આ પોસ્ટમાં આપને મળશે હાલમાં જ માર્કેટમાં આવેલા એકદમ નવા ગુજરાતી જોક્સ.
New Gujarati Jokes | Latest Gujarati Jokes
જોક્સ અને હાસ્ય એ સિક્કાની બે બાજુ જેવા છે. આપણે બીજા પર હસી શકીએ છીએ પણ જો આપણે નિર્દોષ હાસ્ય જોઈતું હોય તો તેના માટે જરૂરી છે જોક્સ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો જોક્સ આપણા જીવનમાં નિર્દોષ હાસ્ય લાવી શકે છે. અને જોક્સ જ છે કે જે આજની ભાગદોડ ભરી જીંદગીમાં બે ધડી હાસ્યનો રંગ લાવી જીવનને હળવું બનાવે છે.
Limbu Jokes | લીંબુના જોક્સ
લીંબુના ભવવધારાને આધારે બનેલ લીંબુના ભવવધારાના જોક્સ. હાલમાં લીંબુનો ભાવ આસમાને હોય તેના ભાવ પરથી અનેક જોક્સ બનેલ હોય તેના ઈમેજ આ પોસ્ટમાં રજુ કરેલ છે.
દર્દી : ડોક્ટર સાહેબ ઝાડા થઈ ગયા છે કોઈ રસ્તો કે ઉપાય બતાવો...!
ડોક્ટર : લીંબુ સરબત પીવો
દર્દી : સાહેબ લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થઈ ગયા છે...
.webp) |
New Gujarati Jokes |
રેસીપી લખવાની નવી રીત :
મીઠું-મરચું સ્વાદ પ્રમાણે નાખવા...
લીંબુનો રસ ત્રેવડ પ્રમાણે નાખવો...
.webp) |
New Gujarati Jokes |
એ દોસ્ત તું ના કર દાવો ગરીબ હોવાનો...
મેં તને પાનના ગલ્લે
લીંબુ સરબત પિતા જોયો છે.
.webp) |
New Gujarati Jokes |
છબિલાલાલનું સરનામું હોય તો તરત મોકલજો.
લીંબુ ૩૦૦ રુપિયે કિલો થઈ ગયા છે...
નાનપણથી સાંભળીએ છીએ કે,
લીંબુડા ઝુલે તારી બાગમાં છબિલાલાલ.
.webp) |
New Gujarati Jokes |
બેન : ભાઈ, એક લીંબુ કેટલાનું ?
બકાલી : એક લીંબુના ૧૫ રૂપિયા...
બેન : ઉભા રયો, હું દાળનું કુકર લયને આવું છું
એમાં ત્રણ રુપિયાનું નીચોવી દયો ને.
.webp) |
New Gujarati Jokes |
IPO ભર્યા એના કરતા
લીંબુ ભરી લીધા હોત
તો સારૂ હતું...
.webp) |
New Gujarati Jokes |
નજર ઉતારવાવાળી ચીજોને જ નજર લાગી ગઈ...
લીલા મરચા ૧૦૦ રૂપિયે કિલો
અને લીંબુ વાયડીનું ૧૦ નું એક
.webp) |
New Gujarati Jokes |
બોલો છોકરાં કઈ રમત રમવી છે ?
વિદ્યાર્થી : લીંબુ ચમચી.
(સાહેબે ૧૦ વખત ઘડિયા લખવા આપી દીધા.)
.webp) |
New Gujarati Jokes |
0 Comments
Post a Comment
Thanks For your review.