પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માતાશ્રીનું ૩૦ ડીસેમ્બર,૨૦૨૨ ને શુક્રવારના રોજ અવસાન થયું તો આવા દુ:ખદ પ્રસંગે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવીએ.

Hiraba Sharadhanjali in Gujarati
Hiraba Sharadhanjali in Gujarati

Information of Hiraba In Gujarati

ચાલો હવે જાણીએ નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબેનના જીવન વિશે. 

હીરાબેન નો જન્મ – ૧૮ જૂન ૧૯૨૩

હીરાબેનનું જન્મ સ્થળ - મહેસાણા જિલ્લાના વિસનગર માં થયો હતો.

હીરાબેન ના પતિ – દામોદરદાસ મૂળચંદ મોદી 

હીરાબેનનું મૃત્યુ – ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ (અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલ માં )

હીરાબાનું બાળપણ

હીરા બા ને પોતાની માતાનો ચહેરો જોવાનું નસીબ માં પણ ન હતું. પોતાની માતા નો પ્રેમ મળ્યો ન હતો. હીરાબેન એ તેમની માતા સ્પેનિસ ફ્લૂ મહામારી માં ગુમાવી દીધા હતા. તેથી હીરા બા વધારે અભ્યાસ ન કરી શક્યા તેથી તેમને વાંચતા લખતાં આવડયું  ન હતું. તેમનું બાળપણ ગરીબી જીવન માંથી વિત્યું હતું. તેમની માતા ના મૃત્યુ થવાને કારણે તે સુખભોગ કે લાડકોડ થી વંચિત હતા. પરિવાર માં તેઓ સૌથી મોટા સંતાન હતા. તેથી બધી જવાબદારી તેમના ઉપર હતી. આમ, હીરા બા નું બાળપણ બહુ જટિલ સ્થિતિ માં પસાર થયું હતું. અને આ કારણે તેઓ તેમની ઉંમર કરતા વહેલા પરિપકવ થયા હતા. 

હીરાબાનું પારિવારીક જીવન

ત્યારબાદ તેમના લગ્ન દામોદરદાસ મૂળચંદ મોદી સાથે થયા હતા. ત્યાં પણ તે સૌથી મોટા વહુ બન્યાં હતાં. લગ્ન સમયે દામોદરદાસ ચા વેંચતા હતા. તેમના લગ્ન બાદ ઘરની તમામ જવાબદારી હીરાબા એ ઉઠાવી લીધી હતી. ઘણી બધી જવાબદારી અને સંધર્ષો હોવા છતાં ધીરજ અને મનોબળ થી સંપૂર્ણ પરિવાર ને હીરાબા એ એકતાંતણે જોડી રાખ્યો હતો. હીરાબેન અને દામોદરદાસ ને કુલ છ સંતાનો થયા હતા. જેમાં નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજા નંબરનું સંતાન હતા. હીરાબેન અને દામોદરદાસ ના અન્ય સંતાનોમાં અમૃતભાઈ મોદી, પંકજભાઈ મોદી, પ્રહલાદભાઈ મોદી, સોમાભાઈ મોદી અને દીકરી વસંતીબેન હસમુખલાલ મોદી છે.

    હીરાબાએ તા.૧૮ જૂન ૨૦૨૨, ના રોજ ૧૦૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પુત્ર પ્રહલાદ મોદીએ તેમની માતાની જીવન કથા વર્ણવી હતી. જેમાં પ્રહલાદ મોદીએ તેમના માતાની શારીરીક મજબૂતી અને સારા આરોગ્ય પાછળના કારણ અંગે કહ્યું હતું કે વડનગરમાં જેતે સમયે માત્ર એક જ કુવો મોગાજી ઠાકોરના ખેતરમાં હતો. જેમાંથી બધા લોકો ભોજન બનાવવા માટે પાણી ભરી લાવતા હતા. આ કુવામાંથી પાણી કાઢવા માટે ૧૦૦ હાથ દોરડા ખેંચવા પડતા હતા અને ત્યાંથી તેમનું ધર જે ગામના પ્રવેશદ્વારથી ૧૫ ફુટ જેટલી ઉંચાઈએ હતું ત્યાં સુધી ચડીને રોજે બે વાર પાણી હીરાબેન લાવતા હતા. આથી જ તેમના હાથ-પગ મજબૂત હતા. આળસ શબ્દ તેમના જીવનમાં હતો જ નહીંં.
    પોતાના ધર ખર્ચમાં સહયોહ કરવા માટે હીરાબેન આજુબાજુના ઘરોમાં વાસણ માંજવાનું કામ, ચરખો ચલાવવાનું કામ, કપાસના કાલા ફોલવાનું કામકામ, રૂ કાંતવાનું કામ પણ કરતા હતા. 
    ચોમાસામાં તેમના માટીના ઘરમાં અંતેક તકલીફો રહ્તી જેને ઓછી કરવા હીરાબેન જુન મહીનાની ગરમીમાં છત પર ચડીને નળીયા સરખા ગોઠવતા છતા તેમનું માટીનું ઘર ચોમાસા સામે ટક્કર જીલી શક્તું નહીં અને ચોમાસા દરમ્યાન તેમના ધરમાં પાણી ટપકતું. આ પાણી હીરાબેન ટપકતી છતની નીચે ડોલ અને વાસણો મૂકીને જીલતા અને તેનો અગામી દિવસોમાં ઉપયોગ કરતા. 

હીરાબાનું અવસાન

હીરાબાએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સવારે ૩:૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. અને આમ,  ૩૦ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ હીરાબાનું અવસાન થયું હતું. તેમની અંતિમ પાત્રા તેમના પુત્ર પંકજભાઈ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. પ્રધાનમત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ તેમના માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી.