આ પોસ્ટમાં આપને મળશે બાબા સાહેબ આંબેડકરના વિચારો (Baba Saheb Ambedkar Thoughts in Gujarati) અને સુવાક્યો (Baba Saheb Ambedkar Suvichar in Gujarati). જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો.


Dr Ambedkar Nibandh in Gujarati | બાબા સાહેબ આંબેડકરનો જીવન પરિચય

    ૧૪ એપ્રિલ, ૧૮૯૧ માં મધ્યપ્રદેશ રાજ્યના મહુમાં સુબેદાર રામજી સકપાલ (Ramji Sakpal) અને ભીમાબાઈના ચૌદમાં સંતાન અને સૌથી નાના સંતાન તરીકે ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્‍મ થયો હતો. બાબાસાહેબનો પરિવાર મૂળ તો મહારાષ્ટ્ર રાજ્યનો રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામનો મરાઠી પરિવાર હતો. ભીમરાવ આંબેડકરના પિતાશ્રી રામજી શકપાલ ભારતીય સેનામાં કામ કરતા હતા. બાબાસાહેબ આંબેડકરના જન્‍મ સમયે તેમનું કુટુંબ કબીરપંથમાં માનતું હતું.

    ભીમરાવ છ વર્ષના હતા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતુંં. ભીમરાવના પિતાની અટક સકપાલ હતી પરંતુ તેઓ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હોવાથી શાળામાં તેમની એટક આંબાવડેકર રાખવામાં આવેલી. બાબાસાહેબના એક શિક્ષક કે જેઓ બાબાસાહેબને ખુબ ચાહતા હતા તેમની અટક આંબેડકર હતી તેમણે ભીમરાવની અટક શાળાના રજીસ્ટરમાં સુધરાવીને આંબાવડેકરને બદલે આંબેડકર કરાવી હતી. 

    ભીમરાવે હાઈસ્કુલનું શિક્ષણ મુંબઈની એલિફન્‍સ્ટન હાઈસ્કુલમાં મેળવ્યું અને ૧૯૦૭ માં મેટ્રીકની પરિક્ષા પાસ કરી. મેટ્રીક પાસ ભીમરાવના લગ્ન રમાબાઈ સાથે થયા. લગ્ન પહેલા રમાબાઈનું નામ "રામી" હતું. પરંતુ લગ્નબાદ ભીમરાવે તેમનું નામ "રમાબાઈ" રાખ્યુ હતું. રમાબાઈના મૃત્યુબાદ તેમણે બીજા લગ્ન સવિતાબેન સાથે કર્યા હતા. 

    બાબાસાહેબના કોલેજના શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિષ્યવૃતિની વ્યવસ્થા કરી અને બાબાસાહેબ મુંબઈની પ્રખ્યાત એલીફન્‍સ્ટન કોલેજમાંથી ઈ.સ.૧૯૧૨માં બી.એ. અંગેજી મુખ્ય વિષય સાથે સ્નાતક થયા. સ્નાતક થયા બાદ તેઓની નિમણૂંક વડોદરા રાજ્યના લશ્કરમાં લશ્કરી અધિકારી તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી પરંતું ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ ના રોજ તેમના પિતાજીનું અવસાન થતા તેમને નોકરી છોડવી પડી. આ સમયગાળા દરમિયાન વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતાના ખર્ચે તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા તેમાં બાબાસાહેબની પસંદગી થતા તેઓ ૧૯૧૩ના જુલાઈ માસના ત્રીજા અઠવાડીયામાં અમેરિકા ના ન્યુયોર્ક શહેર જવા માટે રવાના થયા. 

    અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સીટીમાં અભ્યાસ દરમિયાન "પ્રાચીન ભારતીય વ્યાપાર" વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ઈ.સ.૧૯૧૬ માં "બ્રીટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ" વિષય પરનો મહાનિબંધ તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં રજુ કર્યો. જેના કારણે બાબાસાહેબને પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ. 

    ઈ.સ. ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઈંગ્લેન્‍ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો જેની સાથે તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓના કારણે પોતાનો અભ્યાસ પડતો મુકીને તેમને ભારત પરત ફરવું પડ્યું. અને ઈંગ્લેન્‍ડથી પરત ફરી તેઓ વડોદરા રાજ્યના મીલેટરી સેક્રેટરી તરીકે જોડાયા.

    ઈ.સ.૧૯૧૮ માં તેઓ મુંબઈની સીડનહામ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. અને આ સમય દરમિયાન થોડા ઘણા પૈસા બચાવી તથા ઘટતી રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને બાબા સાહેબ ફરી એક વાર અભ્યાસ માટે ઈંગ્લેન્‍ડ ગયા. અને ખૂબ સંધર્ષો પછી ઈ.સ.૧૯૨૩માં બાબા સાહેબ બેરીસ્ટર થયા. અને આ સમયગાળા દરમિયાન બાબા સાહેબને તેમના " રૂપિયાનો પ્રશ્ન " મહાનિબંધ માટે લંડન યુનિવર્સીટીએ " ડોક્ટર ઓફ સાયન્‍સ" ની પદવી એનાયત કરી. Baba Saheb Ambedkar Quotes In Gujarati૧. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવાડે છે.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati૨. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati૩. જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati૪. ઉદાસીનતા લોકોને પ્રભાવિત કરતો સૌથી ખરાબ રોગ છે.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati૫. તમારા ભાગ્યની જગ્યાએ તમારી મજબૂતી પર વિશ્વાસ રાખો.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati૬. જીવન લાંબુ નહી પણ મોટું અને મહાન હોવું જોઈએ.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati૭. શિક્ષણ એ વાઘણના દુધ જેવું છે. જે કોઈ પીવે છે. ગર્જના કર્યા સિવાય રહેતો નથી.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati
૮. કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી, કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી, પરંતુ હું કહું છું કે દેશ પહેલો અને પછી પણ દેશ જ.
Baba Saheb Ambedkar Quotes In Gujarati
Baba Saheb Ambedkar Quotes In Gujarati
૯. પતિ પત્ની વચ્ચેનો સબંધ એ એક અંગત મિત્ર જેવો હોવો જોઈએ.
૧૦. કોઈ પણ સમાજની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે હું તે સમાજની મહિલાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરું છું.
૧૧. દરેક પાસે પોતાના વિચારો હોવા જોઈએ, વિચારો દ્વારા જ આચરણ નું મૂલ્યાંકન થઈ શકે છે.
૧૨. કાયદો અને વ્યવસ્થા એ રાજકીય શરીરની દવા છે અને જ્યારે રાજકીય શરીર બિમાર પડે છે ત્યારે દવા આપવી જ જોઈએ.
૧૩. કોઈ પણ ધર્મનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક અને વ્યક્તિગત વિકાસ થાય તે હોવો જોઈએ.
૧૪. ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી.
૧૫. ખોવાયેલા અધિકારો એ ક્યારેય પ્રેમથી કે અપીલ કરી મેળવી શકાતા નથી, તેને પ્રાપ્ત કરવા માટે અવિરત સંધર્ષ કરવો પડે છે.