આ પોસ્ટમાં આપને મળશે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સી.ડી.એસ.) જનરલ બીપીન રાવત વિશેની ટુંકી માહિતી. તથા તેમના જીવન, હોદ્દો, સેનાની ફરજો તથા તેમને યાદ કરતા સીડીએસ બિપિન રાવત સ્ટેટસ અને બિપિન રાવતને શ્રધ્ધાંજલી આપતા સ્ટેટસ.
[Download] CDS Bipin Rawat in Gujarati | Bipin Rawat Gujarati Status
ભારતીય સેનાના ત્રણેય પાંખના વડા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ હોય છે. અને ભારતીય સેનાના ઈતિહાસમાં સૌપ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ તરીકે જનરલ બિપિન રાવતએ સેવા આપી હતી. તેઓ ભારતીય સેનામાં ડીસેમ્બર, ૧૯૭૮ માં જોડાયા હતા અને ૦૮ ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ તમિલનાડુના કન્નુર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું.
CDS Bipin Rawat in Gujarati
શ્રી બિપિન રાવતનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૫૮ ના રોજ ઉતરાખંડ રાજયના પૌરી ગઢવાલ જિલ્લાના પૌરી શહેરમાં થયો હતો. જનરલ બિપિન રાવત “ નેશનલ ડિફેન્સ એકેડમી” અને ઈન્ડિયન મિલિટરી એકેટમી” ના ભૂતપૂર્વ વિધાર્થી છે. તેઓ એ ડિસેમ્બર, ૧૯૭૮ માં ભારતીય સેનાની “ પાંચમી બટાલિયન” અને “ ઈલેવન્થ ગોરખા રાઈફલ્સ” માં કમિશન આપવામાં આવ્યું હતું.
શ્રી બિપિન રાવત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનથી સ્નાતક થયા હતા. તેમણે ફોર્ટ લીવનવર્થ, યુએસએ ખાતેના કમાન્ડ એન્ડ જનરલ સ્ટાફ ક્રોર્સ માં પણ હાજરી આપી હતી.
તેમની સેવા દરમિયાન બ્રિગેટ કમાન્ડ, જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ ૨ ના રૂપમાં અને અન્ય ધણા મહત્વના હોદાઓ સંભાળ્યા હતા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ તેમણે ભારતીય થલસેનાના વડા તરીકેનુંપદ સંભાળ્યું હતું.
ત્યારબાદ ૧ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ ભારતના પ્રથમ “Chief of Defence Staff (CDS) તરીકે પદભાર સંભાળ્યો હતો.
ભારતના પ્રથમ CDS એટલે કે Chief of Defence Staff શ્રી બિપિન રાવતનું ૮ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ તમિલનાડુ ના કન્નર ખાતે હેલિકોપ્ટર કેશ દુર્ધટનામાં નિધન થયું હતું. આ દુર્ધટના માં શ્રી બિપિન રાવત સહિત અન્ય ૧૪ લોકો ના પણ મૃત્યુ થયા છે. ૧૪ અધિકારીઓ સાથેવેલિંગ્ટન થી ઉપડેલું MI-17V5 હેલિકોપ્ટર કુન્નુર ના નીલગિરિ પર્વત પર ક્રેશ થયું હતું. અને ભારતએ પોતાના એક પનોતા પુત્રને ગુમાવ્યા હતા.
તેમને ભારતીય સેનામાં કરેલ સેવા અને મળેલા પુરસ્કારો નીચે મુજબ છે.
- પરમ વિશિષ્ટ સેવામેડલ
- ઉતમ યુધ્ધ સેવા મેડલ
- અતિ વિશિષ્ટ સેવા મેડલ
- યુધ્ધ સેવામેડલ
- સેના મેડલ
- વિશિષ્ટ સેવા મેડલ
Bipin Rawat Gujarati Status
ભારતીય સેનાના ત્રણેય દળના વડા તરીકે અગત્યની જવાબદારી સંભાળનાર સી.ડી.એસ. જનરલ બિપિન રાવતજીને યાદ કરવા એ આપણી ફરજ છે. અને આ માટે જ તેમની જન્મ જયતિ અને તેમની પુણ્યતિથી પર તેમને શ્રદ્ધાંજલી આપવા માટેની ઈમેજ આ પોસ્ટમાં આપને મળશે.
Bipin Rawat Shradhanjali Status Gujarati
![]() |
cds bipin rawat gujarati shradhanjali |
![]() |
cds bipin rawat shradhanjali gujarati |
![]() |
bipin rawat shradhanjali gujarati |
![]() |
bipin rawat shradhanjali in gujarati |
![]() |
bipin rawat shradhanjali status gujarati |
0 Comments
Post a Comment
Thanks For your review.