સુશ્રી લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ માં મધ્યપ્રદેશ રાજ્યના ઈંદોર ખાતે થયો હતો. અને તેમનું અવસાન ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ મુંબઈ (બ્રીચ કેન્‍ડી હોસ્પિટલ) ખાતે થયું હતું. 

તેમના પિતા પંડિત દિનાનાથ મંગેશકર એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેમના માતા શેવંતી થાલનેર મહારાષ્ટ્રથી હતા. તેમની મૂળ અટક હરદિકર હતી પરંતુ બાદમાં તેમના ગોવાના વતનના ગામ મંગેશીને આધારે તેમની અટક મંગેશકર રાખી. તથા બાળપણનું તેમનું નામ હેમા બાદમાં બદલીને લતા કરવામાં આવ્યું.

Lata Mangeshkar in Gujarati | લતા મંગેશકર

    લતાજી પાંચ ભાઈ બહેનો પૈકી સૌથી મોટા હતા. તેમના ભાઈ બહેન અનુક્રમે મીના, આશા ભોંસલે, ઉષા અને હ્રદયનાથ હતા. માત્ર ૭-૮ વર્ષની વયે જ લતાજીએ પોતાના પિતાની કંપનીના સ્ટેજ પર ગીત ગાયું હતું.

     ૧૯૪૧ માં બાર વર્ષની વયે જ પિતાની નાદુરસ્ત તબિયતના પરિણામે ધરની બધી જવાબદારી લતાજી પર આવી પડી હતી. ૧૯૪૩ માં તેમના પિતાજીનું અવસાન થયું. અને આ જ વર્ષે તેમણે પોતાનું પહેલું હિન્‍દી ગીલ " હિંદુસ્તાનવાલો, અબ તો  મુજે પહેચાનો" ગાયું હતું. બસ, થોડા જ વર્ષોમાં હિન્‍દુસ્તાન સહિત સમગ્ર વિશ્વએ તેમને ઓળખ્યા હતા.

    ઈ.સ. ૧૯૪૫ માં તેમનો પરિવાર મુંંબઈ રહેવા માટે આવી ગયો. ઈ.સ. ૧૯૪૮ માં આવેલ ફિલ્મ મશહુરમાં ગુલામ હૈદર સાહેબે લતાજી પાસે ગીત ગવડાવ્યું. જે ગીતે લોકોને ચોંકાવ્યા. લતાજી કહે છે કે તેમને ગાતી વખતે માઈક પર શ્વાસ કઈ રીતે લેવો તે અનિલ બિશ્વાસે શિખવ્યું. આ સમયે પણ હજું લતાજીનું જીવન નહોતું બદલ્યું.

    દિલીપ કુમાર અને લતાજીની પહેલી મુલાકાત ટ્રેનમાં થયેલ જેમાં દિલીપકુમારની 'મરાઠી ગાયક જ્યારે ઉર્દુ અને હિન્‍દીમાં બરોબર ગાય નથી શકતા' વાત લતાજીને ગમી નહીં અને તેમણે ઉર્દુ ભાષાના શિક્ષક રાખી, ઉર્દુ ભાષાનાં ઉચ્ચારણોનો મહાવરો કરી પોતાના ઉર્દુભાષાના ઉચ્ચારણને પૂર્ણ બનાવ્યું.  ત્યારબાદ લતાજીએ લંડનના આલ્બર્ટ હોલમાં પર્ફોર્મન્‍સ આપ્યુ. અને આલ્બર્ટ હોલમાં પર્ફોર્મન્‍સ આપનાર પ્રથમ ભારતીય બન્યા. 

