This atrical contains Mahatma Gandhi suvichar in gujarati. you can download this status by clicking downlaod buttons.

Gandhiji na Vicharo in Gujarati | ગાંધીજીના પ્રેરણાદાયી વિચારો, સુવાક્યો અને જીવનપરિચય

ગાંધીજી વિશે એક વાતમાં કહીએ તો "ગાંધીનું ગુજરાત" જે આપણે ઘણી વખત સમાચાર અને સામાન્ય વાર્તાલાપમાં સાંભળતા હોઈએ છીએ. આ પોસ્ટના માધ્યમથી આપને ગાંધીજી વિશેની ટુંક્માં માહિતી તથા ગાંધીજીના વિચારો ઈમેજ સ્વરૂપે આપને મળશે. તો આ ગાંધીજીના વિચારોના ઈમેજ સુધી પહોંચતા પહેલા ગાંધીજીનો ટુંકો પરિચય નિંબંધ સ્વરૂપે જાણી લઈએ.


Mahatma Gandhi Essay in Gujarati | Mahatma Gandhi nibandh Gujarati 

ગાંધીજીનો જન્‍મ, પરિવાર અને સામાન્ય પરિચય

ગાંધીજીનો જન્‍મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ પોરબંદર(ગુજરાત) ખાતે થયો હતો. ગાંધીજીનું નામ મોહનદાસ (હુલામણું નામ કબા ગાંધી) અને માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતુ. ગાંધીજીના લગ્ન ઈ.સ.૧૮૮૩ માં ગોકુળદાસ મકનજી અને વ્રજકુંવર શેઠાણીના પુત્રી કસ્તુરબા સાથે થયા હતા. ગાંધીજીના ચાર પુત્રો હરીલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ અને આ સિવાય ગાંધીજી જમનાદાસ બજાજને પોતાનો પાંંચમો પુત્ર ગણતા હતા.

Gandhiji na vicharo in gujarati
Gandhiji na vicharo in gujarati


ગાંધીજીનો અભ્યાસ

        ગાંધીજીએ મેટ્રીકની પરીક્ષા ઈ.સ. ૧૮૮૭ માં રાજકોટની આલ્‍ફેડ હાઈસ્કુલમાં પાસ કરી હતી ત્યારબાદ મોહનદાસ ગાંધી વકીલાત અર્થે ઈંગ્લેન્‍ડ ગયા હતા અને ઈ.સ. ૧૮૯૧ માં ભારતમાં પરત ફરી વકીલાત શરૂ કરી હતી.

ગાંધીજીની ચળવળ

        ભારતીય સ્વાતંત્ર સંગ્રામના રાજનૈતિક પટલ પર મહાત્મા ગાંધીજીનું પદાર્પણ ઈ.સ. ૧૯૧૫ માં થયું હતું. આ પહેલા તેમણે સત્યાગ્રહ નામના હથિયારનો પ્રથમ વખત પ્રયાસ દક્ષિણ આફ્રિકામાં કર્યો હતો. ઈ.સ. ૧૮૯૩ માં શેઠ અબદુલ્લાની પેઢીનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા અને દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા જતી ટ્રેનમાં રંગભેદની નીતિનો સામનો થતાં મોહનદાસ ગાંધીએ આ ભેદભાવની નીતિનો દક્ષિણ આફ્રિકામાં વિરોધ કર્યો અને તે બાબતે ભારતના લોકો અને ભારતને સ્વતંત્ર બનાવવાના ઉદ્દેશથી કાર્યરત ભારતીય નેતાઓનું ધ્યાન ખેંચ્યું. અહિંયા તેમણે નાતાલ હિન્‍દી કોંગ્રસની સ્થાપના કરી હતી અને ફિનિકસ નામના સ્થળે આશ્રમની સ્થાપના કરી હતી.

       ૯ જાન્યુઆરી ૧૯૧૫ માં મુંબઈ એપોલો બંદર ખાતે ભારત પરત ફર્યા. વિદેશમાં વસતા મૂળ ભારતીય લોકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખવાના ઉદ્દેશથી વર્ષ ૨૦૦૩ માં વાજપેયી સરકારના સમયગાળામાં લક્ષ્મીમલ સિંઘવી (એલ.એમ.સિંઘવી) સમિતિના અહેવાલના આધારે પ્રથમ ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી થઈ. અને ત્યારબાદ દર વર્ષે ૯ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

        ૨૫ મે ૨૦૧૫ માં ગાંધીજીનું ગુજરાતમાં આગમન અમદાવાદ ખાતે થયું હતું. ગાંધીજીએ ભારત ફરી પોતાની પ્રવૃતિઓ અર્થે ઈ.સ.૧૯૧૫માં અમદાવાદના પરા વિસ્તારમાં કોચરબ ગામે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.

        ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ સત્યાગ્રહ ચંપારણ ખાતે કર્યો હતો.
      ઈ.સ. ૧૯૧૮ માં ગાંધીજી પ્રેરિત મિલ-મજુર સત્યાગ્રહ અમદાવાદ ખાતે થયો હતો. અમદાવાદ સત્યાગ્રહની લડત મિલ માલિકો અને મજુરો વચ્ચેની હતી. જેમાં ગાંધીજીએ પ્રથમ વખત ભુખ હડતાલ કરી હતી. ગાંધીજીએ મિલ મજુરોની હડતાલને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. જે ગાંધીજીનું ભારતમાં ચંપારણ સત્યાગ્રહ પછીનું બીજુ સફળ આંદોલન હતું.

        ઈ.સ.૧૯૧૭ માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા સરકારે ખેડુતોનું મહેસુલ માફ કરવાના બદલે કર ઉધરાવવાનું ચાલુ રાખ્યુ જે કારણોસર ગાંધીજીએ વલ્લાભભાઈ પટેલને સાથે રાખી ૨૨ માર્ચ ૧૯૧૮ ના રોજ સત્યાગ્રહ કરવાનું આયોજન કર્યું. ખેડા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ગણવામાં આવે છે. ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પૂજ્ય રવિશંકર મહારાજનો મેળાપ થયો. ખેડા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલની ઓળખ થઈ અને સરકારે નબળી સ્થિતિવાળાં ખેડુતોનું મહેસુલ માફ કરવાનું નક્કી કર્યું. 

       ઈ.સ.૧૯૧૯ ના ફેબ્રુઆરી માસમાં ગાંધીજી દ્વારા સત્યાગ્રહ સભાની સ્થાપના કરવામાં આવી હતી.

    ઈ.સ.૧૯૨૦ માં ગાંધીજીની હોમરુલ લીગના પ્રમુખ તરીકે પસંદગી થઈ હતી અને આ જ વર્ષે અંગ્રેજ સમયમાં કેળવણીનો બહિષ્કાર કરવા માટે ગાંધીજીએ ડાહ્યાભાઈ મહેતાના મકાનમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. અને આ ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સીટીનો દરજ્જો ઈ.સ.૧૯૬૩ માં મળ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ મોહનદાસ ગાંધી જ હતા.

        દાંડીકુચ ૧૨ માર્ચ ૧૯૩૦ થી શરૂ કરી ૬ એપ્રિલ ૧૯૩૦ સુધી ચાલેલ મીઠાના કર વિરુધ્ધ ચલાવવામાં આવેલ અહિંસક આંદોલન હતું. જેમાં ગાંધીજી સાથે તેમના ૭૮ વિશ્વાસપાત્ર સ્વયંસેવકો જોડાયા હતા. દાંડી યાત્રની સરખામણી સુભાષચંદ્ર બોઝ એ નેપોલિયનની એલ્વા થી પેરિસ યાત્રા સાથે કરી હતી. ગાંધીજીએ સર્વપ્રથમ દાંડી નામના સ્થળેથી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. અને ત્યારથી ગાંધીજી દ્વારા સવિનય કાનુન ભંગની શરૂઆત થઈ હતી. ઈ.સ. ૧૯૩૦ માં જ ગાંધીજીએ અસહયોગ આંદોલન નું નેતૃત્વ કર્યું હતું.પુનાની યરવડા જેલમાં ગાંધીજી સાથે ઈન્‍દુલાલ યાજ્ઞિક હતા. અસહકાર ચળવળ દરમિયાન ગાંધીજીએ તેમને અપાયેલ કૈસર હિંદ નો ખિતાબ પરત કર્યો હતો.

        ઈ.સ. ૧૯૩૨ માં ગાંધીજી અને ડો.બાબા સાહેબ વચ્ચે પુના કરાર થયા હતા. 
    ઈ.સ. ૧૯૪૨ માં હિંદ છોડો ચળવળની શરૂઆત કરી હતી. હિંદ છોડો ચળવળનો ઠરાવ મુંબઈ ખાતે યોજાયેલી કોંગ્રેસની મહાસમિતીની બેઠકમાં મુકાયો હતો. આ લડત દરમિયાન ગાંધીજીને આગાખાન મહેલ, પૂના ખાતે કેદ કરવામાં આવ્યા હતા.

