આ પોસ્ટમાં આપને વિશ્વ વન્યજીવ દિવસ એટલે કે World Wildlife Day ના સ્ટેટસ.
World Wildlife Day Status, Wishes & Images in Gujarati | વિશ્વ વન્યજીવ દિવસ સ્ટેટસ
વિશ્વ વન્યજીવ દિવસ ૨૦૧૪ ના વર્ષથી વિશ્વના જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૦૩ માર્ચ ના રોજ ઉજવાય છે. ૨૦ ડિસેમ્બર, ૨૦૧૩ ના રોજ યુનાઈટેડ નેસન્સ જનરલ એસેમ્બલીની ૬૮ મી બેઠકમાં ઠરાવ નં.૬૮/૨૦૫ થી વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી દર વર્ષે કરવાનું નક્કી કરવામાં આવ્યું. વિશ્વના જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ પ્રત્યે જાગૃતિ લાવવા થાઈલેન્ડ દ્વારા આ દિવસ ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
ભારતમાં વન્યપ્રાણી સૃષ્ટિના રક્ષણ માટે વર્ષ ૧૯૭૨ માં વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ નો કાયદો અમલમાં આવેલ છે. જેને અંગ્રેજીમાં Wildlife Protection Act, 1972 તરીકે ઓળખાય છે.
ભારતમાં વન્યજીવ સબંધિ સંસ્થા વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (Wildlife Institute of India - WII) ની સ્થાપના ૧૯૮૨ માં થઈ હતી. જેનું મુખ્ય મથક દહેરાદુન ખાતે આવેલ છે. આ સંસ્થા કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયની હેઠળની એક સ્વાયત સંસ્થા છે. જેને વન્યપ્રાણી સંરક્ષણ ક્ષેત્રમાં તાલીમ અને સંશોધન સંસ્થા તરીકે માન્યતા મળેલ છે.
World Wildlife Day Gujarati Status
આ વિશ્વ વન્યજીવ દિવસ World Wildlife Day પર વન્યજીવોની રક્ષા કરવાની આપણી નૈતિક ફરજ પ્રત્યે કટીબદ્ધતા વ્યક્ત કરવા માટે આ સ્ટેટસ આપને ઉપયોગી થશે. આ સ્ટેટસને આપ ૦૩ માર્ચના સ્ટેટસ કે પછી 03 March Gujarati Status તરીકે પણ સર્ચ કરી શકશો.
World Wildlife Day Gujarati Status |
વિશ્વ વન્યજીવ દિવસની ૨૦૨૨ ની થીમ Recovering key species for ecosystem restoration છે.
ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે અભ્યારણ્ય(Sanctuary) અને રાષ્ટ્રીય ઉદ્યાન(National Park) ની સ્થાપના કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
0 Comments
Post a Comment
Thanks For your review.