    ઈ.સ. ૧૯૪૯ માં આવેલ ફિલ્મ "મહલ" અને સગીતકાર ખેમચંદ પ્રકાશનું ગીત " આયેગા આનેવાલા" ના રેકોર્ડિંગ વખતે ફિલ્મકર્તાના વિચાર એવા હતા કે આ ગીત એવી રીતે ગાવામાં આવે કે જેથી એમ લાગે કે અવાજ દુર થી આવે છે અને પછી ધીમે ધીમે નજીક આવે. અને આ રીતે લતાજીએ ગાઈ બતાવ્યું. જેથી ફિલ્મ તો હિટ ગઈ જ પરંતુ લોકો એ જાણવા પણ આતુર હતા કે આ ગીતના ગાયક કોણ છે. તે સમયે રેકોર્ડીંગ પાછળ ગાયકનું નામ ઉમેરવામાં આવતું ન હતું પરંતુ લોક ચાહનાને ધ્યાને લઈ આ ગીત ફરી રેકોર્ડ કરવામાં આવ્યું અને તેમાં છેલ્લે લતાજીનું નામ ઉમેરવામાં આવ્યું.

    એ પછી તો કેટલાયં પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સંગીતકાર આવ્યા અને ગયાં. પણ લતાજીના અવાજનો ચિરાગ બળતો રહ્યો અને રોશની આપતો રહ્યો. ૮૦ વર્ષ સુધી સંગીતની દુનિયામાં લતાજીએ પોતાનો જાદુ પાથર્યો અને ૩૦ હજાર કરતા વધુ ગીતો તેમના નામે બોલે છે. લતાજીને ભારતીય સિનેમાના સૌથી સફળ ગાયિકા ગણવામાં આવે છે.

    લતા મંગેશકરનું જીવન અને સમગ્ર જીવનકાળ દરમિયાનનો તેમનો સંઘર્ષ સૌ કોઈ માટે પથદર્શક બની શકે તેમ છે. આવા સંઘર્ષ, મહેનતનો સામનો કર્યા પછી સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરીને લતાજીએ તા.૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી.

Lata Mangeshkar Shradhanjali status Gujarati

સ્વ. લતા મંગેશકરજીને ભાવભીની શ્રધ્ધાંજલી
Lata Mangeshkar Shradhanjali Status Gujarati
Lata Mangeshkar Shradhanjali Status Gujarati


Lata Mangeshkar Shradhanjali Gujarati

સુશ્રી લતા મંગેશકરજી
હવે આપણી વચ્ચે નથી રહ્યાં.
ઓમ શાંતિ
Lata Mangeshkar Shradhanjali Gujarati
Lata Mangeshkar Shradhanjali GujaratiLata Mangeshkar Gujarati Shradhanjali

સુશ્રી લતા મંગેશકરજીએ
અનંંતની વાટે પ્રયાણ કર્યું.
ભગવાન તેમના દિવ્ય આત્માને
શાંતિ આપે એવી પ્રાર્થના
Lata Mangeshkar Gujarati Shradhanjali
Lata Mangeshkar Gujarati Shradhanjali

લતા મંગેશકરના યાદગાર ગીતો

લતા મંગેશકરજીએ અનેક ગીતો ગાયા છે. પરંતુ તેમના અમુક ગીતો આપણને કાયમી ધોરણે યાદ રહી ગયા છે. અને આપણે તથા આવનારી પેઢીઓ ઘણા સમય સુધી આ ગીતો સાંભળીને આનંદ મેળવશે. તેવા યાદગાર ગીતો તેમના ફિલ્મના નામ સાથે આપેલ છે.