        ગાંધીજીની સમાધિ નું નામ રાજધાટ અને તે દિલ્લી ખાતે આવેલી છે.

ગાંધીજીના આશ્રમ

     ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ ઈ.સ. ૧૯૧૫ માં અમદાવાદના પરા વિસ્તારમાં કોચરબ ગામે ગાંધીજીએ બેરીસ્ટર જીવણલાલ પાસેથી બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના  કરી હતી. 
    ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમની સ્થાપના ઈ.સ.૧૯૧૭ માં કરી હતી. જે સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હ્રદય કુંજ' છે. 
    વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી.

ગાંધીજીના ગુરૂ

        ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચંદ્ર તથા રાજકીય ગુરૂ ગોપાલકૃષ્ણ ગોખલે હતા. ગાંધીજી લિયો તોલ્સતોય નામના લેખકને પોતાના ગુરૂ માનતા હતા.


ગાંધીજીનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન

૧. ગાંધીજીએ અન ટુ ધી લાસ્ટ પીસનું અનુવાદ કરીને તેને સર્વોદય નામ આપ્યું હતું. જે ગાંધીજીનું પ્રેરણાદાયી પુસ્તક હતું.
૨. આ સિવાય ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી મહાદેવભાઈ દેસાઈ હતા.
૩. નારાયણ દેસાઈએ ગાંધીજીનું બૃહદ જીવન ચરિત્ર " મારું જીવન એજ મારી વાણી " લખેલ હતું.
૪. ગાંધીજીનું હસ્તલિખિત આત્મકથા પુસ્તક સત્યના પ્રયોગો છે.
૫. ગાંધીજીએ યંગ ઈન્‍ડીયા નામનું સમાચારપત્ર શરૂ કરેલ હતું.

ગાંધીજીએ આપેલ બિરુદ

૧. મહાત્મા ગાંધીએ મહમદ અલી જીણાને કાયદે આઝમની ઉપાધી આપી હતી.
૨. ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપ્યું હતું.
૩. ખેડા સત્યાગ્રહ વખતે લોકોના ઉત્સાહમાં ઘટાડો થતા ગાંધીજીએ લોકોનો ઉત્સાહ જગાડવા અયોગ્ય રીતે જપ્ત થયેલ ખેતરનો ડુંગળીનો પાક ઉતારી લેવા મોહનલાલ પંડ્યાને સલાહ આપી. જે કારણોસર ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું.

ગાંધીજીને મળેલ બિરુદ

        ગાંધીજીને સૌપ્રથમ મહાત્માની ઉપાધી રવિન્‍દ્રનાથ ટાગોર એ આપી હતી. તથા ગાંધીજીને સૌપ્રથમ રાષ્ટ્રપિતા સુભાષચંદ્ર બોઝએ કહ્યા હતા. 

ગાંધીજી વિશે જાણવા જેવું

ગાંધીજી દર સોમવારે મૌન વ્રત રાખતા હતા.
ગાંધીજીના સત્યાગ્રહના મુખ્ય બે પાસા હતા. સત્ય અને અહિંસા

Mahatma Gandhi quotes in Gujarati

૧. મારો જન્‍મ બ્રિટીશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે.
૨. " અહિંસા " સત્યની શોધનો આધાર છે.
Gandhiji na vicharo in gujarati
Gandhiji na vicharo in gujarati


૩. ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે.
Gandhiji na vicharo in gujarati
Gandhiji na vicharo in gujarati



૪. દુનિયામાં જે બદલાવ માગતા હો તે પોતાનામાં લાવો.
Gandhiji na vicharo in gujarati
Gandhiji na vicharo in gujarati


૫. મૌન સૌથી સશક્ત ભાષણ છે, ધીરે ધીરે દુનિયા તમને સંભળશે.
Gandhiji na vicharo in gujarati
Gandhiji na vicharo in gujarati


Mahatma Gandhi Suvichar in Gujarati 06 to 10

૬. વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે, તે જેવું વિચારે છે તેવો બની જાય છે.
mahatma gandhi suvichar in gujarati
mahatma gandhi suvichar in gujarati


૭. પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે.
mahatma gandhi suvichar in gujarati
mahatma gandhi suvichar in gujarati


૮.જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય.
mahatma gandhi suvichar in gujarati
mahatma gandhi suvichar in gujarati


૯. બધા જ માણસોની જરૂરિયાત માટે જે છે તે પુરતું છે, પણ એક જ માણસના લોભ માટે તો આ બધું અપૂરતું જ છે.
mahatma gandhi suvichar in gujarati
mahatma gandhi suvichar in gujarati


