આ પોસ્ટમાં આપને મળશે આપના તથા આપના સ્વજનો ના લગ્નની કંકોત્રી પર છપાવવા માટેના ટહુકા.

Gujarati Kankotri Tahuko

લગ્ન એ આનંદનો પ્રસંગ છે. અને આ પ્રસંગનું આમંત્રણ આપણા સ્વજનોને મોટેભાગે કંકોત્રી મારફત આપીતા હોઈએ છીએ. અને આ લગ્ન કંકોત્રીને ખાસ બનાવતી પંક્તિઓ એટલે ટહુકો. દરેક કંકોત્રીમાં લગ્નનો હરખ દર્શાવતા જુદા જુદા ટહુકા જોવા મળતા હોય છે. અને આ પોસ્ટમાં આપને પણ મળશે જુદા જુદા ટહુકા જેનો તમે તમારા સ્વજનોના લગ્ન વખતે કંકોત્રીમાં છપાવવા માટે ઉપયોગ કરી શકશો. 

Tahuko Gujarati

અવસર છે આનંદનો, પ્રસંગ છે મિલનનો,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો...!

Tahuko Gujarati
Tahuko Gujarati
એક મીઠા પ્રસંગનું લાખેણું તેડું લાવી છું,
આમ તો છું સાવ નાનકડી 
પણ મોટા મહેલે આવી છું.
કહેવાવ છું કંકોત્રી 
પણ આપને તેડવા આવી છું.

Tahuko Gujarati
Tahuko Gujarati
ફૂલોની મહેક શ્વાસ માં ભળી જાય,
મહેંદી તણો શણગાર હાથ માં મળી જાય.
સુરજ તો સાંજે ઢળી જાય,
આપ મારા મામા ના લગ્ન માં પધારશો
તો સોનામાં સુંગધ ભળી જાય.

Tahuko Gujarati
Tahuko Gujarati

લગ્ન એ અઢી અક્ષરની વાત છે,
પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
અમે તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો
એજ અમારા માટે આનંદની વાત છે.


પાંપણની જાજમ પથારી 
પ્રતીક્ષા કરીશું આપના આગમનની 
પારકી થઈ રહી છે પોતાની, 
આખંડી ભીની થઈ સહુની,
'દીદી" જાય છે મુકીને, મમતા મહિયરની...!

Tahuko Gujarati
Tahuko Gujarati
અવસર છે આનંદનો,
પ્રસંગ છે મિલનનો,
પધારજો પ્રેમથી, માણજો ઉમંગથી,
ઊજવવો છે અવસર હ્રદયના રંગ થી...!

Tahuko Gujarati
Tahuko Gujarati
Kankotri Tahuko


એક આંખડી આંસુ ભરાય, બીજી આખંડી હરખાઈ,
હર્ષ આસું ની ક્ષિતિજે અમારી "દીદી" ની છે વિદાય...!

Kankotri Tahuko
Kankotri Tahuko
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાષા,
શાનમાં કહીએ કે કાનમાં,
ના...ના કહેવાદો ને જાહેરમાં... 
વહેલા વહેલા આવજો લગ્નમાં...!

Kankotri Tahuko
Kankotri Tahuko
કેસર ધોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્રાર,
હું તો ચંદન પુરાવું ચોક, આંગણે વેરવું ફૂલપાન, 
વ્હેલેરા પધારજો મારા મામા ના લદનમાં જરૂર ને જરૂર પધારજો....


ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ,
નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગ્નમાં આવાનું 
ભૂલી જાસો તો માફ નહિ કરીએ...!

Kankotri Tahuko
Kankotri Tahuko
સોનાનો સૂરજ ઉગ્યો રૂડો અવસર આયો અમ ધેર,
રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,
ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઈ વાગશે,
વાગેજ ને મારા દીદી ના રૂડા લગન્યા લેવાય છે માટે તમે જરૂર આવજો ભૂલાય નહિ...