પ્યાર હુઆ એકરાર હુઆ.. (શ્રી૪૨૦)
યે સમા.. સમા હે યે પ્યાર કા (જબ જબ ફૂલ ખીલે)
મેરે નસીબ મેં તુ હે કે નહીં (નસીબ)
મેં તેરે ઈશ્ક મેં મર ન જાઉં (લોફર)
દેખા એક ખ્વાબ તો યે સિલસિલે.. (સિલસિલા)
અચ્છા તો હમ ચલતે હે..(આન મીલો સજના)
સુન સાઈબા સુન પ્યાર કી ધૂન (રામ તેરી ગંગા મેલી)
પ્રેમ કહાની મેં એક લડકા હોતા હે (પ્રેમ કહાની)
આજ ફીર જિને કી તમન્ના હે (ગાઈડ)
મહોબત હે ક્યા ચીજ (પ્રેમ રોગ)
શાયદ મેરી શાદી કા ખયાલ (સૌતન)
તેરે બીના જિંદગી સે કોઈ સિકવા (આંધી)
હમ બને તુમ બને એક દુજે… (એક દુજે કે લીયે)
સોલા બરસ કી બાલી ઉમર (એક દુજે કે લીયે)
ઝિંદગી કી ન તૂટે લડી (ક્રાંતિ)
કોરા કાગઝ કા યે મન મેરા (આરાધના)
તેરે લીયે.. (વીર ઝારા)
આદમી મુસાફીર હે (અપનાપન)
હમ કો હમી સે ચૂરા લો (મહોબ્બતે)
સાવન કા મહિના (મિલન)
મહેબૂબ મેરે મહેબૂબ મેરે (પથ્થર કે સનમ)
ડફલીવાલે ડફલી બજા (સરગમ)
જિલમિલ સિતારો કા આંગન હોગા (જિવન મૃત્યુ)
કાંચી રે કાંચી (હરે રામ હરે ક્રિષ્ના)
કરવતે બદલતે રહે (આપ કી કસમ)
રસિક બલમા (ચોરી ચોરી)
આયેગા આયેગા આને વાલા (મહેલ)
મન ડોલા મેરા તન ડોલા (નાગીન)
જાદુગર સૈંયા છોડો મેરી બૈંયા (નાગીન)
યે દિલ તુમ બીન કહીં લગતા નહીં.. (ઈજ્જત)
વાદા કરલે સાજના (હાથ કી સફાઈ)
આપ કી નજરો ને સમજા (અનપઢ)
પરબત કે પીછે.. (મેહબૂબા)
હાય હાય યે મજબૂરી (રોટી કપડા ઓર મકાન)
વંદે માતરમ (આનંદમઠ)
આજા પીયા તોહે પ્યાર દુ (બહારો કે સપને)
મિલતી હે જિંદગી મે (બરસાત)
ઈન્હી લોગો ને લે લીના (પાકીઝા)
મૌસમ હે આશિકાના (પાકીઝા)
યે ગલીયા યે ચોબારા યહાં આના (પ્રેમ રોગ)
રંગીલા રે રંગમે.. (પ્રેમ પૂજારી)
હોઠો મેં ઐસી બાત મેં.. (જ્વેલથીફ)
બિંદિયા ચમકેગી, ચૂડી ખનકેગી (દો રાસ્તે)
મે તેરી દુશ્મન દુશ્મન તુ મેરા (નાગિના)
ઘર આયા મેરા પરદેશી (આવારા)
મેં તો ભૂલ ચલી બાબુલ કા (સરસ્વતીચંદ્ર)
બાહોં મેં ચલે આઓ (અનામિકા)
માર દીયા જાયે કે છોડ દીયા (મેરા ગાંવ મેરા દેશ)
જિંદગી પ્યાર કા ગીત હે (સૌતન)
ચૂપકે ચૂપકે ચલ રી પૂરવૈયા (ચૂપકે ચૂપકે)
ચૂડી મજા ન દેગી, કંગન (સનમ બેવફા)
હો ગયા હૈ તુજકો તો પ્યાર (દિલવાલે દુલ્હનિયાં લેં જાયેંગે)
પંખ હોતે તો ઉડ જાતી (સેહરા)
સુન સાઈબા સુન (રામ તેરી ગંગા મેલી)
કભી ખુશી કભી ગમ (કભી ખુશી કભી ગમ)
શીશા હો યા દીલ હો (આશા)
કબૂતર જા જા (મૈને પ્યાર કીયા)
પ્યાર કીયા તો ડરના ક્યા (મુઘલ એ આઝમ)
તુજ સે નારાજ નહીં જિંદગી (માસૂમ)
તેરી બિંદિયા રે (અભિમાન)
આપ કી નજરો ને સમજા (અનપઢ)
યે મૌસમ કા જાદુ હે (હમ આપ કે હે કોન)
કોઈ લડકા હે (દીલ તો પાગલ હે)
જિયા જલે જલે જિયા (દિલ સે)
અજીબ દાસ્તાં હે યે (દિલ અપના પ્રિત પરાઈ)
રિમ જિમ ગીરે સાવન (મનઝિલ)
કહીં દીપ જલે કહીં દિયા (બીસ સાલ બાદ)