આ પોસ્ટમાં આપને મળશે ડાઉનલોડ કરી શકો તેવા સારી ક્વોલિટીના ફોટોગ્રાફ સાથેની પતિ-પત્નીના પ્રેમની શાયરી.
Husband Wife Love Shayari Gujarati
પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી !
સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી !!
 |
Husband Wife Love Shayari Gujarati |
સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે.
ખરી મજા તો ત્યારે આવે.
જ્યારે આથમતી સાંજે
હું થાકુ ને તું હાથ આપે.
 |
Husband Wife Love Shayari Gujarati |
Download
ખૂબ સહેલુ છે કોઈક ને ગમી જવુ,
અઘરું તો છે,
સતત કોઈક ને ગમતા રહેવું...!!
 |
Husband Wife Love Shayari Gujarati |
Gujarati Love Shayari For Husband
આપણે હંમેશા પત્નીએ કરેલ ત્યાગ, સમર્પણ અને પોતાના પરિવારને છોડીને આવેલ હોવાના મુદ્દાઓ પર પતિના બલિદાન, પોતાની જાત કરતા પણ પોતાની પત્ની માટે વધુ પ્રેમ અને પોતાની પત્નીની ખુશી માટે પોતાની નાની-મોટી જરૂરીયાતોનો ત્યાગ ભુલી જઈએ છીએ. પરંતુ પતિ-પત્નીના સબંધમાં બન્ને પક્ષે એક બીજાનો આદર કરવો જોઈએ અને આ માટે જ્યારે પત્ની તેના પતિ પ્રત્યેના પ્રેમને વ્યકત કરવા માંગે કે કોઈ સ્પેશ્યલ દિવસે કે પછી પોતાના પતિ પ્રત્યેની લાગણીઓ દર્શાવવા માંગે ત્યારે આ લવ શાયરી ફોર હસબન્ડ એટલે કે પતિ માટે લવ શાયરી ઉપયોગી બનશે.
જિંદગીની રાહમાં,
જો તું નથી તો કઈ નથી,
અને મળેલી વાહમાં,
જો તું નથી તો કઈ નથી...!
 |
Gujarati Love Shayari For Husband |
હું ભુલી ગઈ છું આસપાસની દુનિયા...
જ્યારથી તમે બન્યા છો મારી દુનિયા...
 |
Gujarati Love Shayari For Husband |
હું ઘરનો દરવાજો બની રહું આજીવન !
જો તું તોરણ બની
મને વળગી રહે આજીવન...!!
 |
Gujarati Love Shayari For Husband |
ક્યારેક હું સમજી ના શકું,
તો તું કહી દેજે,
અને ક્યારેક હું કહી ના શકું
તે તુ સમજી જજે...
 |
Gujarati Love Shayari For Husband |
હો ઉમ્રભર ગાઢબંધન પ્યારનું
ને પછી ક્યાં, છુટકારો જોઈએ...
આ બદલતી જીંદગીના મોડ પર
સાથ તારો એકધારો જોઈએ.
 |
Gujarati Love Shayari For Husband |
Gujarati Love Shayari For Wife
આજે પણ ઘણા પતિઓ પોતાની પત્નીઓને પોતાના સાપેક્ષે નિર્બળ ગણતા હોય છે પરંતુ ખરેખર લગ્નજીવનમાં પતિ અને પત્ની બન્નેના સમર્પણ, પ્રેમ, નિષ્ઠા અને સમજદારી ખૂબ જરૂરી બને છે. પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ કે આદરભાવ વ્યક્ત કરવા માટે અને કોઈ ખાસ દિવસ જેવા કે લગ્નની વર્ષગાંઠ, સગાઈની વર્ષગાંઠ, વેલેન્ટાઈન દિવસ વગેરે પ્રસંગોએ પોતાની પત્ની પ્રત્યેની લાગણી દર્શાવવા માટે આ પત્ની માટેની લવ શાયરી ઉપયોગી થશે જેને બીજા શબ્દોમાં લવ શાયરી પત્ની માટે કે પત્ની માટેની પ્રેમ શાયરી પણ તમે કહી શકશો.
તારા હાથે તૂટેલું અને તેજ ટાંકેલું
મારા હર એક શર્ટમાં
એક એવું બટન હોવું જોઈએ.
 |
Gujarati Love Shayari For Wife |
તું મારી વાતો સમજજે
બાકી સાંભળી તો બધા લે છે.
 |
Gujarati Love Shayari For Wife |
વરસાદની શું ઔકાત કે,
એ મને પલાળે,
તને જોઈને જ હું,
પાણી પાણી થઈ જાવ છું...
 |
Gujarati Love Shayari For Wife |
બધાની પર્સનલ લાઈફ હોય છે...
પણ, મારે તો
પર્સનલ પણ તું અને લાઈફ પણ તું...!!
 |
Gujarati Love Shayari For Wife |
મારા ચાલતા શ્વાસનું વેન્ટીલેટર છે તું,
બીજીવાર ના પૂછતી કે મારી કોણ છે તું..!!
 |
Gujarati Love Shayari For Wife |
આશા રાખીએ કે આ પતિ પત્નીના પ્રેમની શાયરી તમને પસંદ આવી હશે.
આ સિવાય પણ અન્ય શાયરી, સ્ટેટસ અને સુવાક્યો વાંચવા માટે
0 Comments
Post a Comment
Thanks For your review.