ગુજરાતનો ઈતિહાસ, અલગ ગુજરાતની ચળવળ, ગુજરાતની સ્થાપના, ગુજરાતનું ઉદ્દઘાટન થી શરૂ કરીને ગુજરાતની પ્રગતિ થયા સુધીની તમામ માહિતી અને સાથે સાથે ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ગુજરાતી સ્ટેટસ.
ગુજરાતી ભાષા બોલતા લોકોનું અલગ ગુજરાત રાજ્ય બનાવવાની ચાલેલ લાંબી લડત પછી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળેલ. આજે આપણે જે ગુજરાતને જોઈએ છીએ અને જાણીએ છીએ તેને બનતા ઘણો લાંબો સમય લાગેલો અને તેના માટે સખત પરિશ્રમ ગુજરાતની પ્રજાએ કરેલ છે. તો આવા ગુજરાતની ગુણવતી પ્રજા હોવાને નાતે આપણા ગુજરાત રાજ્ય વિશેની જીણામાં જીણી માહિતી દરેક ગુજરાતી પાસે હોવી જરૂરી છે. લગભગ વાંચનની સંકુચિતતાના કારણે જીણામાં જીણી માહિતી તો નહીં પરંતું દરેક ગુજરાતીને હોવી જ જોઈએ તેટલી માહિતી ટુંકમાં રજુ કરેલ છે.
સૌથી પહેલા તો એ જાણીએ કે આખરે ગુજરાત છે કયાં અને ગુજરાતની ભુગોળ કેવી છે કેવી રીતે આપણે તેને ભારતના નકશામાં શોધીશું અને શા માટે ભારતના વિકાસમાં ગુજરાતનો મોટો ફાળો છે.
Geography of Gujarat
ગુજરાત રાજ્ય ભારત દેશના પશ્વિમ ભાગમાં અરબ સાગરના કિનારે આવેલ છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૯૦ કી.મી. અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૫૦૦ કી.મી. છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી. છે. વધુ વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનું સ્થાન ભારતના રાજ્યોમાં સાતમું છે. તમને જાણવું ગમશે કે સૌથી વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. સરહદની વાત કરીએ તો ઉત્તરે કચ્છનું મોટું રણ અને ત્યારબાદ પાકિસ્તાન, ઈશાન દિશામાં રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ, અગ્નિ દિશામાં મહારાષ્ટ્ર, દક્ષિણ અને પશ્વિમ દિશામાં અરબસાગર આવેલ છે. ગુજરાત પાકિસ્તાન સાથે ૫૧૨ કિ.મી. લાંબી આતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે.
વાત કરીએ જો દરિયાઈ સીમાની તો ગુજરાત ૧૬૦૦ કી.મી.લાંબો દરિયાકિનારો ધરાવે છે. જે ભારતના કુલ દરિયાકિનારાના ૨૮% છે. આ સિવાય ગુજરાતમાં બે અખાત પણ આવેલા છે. ૧.પશ્ચિમ દિશામાં કોરીનાળ અને કચ્છનો અખાત ૨.દક્ષિણ દિશામાં ખંભાતનો અખાત આવેલ છે.
જો વાત કરીએ આજના ગુજરાતની તો આજે ગુજરાત ભારતના સમૃદ્ધ રાજ્યો પૈકીનું એક છે. તો ચાલો જાણીએ આ ગુજરાત રાજ્યની કેટલીક વિશેષતાઓ.
Information About Gujarat
ગુજરાત રાજ્યની સ્થાપના બૃહદ મુંબઈ રાજ્યમાંથી ૦૧ મે, ૧૯૬૦ ના રોજ થઈ હતી. તેનું ઉદ્ધાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું અને વર્તમાનમાં પાટનગર ગાંધીનગર છે.
