના સ્વરૂપ

ગણેશજીના સ્વરૂપ, વાહનો અને નામ બદલાતા રહ્યાં છે.

ગણેશજીના વાહન

સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ, ત્રેતા યુગમાં મોર, અને કળિયુગમાં મૂષક તેમનું વાહન થયું.

ગણેશજીના સ્વરૂપ

સતયુગમાં ગણેશજીને દસ હાથ, ત્રેતા યુગમાં તેમને છ હાથ, દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને ચાર ભૂજા અને કળિયુગમાં બે હાથ હતા.

ગણેશજીના નામ

ગણેશજી સતયુગ અને ત્રેતા યુગમાં વિનાયક તેમજ દ્વાપર અને કળિયુગમાં ગજાનન કહેવાયા.

        ગણેશજીના આમ તો અસંખ્ય અવતાર છે પરંતુ તેમના આઠ અવતારો ખૂબ જ પ્રસિધ્ધ છે. 
વક્રતુંડ, એકદંત, મનોહર, ગજાનન, લંબોધર, વિકેટ, વિધ્નરાજ અને ધૂમ્રવર્ણ.

    તો ગણેશજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવતી ગણેશચતુર્થી ને સૌ સાથે મળીને ઉજવીએ અને ગણેશ ચતુર્થી ને અનુરૂપ ગણપતિ બાપા સ્ટેટસ તથા કોઈ પણ સમયે ગણેશજીને યાદ કરવા માટે ગણેશજી સ્ટેટસ તમને આ પોસ્ટ પરથી મળશે. તો સૌ સાથે મળીને બોલીએ ગણપતિ બાપા મોરિયા.

Ganpati bappa gujarati status


માતા પાર્વતીના જાયા ગજાનનઓ ગણરાયા,
ઓ દાદા ગણરાયા સદા પહેલા પૂજાયા...
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


મૂષકની કરતા સવારી,
મૂર્તિ લાગે મને બહુ પ્યારી,
ગણપતિબાપા મોરિયા...
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


નાગનનાય શ્રુતિ પજ્ઞ વિભુતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાજી માતા અને રિધ્ધિ સિધ્ધિ નાર છે,
ગણપતિ એનું નામ છે એવા ગજાનનને મારા નમન છે.
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


નાગનનાય શ્રુતિ પજ્ઞ વિભુતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


ભક્તો ને તમે દર્શન દેતા મંગલમૂર્તિ પોરિયા,
ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા...
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


વિધ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય,
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય.
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


મૂષકની કરતા સવારી,
મૂર્તિ લાગે મને બહુ પ્યારી,
ગણપતિબાપા મોરિયા...
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


માતા પાર્વતીના જાયા ગજાનનઓ ગણરાયા,
ઓ દાદા ગણરાયા સદા પહેલા પૂજાયા...
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


ભક્તો ને તમે દર્શન દેતા મંગલમૂર્તિ પોરિયા,
ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા...
Ganpati bappa gujarati status
Ganpati bappa gujarati status


ઓમ ગં ગણપતેય નમો નમ :
શ્રી સિધ્ધિવિનાયક નમો નમ :
અષ્ટવિનાયક નમો નમ :
ગણપતિ બાપા મોરિયા...
ગણેશજી સ્ટેટસ
ગણેશજી સ્ટેટસ


સૂપકર્ણ દેવ શુભ સૌનું કરનાર છે,
શુભ કાર્ય પુજનમાં પ્રથમ એનું સ્થાન છે,
એવા મારા સુંઢાળા દેવને કોટી કોટી નમન.
ગણપતિ બાપા સ્ટેટસ
ગણપતિ બાપા સ્ટેટસ


મૂષકની કરતા સવારી,
મૂર્તિ લાગે મને બહું પ્યારી,
ગણપતિબાપા મોરિયા...
Ganpati gujarati status
Ganpati gujarati status


ઓમ ગં ગણપતેય નમો નમ :
શ્રી સિધ્ધિવિનાયક નમો નમ :
અષ્ટવિનાયક નમો નમ :
ગણપતિ બાપા મોરિયા...
Ganpati gujarati status
Ganpati gujarati status


વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય,
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય.
Ganpati gujarati status
Ganpati gujarati status


વક્ર્તુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,
નિર્વિધન્મ કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા.
Ganesha gujarati status
Ganesha gujarati status


માતા પાર્વતી ના જાયા ગજાનન ઓ ગણરાયા,
ઓ દાદા ગણરાયા સદા પહેલા પૂજાયા...
Ganeshji gujarati status
Ganeshji gujarati status


દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાજી માતા અને રિધ્ધિ સિધ્ધિ નાર છે,
ગણપતિ એનું નામ છે એવા ગજાનન ને મારા નમન છે.
Ganeshji gujarati status
Ganeshji gujarati status


સૂપકર્ણ દેવ શુભ સૌનું કરનાર છે,
શુભ કાર્ય પુજનમાં પ્રથમ એનું સ્થાન છે,
એવા મારા સુંઢાળા દેવ ને કોટી કોટી નમન.
Ganeshji gujarati status
Ganeshji gujarati status


Ganpati gujarati quotes
Ganpati gujarati quotes


દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાજી માતા અને રિધ્ધિ સિધ્ધિ નાર છે,
ગણપતિ એનું નામ છે એવા ગજાનન ને મારા નમન છે.
Ganpati gujarati quotes
Ganpati gujarati quotes

ભગવાન ગણેશજીના સ્ટેટસ ને આપ ડાઉનલોડ, શેર અને રીપોસ્ટ કરી શકો છે. આ તમામ ફોટો વિશે આપના સુચન કોમેંટ કરી જણાવી શકો છો.

આ સિવાય ભગવાનના ગુજરાતી સ્ટેટસ માટે નીચે ક્લિક કરો.