૧૦. મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે, સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનું સાધન.
mahatma gandhi suvichar in gujarati
mahatma gandhi suvichar in gujarati


Mahatma Gandhi Quotes in Gujarati 11 to 15

૧૧. ક્રોધ અને સહિષ્ણુતા સાચી સમજ ના દુશ્મન છે.
mahatma gandhi quotes in gujarati
mahatma gandhi quotes in gujarati


૧૨. હું મરવા માટે તૈયાર છું પણ એવું કોઈ કારણ નથી કે જેના લીધે હું મારવા તૈયાર  થઈ જાવ.
mahatma gandhi quotes in gujarati
mahatma gandhi quotes in gujarati


૧૩. મારી અનુમતિ વિના કોઈ પણ મને ઠેસ નથી પહોંચાડી શકતો.
mahatma gandhi quotes in gujarati
mahatma gandhi quotes in gujarati


૧૪. આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતુટ શ્રધ્ધા રાખો.
mahatma gandhi quotes in gujarati
mahatma gandhi quotes in gujarati


૧૫. તમે ગમે એટલા રામ નામના જાપ કરો, પણ જો એનાથી આત્મામાં ભાવનો સંચાર ના થાય તો વ્યર્થ છે.
mahatma gandhi quotes in gujarati
mahatma gandhi quotes in gujarati


Gandhiji Suvichar in Gujarati 16 to 20

૧૬. આપણી જિંદગીમાં જો જવાબદારીઓ અને જોખમો ન હોય, તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ન હોત.
gandhiji suvichar in gujarati
gandhiji suvichar in gujarati


૧૭. જીંદગીમાં એવી રીતે જીવો કે આવતીકાલે તમે મૃત્યુ પામવાના હો, જીંદગીમાં એવી રીતે શીખો કે તમે હંમેશા માટે જીવવાના હો.
gandhiji suvichar in gujarati
gandhiji suvichar in gujarati


૧૮. પોતાની ભૂલ ને સ્વીકારવી એ જાડુ લગાવવા સમાન છે, જે સપાટીને સાફ અને ચમકતી બનાવી દે છે.
gandhiji suvichar in gujarati
gandhiji suvichar in gujarati


૧૯. તમે માનવતામાં વિશ્વાસ ના ખોવો, માનવતા સાગરની જેમ છે. જો સાગરની થોડીક બુંદો ખરાબ છે, તો સાગર ખરાબ નથી થઈ જાતો.
gandhiji suvichar in gujarati
gandhiji suvichar in gujarati


૨૦. કમજોર ક્યારેય માફ નથી કરી શકતો. માફ કરવા માટે ખૂબ જ તાકાતની જરૂરત હોય છે.
gandhiji suvichar in gujarati
gandhiji suvichar in gujarati

૨૧. મારા અને આપણા સ્વપ્નના સ્વરાજમાં જાતિ કે ધર્મના ભેદભાવને સ્થાન નથી. તેમજ તેમાં ભણેલાનો કે ધનિકનો ઈજારો નહીં હોય. સ્વરાજ બધા માટે હશે.

        ગાંધીજીના સુવિચાર આપને જીવનમાં ડગલેને પગલે ઉપયોગી થશે. આપ પણ આ ગાંધીજીના સુવિચાર લોકો સુધી પહોંચાડી શકો છો, લોકોને રાષ્ટ્રપિતા ના વિચારો, સિધ્ધાંતોથી માહિતગાર કરીએ ચાલો ગાંધીજયંતિ ઉજવીએ.

સત્યના પ્રયોગોનું વેંચાણ

        ગાંધીજીનો સામાન્ય પરિચય તો આપણે સૌને હોવાનો જ પણ જો આપણે તેમના વિચારોની વાત કરીએ તો લગભગ મોટા ભાગના લોકો ગાંધીજી વિશે ઓછું જાણતા હોવાને લીધે જાત જાતના અફવાઓ તથા ખોટી માહિતી વાળા મેસેજ પર વિશ્વાસ કરી લેતા હોય છે. અને એમાં પણ ગાંધીજી ગુજરાતી હોવા છતા આપણે સૌએ ગાંધીજી વિશે જાણવામાં બહું ઓછી રૂચી લેતા હોઈએ છીએ. અને આ વાત માટે સીધું ઉદાહરણ છે ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" ની વેંચાણ સંખ્યા.