ગાના હોગા, બજાના હોગા, 
મૌસમ બડા મસ્તાના હોગા
આંગન બડા સુહાના હોગા 
હો રહી હી હમારે ફઈ કી સાદી
તો આપકો આના હોગા....

Kankotri Tahuko
Kankotri Tahuko
ઉડ પંખી આકાશમાં પત્રિકા લઈ ચાંચમાં પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા સબંધી મળે તો કેહજે કે 
અમારા કાકા તથા મામા ના લગ્નમાં જલુલ જલુલ આવશો... હો... 
અમે રાહ જોશું...


આમતો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ. 
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ,
જો...જો...હો... લગ્નમાં આવવાનું ભૂલાય નહિ..


મામા લાવશે મામી, રાજી થાશે નાના નાની,
મામી છે અમારી ન્યારી..ન્યારી...લાગશે સૌ ને પ્યારી... પ્યારી...
નયન મળ્યા... હ્રદય મળ્યા...હસ્ત મેળાપના ચોધડિયા મળ્યા...
સૌથી વિશેષ આપના શુભ આશીર્વાદ મળશે....


હરખના તેડા ને હૈયા ની પ્રીત, 
મારા "દાદી", "માસી", "ફઈ"
 ના લદનમાં જરૂર આવજો...


સમયની ધડી છે ન્યારી, કુદરતની ક્રુપા છે પ્યારી,
અતિ આનંદ છે અમોને,
રાહ જોઈ રહ્યા છીએ તમારી, તો કરો મારા ભાઈ ના લદનમાં આવવાની તૈયારી...


સ્નેહના સંબંધ નું વાવેતર થશે, જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે,
ત્રણેય લોક માં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગના માં જરૂર પધારસો...


વાગશે ઢોલ ને શરણાઈ ના સૂર રેલાશે,
કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે રડીયામણી રાતે,
સંગીત ના તળે રમસુ રાસે આવો પધારો  અમારા આંગણે,
તમારાથી જ અમારી શોભા થાશે...


મીઠા મધુર એવા લગ્નના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવજો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો...


મંગલ ફેરા વર વધુ ના પુષ્પો થી વધાવીશું,
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેલાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી સંબંધી, મિત્રો ની
જેનાથી આ શુભ પ્રસંગ ને અવિસ્મરણીય બનાવીશું......


દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપની રાહમાં અત્યારે
હ્રદય અધીરા બની રહ્યા છે આપની વાટ પર
લગ્ન નો શુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર...


ચંદ સિતારા ની રોનક પણ અમને આછી લાગશે,
તમારા થી જ તો અમારા પ્રસંગ ની સોભા વધશે,
ખુબ ભાવથી લખી છે તમને આજ કંકોત્રી
વાહલા ને વિનંતી છે, તમે આવો તો ખૂશીઓની રમઝટ જામશે....


શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઈ ને 
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેષ કરીને
વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને
આવો સૌ માની એ પ્રસંગ અનેરો સૌ સાથે મળીને...


લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા, આપણી લાગણી વહેશે ઝરણું બની, તો તાણશું એમાં અમે તરણું બની...
તમને ખબલ છે માલા મામા વલરાજા થાશે, ધોડલે ચઢશે ને વાજતે ગાજતે મામીને લાવશે, 
હો !.... હો... કેવી મજા પડશે તો તમે પણ મામાની જાનમાં જલુલ ને જલુલ આવજો હો...


ગામની ડેલીએ ડાયરો જામશે, હરખધેલી માતા ગોળ ખવડાવશે, ભાભુ ગીતડાં ગવડાવશે, હોંશીલી ભાભી ઓવારણા લેશે, નટખટ ફૌઈબા ભત્રીજા ને ધોડલે ચડાવશે, ત્યારે ધીમા પગલે ધુંધટ માં લપેટાઇ ને નમણી વહુ પરિવાર માં આવશે....