Maa Status Gujarati | Maa Gujarati Status
આ પોસ્ટમાં તમને મળશે મા ના સ્ટેટસ ગુજરાતી એટલે કે મા ના ગુજરાતી સ્ટેટસ.
મા એક એવું વ્યક્તિત્વ કે જેના વગર તમે જીવન કલ્પી જ ન શકો. મા તો મા હોય છે, એ પછી મનુષ્યની હોય કે પછી પ્રાણીઓ અને પક્ષીની હોય છે. મા એજ વ્યક્તિ હોય છે કે જેમણે તમને જીવન આપવાથી લઈને તમારૂ જીવન ધડવામાં અગત્યનો ભાગ ભજવ્યો હોય છે. એટલા માટે જ તો કહેવાય છે ને કે મા તે મા બીજા બધા વગડાના વા. આ કહેવત ભૂતકાળથી લઈ ને વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ લાગું પડશે. અને એટલે જ તો તમે સૌ એ સાભળ્યું હશે માતૃદેવો ભવ : કે જે સુત્ર આપણા ઋષિમુનિઓ દ્વારા માતાના મહત્વને સમજી તેમને દેવનો દરજ્જો આપેલ છે. આમ, તો મા વિશે આપણે ગમે તેટલુ લખીએ તો પણ એ ઓછું જ પડે, કારણેકે માં હદયમાં તેમના સંતાન પ્રત્યે ક્યારેય પણ ઓટ આવતી નથી. એટલા માટે જ આ પોસ્ટના માધ્યમથી આપ જોઈ શકશો મા ના સ્ટેટસ ગુજરાતી (Maa Status Gujarati) મા ના ગુજરાતી સ્ટેટસ (Maa Gujarati Status).
મા નો મહિમા અપરંપાર છે. મા નું મહત્વ કોઈ એક દિવસમાં મુલવી શકાય નહીં. પરંતું મા ના પ્રેમ ને પરત કરવા માટે એટલે કે માનું ઋણ ઉતારવા માટે તો આખી જિંદગી પણ ઓછી પડે. અને મા નું મહ્ત્વ કોઈ એક દિવસ પૂરતું ના હતું કે ના રહેશે, છતા પણ આપણે આ દિવસ શા માટે ઉજવવો જોઈએ ? કારણ કે આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે પરિવારથી દુર થતા જઈએ છીએ. તો આ દિવસને લીધે આપને પણ નિરાતે યાદ કરીએ અને માતાનું આપણા જીવન ધડતરમાં મહત્વ પણ સમજીએ. અને માતાની ભવિષ્યમાં સારી કાળજી રાખવાના નિર્ણય સાથે Mother Status in Gujarati, મા ના સ્ટેટસ ગુજરાતીમાં, Gujarati status for Mother, ગુજરાતી સ્ટેટસ મા માટે અપલોડ કરીને આપણા માતાના પ્રત્યે આપણી લાગણી વ્યક્ત કરી શકીએ છીએ.
આ તમામ સ્ટેટસ તમે ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકો છો. તો આવો આપણે સૌ આ મધર્સ ડે કે મધર ડે પર પ્રતિજ્ઞા કરીએ કે હું ક્યારેય મારી મા ને વૃદ્ધાશ્રમ જવું પડે તેવું નહી કરું. આ પોસ્ટ ના માધ્યમથી આપને Maa Status Gujarati વિષયની પોસ્ટ તથા ઈમેજીસ આપવાનો પ્રયત્ન કરેલ છે.
Maa Gujarati Status
મરવા માટે તો ઘણાં(અનેક) રસ્તા હોય છે.
પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે એટલે ‘મા’.
 |
Maa Gujarati Status |
હાર બનાવવા માટે હજારો ફૂલ જોઈએ,
આરતી સજાવવા માટે હજારો દીવા જોઈએ,
દરીયો બનાવવા માટે હજારો પાણીના ટીપા જોઈએ,
પણ " માઁ " એકલી જ પર્યાપ્ત છે
બાળકોની જીંદગી સ્વર્ગ બનાવવા માટે.
 |
Maa Gujarati Status |
શબ્દકોશમાં માત્ર માં નો શબ્દાર્થ મળશે,
માં નો ભાવાર્થ તો હદયકોશમાં જ મળશે.
 |
Maa Gujarati Status |
લાગણી સાથે આપે તે બહેન,
ઝઘડીને આપે તે ભાઈ,
પૂછીને આપે તે પિતા,
પણ માંગ્યા વગર આપે તે મા
 |
Maa Gujarati Status |
કોઈ પુછેને કે માં એટલે શું?
તો કહી દેવાનું કે સાહેબ,
જેને તમારા કરતાં પણ
તમારી ચિંતા વધુ હોય,
એનુ નામ જ ‘માં’.
 |
Maa Gujarati Status |
શરીર થાકી જાય, મન હારી જાય અને
આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે
” માં ” ના ખોળામાં માથું રાખજો
હિંમત જરૂર આવશે.
 |
Maa Gujarati Status |
જયારે માંગો ત્યારે આ૫તીતી,
માં PIN ૫ણ ક્યાં રાખતીતી.
 |
Maa Gujarati Status |
તમને ખબર છે,
પ્રેમ આંધળો કેમ હોય છે?
કારણ કે માં એ તો તમારો ચહેરો જોયા પહેલા જ
તમને જ પ્રેમ કરવાનું તો શરૂ કરી દીધું હોય છે.
 |
Maa Gujarati Status |
પગ નથી છતાં પણ આખુ જગ બતાવવાને નીકળી છે
મારી મા જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે.
 |
Maa Gujarati Status |
પાલવ ના છેડે રૂપિયા રાખતીતી,
માં ગજબ ની AT M હતી.
 |
Maa Gujarati Status |
એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.
માતાનો ખોળો એટલે
પ્રેમની યુનિવર્સીટી અને કરૂણાનું મંદિર
મંદિરવાળી “માં” ત્યારે જ રીજે
જ્યારે આપણી “મા” આપણી ધરે હોય,
વૃદ્ધાશ્રમ નહીં.
આ પોસ્ટ ના માધ્યમથી આપને Maa Status In Gujarati વિષયની પોસ્ટ તથા ઈમેજીસ આપવાનો પ્રયત્ન કરેલ છે.
આ સિવાય Maa Shayari Gujarati ને લગત પોસ્ટ જોવા માંગતા હોય તો. નીચેની પોસ્ટ જોવા વિનંંતી.
અને Maa Suvichar Gujarati ને લગત પોસ્ટ જોવા માંગતા હોય તો નીચેની પોસ્ટ પર જવા વિનંતી.
0 Comments
Post a Comment
Thanks For your review.