આજે ઘણા સમય પછી મારા મિત્ર નો મેસેજ આવ્યો, વાત વાતમાં એને મને કહ્યું કે, 
આટલું બધી તું લખતો જ હોય છે તો ચાલ ને આજે કંઈક મિત્રતા પર લખી બતાવ..
મેં કીધું ચોક્કસ,બસ થોડી વાર લાગશે પણ જેવું લખીશ એટલે પહેલા તને મોકલીશ..
 તો મેં મારા લખાણની શરૂઆત કંઈક આવી રીતે કરી..
 
શરૂઆત કરીશ હું એક બહુ જ જૂની કાવ્યપંક્તિથી કે જે તમને યાદ જ હશે,
" મિત્ર એવો શોધવો જે, ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય.. "

પણ આજકાલ ના મિત્રતાના સંબંધોનું કંઇક એવું છે કે,
એકબીજાની ઈર્ષા હોય, આગળ કેમ વધવું એની હરિફાઈ હોય, તમે તકલીફમાં હોવ તો જતાં રહે ને જેવું કઈક સારું થાય એટલે ભાઈ ભાઈ કરતાં આવતા રહે ફરી..
 
ઘણીવાર થાય એવું કે જો સામેવાળી વ્યક્તિને કંઈ તકલીફ હશે તો તમને યાદ કરશે એટલે કે પોતે કંઈ દુઃખ, પ્રોબ્લેમ હશે તો એ તરત એ વ્યક્તિ પાસે જશે જે એ દુઃખ, પ્રોબ્લેમ નું સોલ્યુશન કરાવી આપતો હોય..
    પણ જ્યારે એ જ વ્યક્તિ ને કંઈ પ્રોબ્લમ નહીં હોય ને બસ સુખી હશે ત્યારે એ વ્યક્તિ યાદ નહીં આવે જેને એને એ કપરી પરિસ્થિતિ માં સાથ આપ્યો હશે..
બસ એ તો એ સમયે એનાં મિત્રો સાથે કે એ આનંદની ક્ષણ અનુભવવા માટે પાર્ટીમાં વ્યસ્ત હશે!
    હા, ક્યારેક હાઇ, હેલ્લો થતું હશે પણ સૌથી વધારે તો એ પોતાના દુઃખ સમયે જ એની સાથે વાત કરતો હશે..
હાઇ, હેલ્લો તો માત્ર સામેવાળી વ્યક્તિનું મન રાખવા થતું હોય શકે..
    ખરેખર તો સંબંધો ટકાવી રાખવા બંને બાજુ સમતોલન જાળવવું જરૂરી છે, જો તમે તમારું ધાર્યું કરતાં હોવ તો પછી સામેવાળી વ્યક્તિની પણ લિમિટ હોય, એ પણ કંટાળી ને છેલ્લે તમારા થી દુર થવાની ટ્રાય કરશે, ઇગ્નોર કરશે, લેટ રેપ્લ્ય કરશે..
 જરૂરી નથી કે વ્યક્તિ સાથે વાત કરો નાં કરો, પણ ક્યારેક જેમ એ તમારા પ્રોબ્લેમ સાંભળે છે એમ તમે પણ સાંભળતા શીખો, છેલ્લે એ પણ માણસ જ છે ને..
   હું મારા એક મિત્રનો કિસ્સો જણાવું તો કે એ જ્યારે એનાં મિત્રો ને તકલીફ રહેતી તો એ તરત એનો રસ્તો શોધી આપતો, માણસ સારો હતો ક્યારેય કંઈ ના ન પાડતો..
 પણ જ્યારે એને કંઈ થતું ત્યારે કોઈ પૂછતું પણ નહિ, પેલો મેસેજ કરતો પણ સામેથી વ્યસ્ત છું, બહાર છું, કામ છે એવા જવાબ મળ્યા, મે સમજાવતો કે ભાઈ આ બધું મૂકી દે ને જાતે જ કઈક કર, તું બીજાને રસ્તો શોધી આપે તો તારે શું કામ બીજાની જરૂર પડવાની ને એ હંમેશાં કહેતો આપણૅ ક્યાં બીજા જેવા થવું, આપણૅ બીજાં જેવા થાશું તો પછી એ વ્યક્તિ ની મદદે કોણ આવશે..
    હા સમજ્યા બધા વ્યસ્ત માણસો રહ્યા, પણ એ વ્યક્તિ પણ એના શેડ્યુલમાંથી થોડો ઘણો ટાઇમ કાઢી તમારી સમસ્યા નાં સોલ્યુશન કરાવી આપતો હશે ને..
વ્યસ્ત તો એ પણ છે જ, પણ એને સંબંધોની કિંમત છે એટલે એ તમને સોલ્યુશન કાઢી આપતો હોય, બાકી આવડી મોટી દુનિયા છે, ક્યાં કોઈ એવો વ્યક્તિ છે જે માત્ર તમારું સારું વિચારતો હોય, તમારી સમસ્યા હલ કરી આપતો હોય ને મારું જો માનો તો આવું વ્યક્તિત્વ ૧૦૦% માંથી માત્ર ૧૦% લોકોમાં જ હશે..
ને જો એ વ્યક્તિ તમને મળી જાય તો સમજો તમારો બેડો પાર..
બસ પછી તમને બીજા કોઈ મિત્રની જરૂર નહિ પડે બસ એ એક જ વ્યક્તિ ૧૦૦ બરાબર હશે,
જે તમને સુખમાં તો સાથે હશે જ, પણ દુઃખમાં સાથે રહેશે જ..
    ને અંતે એટલું જ કહીશ કે, મિત્રતાના સંબંધોમાં ખરી વાસ્તવિકતા એ જ કે, મિત્ર એ ખરેખર માણવા જેવી વસ્તુ નહીં, પરંતુ નિભાવવાની પાત્ર છે.