રાજ્યગીત - કવિ નર્મદ રચિત જય જય ગરવી ગુજરાત
રાજ્યપ્રાણી - સિંહ
રાજ્યવૃક્ષ - આંબો
રાજ્યફુલ - ગલગોટા
રાજ્ય નૃત્ય - ગરબા
રાજ્ય રમત - ક્રિકેટ તથા કબડ્ડી
Gujarat Destination
જો વાત કરવામાં આવે ગુજરાતના ગંતવ્યની તો ગુજરાતની અંદર એક માત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ ખાતે આવેલ છે. આ સિવાય રાજકોટ, ભુજ, ભાવનગર, જામનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત અને કંડલા ખાતે હવાઈ મથકો આવેલા છે.
ગુજરાતમાં કુલ ૪૩ બંદરો આવેલા છે. તેમાં સૌથી મોટું બદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર (Free Trade Zone) તરીકે જાહેર થયેલ મહાબંદર કંડલા (જિ.કચ્છ) છે.
ગુજરાતમાં અંદાજે ૫૬૯૬ કિ.મી. લાંબો રેલ્વેમાર્ગ અને અંદાજે ૭૨,૧૬૫ કિ.મી. લાંબો સડક માર્ગ છે.
Tourist Place In Gujarat
આમ તો ગુજરાત વિવિધતા ધરાવતો પ્રદેશ છે. તેમાં જુદા જુદા અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમાં ખૂબ સુંદર જગલ સંપદા આવેલ છે તે પૈકી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપ્ના ઈ.સ. ૧૯૮૨માં થઈ અને તે ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે.
જે પૈકી વિશ્વ સ્તરે જેની ખ્યાતિ હોય તેવા સ્થળોની યાદી (Gujarat Tourist Place List) અને તેમની ટુંકી માહિતી નીચે મુજબ છે.
Saputara
ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે ગીરીમથક સાપુતારા.
Girnar Junagadh
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત એટલે ગિરનાર. ગિરનાર જુનાગઢ જિલ્લામાં આવેલ છે. ગિરનાર પર્વત પર સાત ટુંંક આવેલ છે. તેમાં દતાત્રેયનું શિખર સૌથી ઉંચું છે. હાલમાં અંબાજી શિખર સુધી પહોંચવા માટે રોપ-વે ની વ્યવ્સ્થા છે.
Gir National Park Safari/Sasan Gir Safari
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણ્ય એશિયાઈ સિંહોનું આખરી નિવાસ સ્થાન છે. જેમાં જુનાગઢ જિલ્લામાં આવેલું સાસણ એશિયાટીક સિંહો અને તેમના સુંદર જંગલો માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સિંહ જોવા માટે સફારીની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
Sardar Vallabhbhai Patel Statue
કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આવેલ છે.
આ હતી ગુજરાત વિશેની ટુંકી અને બધાને ખબર હોવી જોઈએ તેવી પ્રાથમિક માહિતી. તો હવે જોઈએ Gujarat Divas ની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ.
Gujarat Sthapana Divas Status
૦૧ મે, ૧૯૬૦
જય જય ગરવી ગુજરાત
ગુજરાત સ્થાપ્ના દિવસ
Gujarat Sthapana Divas Status |
Gujarat Sthapana Divas
હું એવો ગુજરાતી,
જેની હું ગુજરાતી એ જ વિચારે ગજ ગજ ફુલે છાતી.
- વિનોદ જોષી
ગુજરાત સ્થાપના દિવસની
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...
Gujarat Sthapana Divas |
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
- અરદેશર ફરામજી ખબરદાર
ગુજરાત સ્થાપના દિવસની
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...
Gujarat Sthapana Divas |
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
- અરદેશર ફરામજી ખબરદાર
ગુજરાત સ્થાપના દિવસની
આપા સૌને હાર્દિક શુભેચ્છાઓ...
Gujarat Sthapana Divas |
ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત.
- અરદેશર ફરામજી ખબરદાર
ગુજરાત સ્થાપના દિવસની
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...
Gujarat Sthapana Divas Download |
0 Comments
Post a Comment
Thanks For your review.