lagna geet gujarati । ગુજરાતી લગ્ન ગીત । કુમ કુમ પત્રિકા છપાવો | Gujarati Geet


આ ગીત દીકરાના લગ્ન વખતે લગ્ન વધાવતી વખતે અને દીકરીના લગ્નમાં લગ્ન લખતી વખતે ગવાતું હોય છે.




Gujarati Lagna geet Lyrics 


કુમ કુમ પત્રિકા છપાવો, વીર/બેન ના શુભ લગ્નમાં
ચારે રે કંકોતરી ચારે, દેશ મોકલાવજો......

પેલી રે કંકોતરી, ઉંઝા શહેર મોકલાવજો (કુળદેવી હોય તે ગામ)
ઉંઝા શહેર છે ગામડું ને, માં ઉમિયા માતા છે નામ જો,
વાંચી વેલેરા પધારો વીર / બેન ના શુભ લગ્નમાં..........

બીજી કંકોતરી સીદસર શહેર મોકલાવજો 
(બીજા કુળદેવી હોય તો તે ગામ અન્ય થા સગા)
સીદસર શહેર છે ગામડું ને, માં ઉમિયા માતા છે નામ જો
વાંચી વેલેરા પધારો વીર / બેન ના શુભ લગ્નમાં..........

ત્રીજી કંકોતરી બોડકા શહેર મોકલાવજો (સગા જમાઈ કે ફુવા)
બોળકા શહેર છે ગામડું ને, અરવિંદ જમાઈ છે નામ જો
વાંચી વેલેરા પધારો વીર / બેન ના શુભ લગ્નમાં..........

ચોથી કંકોતરી સોંદરડા શહેર મોકલાવજો (સગા જમાઈ કે ફુવા)
સોંદરડા શહેર છે ગામડું ને, હિમાંશુ જમાઈ છે નામ જો
વાંચી વેલેરા પધારો બેન ના શુભ લગ્નમાં...........

Click Here To Download Gujarati Lagna Geet pdf

આ ગીતનો લહેકો સાંભળવા માટે નીચેનો વિડીયો સાંભળો.....


Feel free to Best Gujarati Lagna geet mp3 Download