        સામાન્ય રીતે આપણે સૌ એવું જ માનતા હોઈએ છીએ કે ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" નું સૌથી વધુ વેંચાણ ગુજરાતી કે હિન્‍દી ભાષામાં થયેલ હશે. પરંંતુ હકીકત સાવ અલગ જ અને ધાર્યા બહારની એટલે કે મલયાલમ ભાષામાં સૌથી વધું "સત્યના પ્રયોગો" નું વેંચાણ થયેલ છે. અને મલયાલમ ભાષા બોલનારની વસ્તી કેરળ રાજ્યમાં વધારે છે. આમ લોકો ગુજરાતને યાદ કરતી વખતે ગાંધીનું ગુજરાત કહેતા હોય છે, પરંતું તેમની આત્મકથા કેરળ રાજ્યમાં સૌથી વધું વેચાય છે.

ચાલો જાણીએ ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" ના વેચાણના આંકડા
૧. ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી. તેની પ્રથમ આવૃતિ વર્ષ ૧૯૨૭ માં પ્રકાશિત થઈ હતી.
૨. ૧૯૨૭માં જ ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈએ 'સત્યના પ્રયોગો'નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને જેની પ્રથમ આવૃતિ પણ ૧૯૨૭માં જ પ્રકાશિત કરવામાં આવી.
૩. ૨૦૧૭ સુધીમાં આશરે નેવું વર્ષમાં ગુજરાતી ભાષામાં અંદાજે ૬,૧૬,૦૦૦ નકલો વેચાઈ છે.
૪. જ્યારે મલયાલમ ભાષામાં તો ગાંધીજીની આત્મકથા ૧૯૯૭ માં પ્રકાશિત થઈ અને ૨૦૧૭ સુધીમાં જ અંદાજે ૭,૫૫,૦૦૦ નકલો વેચાઈ.
૫. ગુજરાત રાજ્યમાં ગાંધી સાહિત્યના પુસ્તકોનું પ્રકાશન નવજીવન ટ્રસ્ટ કરે છે, જ્યારે કેરળ રાજ્યમાં પૂર્ણોદયા બુક ટ્ર્સ્ટ ગાંધી વિચારના પ્રચાર-પ્રસારનું કામ કરે છે.
૬. કેરળમાં ઘણા કુટુંબો લગ્નપ્રસંંગે કંકોત્રીની સાથે સાથે ગાંધીજીની આત્મકથાની પણ ભેટ આપે છે. આ સિવાય કેરળ રાજ્યમાં સાક્ષરતાની સાથે સાથે વ્યક્તિગત વાંચનરસ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા ગાંધી વિચારની સાથે સાથે આત્મકથાનો પ્રચાર - પ્રસાર પણ હોય શકે છે.
૭. ગુજરાતની આ એક કમનસીબ બાબત છે અને હકીકત પણ. કદાચ ગુજરાતમાં વાંચન વિશેની ઓછી જાગૃતિ પણ આના માટે જવાબદાર ગણી શકાય.
૮. ગાંધીજીના તમામ સાહિત્ય પૈકી તેમના જીવન અને વિચારને સમજવા માટે ગાંધીજીના ત્રણ પુસ્તકો સત્યના પ્રયોગો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અને હિંદ સ્વરાજ મુખ્ય છે.
૯. વિશ્વની જાણીતી સુપ્રસિધ્ધ આત્મકથાઓમાં ગાંધીજીની આત્મકથાનો સમાવેશ થાય છે.
૧૦. રિચર્ડ એટેનબરોની ફિલ્મ 'ગાંધી' અને 'લગે રહો મુન્નાભાઈ' પછી ગાંધીજીના આત્મકથાના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો.

        ગાંધીજીની ઉપેક્ષામાં માત્ર સરકાર, પ્રકાશન કે નેતાઓનો વાંક ન સમજતા આપણે પણ એટલા જ દોષિત છીએ અને ગાંધીજી વિશે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ તો પ્રવર્તતી હોય છે પણ આપણે લોકો પણ ગાંધીજી પ્રત્યે આપણો આદર વ્યકત કરવામાં પાછા પડતા હોઈએ છીએ, અરે આપણે ગુજરાતી લોકો પણ ગાંધીજયંતિના દિવસે Gandhi Jayanti Quotes in Gujarati પણ અપલોડ કરી શકતા નથી. તો આપને Gandhiji na vicharo gujarati ma ગાંધીજીના વિચારો ગુજરાતીમાં જો આપને પસંદ આવ્યા હોય તો આ વિચારો ને આપ ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકશો.


દેશભક્તિને લગત અન્ય સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે

Indian Flag Gujarati Status

Dr Ambedkar Quotes in Gujarati

Subhash Chandra Bose in Gujarati